દિવાળી પહેલા સાત દિવસ પહેલા શનિ પુષ્ય નક્ષત્ર આવે છે.
તેથી આ દિવસે રોજમેળ ખરીદવાનો દિવસ પણ સારું રહેશે. શનિ પુષ્ય નક્ષત્ર ખૂબ જ શુભ માનવામાં આવે છે. ઋગ્વેદમાં પણ તેમનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ નક્ષત્ર અને મંગળકરતાં માનવામાં આવે છે. તેથી આ નક્ષત્ર ખરીદી માટે વિશેષ શુભ મુહૂર્ત કહેવાય છે. એવું કહેવામાં આવે છે. કે આવા નક્ષત્રમાં કરવામાં આવે તે કોઈ પણ ખરીદી વધારે સમય માટે ઉપયોગી થશે. સારું ફળ આપશે. અક્ષય કહેવામાં આવે છે. તો ચાલો જાણીએ કે આ નક્ષત્રમાં તમારે કયા કયા કામો કરવા જોઈએ.
જો આ નક્ષત્ર સોમવારના દિવસે આવે તો સોમ પુષ્ય નક્ષત્ર કહેવાય આવે છે. જો તે મંગળવારના દિવસે આવે તો ભૌમને નક્ષત્ર કહેવામાં આવે છે. જો તે બુધવારના દિવસે આવે તો તેને બુદ્ધ પુષ્યનક્ષત્ર કહેવામાં આવે છે. ગુરુવારના દિવસે આવે તો આ નક્ષત્રને ગુરુ પુષ્ય નક્ષત્ર કહેવામાં આવે છે. આ નક્ષત્ર શુક્રવારના દિવસે આવે તો આ નક્ષત્રને શુક્ર પુષ્યનક્ષત્ર કહેવામાં આવે છે. કે આ નક્ષત્ર શનિવારના દિવસે આવે તો આ નક્ષત્રને શનિ પુષ્ય નક્ષત્ર કહેવામાં આવે છે. જો આ નક્ષત્ર રવિવારના દિવસે આવે તો આ નક્ષત્રને રવિ પુષ્ય નક્ષત્ર કહેવામાં આવે છે.
આમાંથી ગુરુ, શનિ અને રવિ પુષ્ય નક્ષત્ર વધારેમાં વધારે ઉત્તમ માનવામાં આવે તેનું ફળ દરેક રાશિના લોકોને મળે છે. પુષ્યનક્ષત્રમાં સોનાની ખરીદી કરવી અતિ ઉત્તમ માનવામાં આવે છે. કારણ કે તેમાં શુદ્ધ, પવિત્રતા અને અક્ષય ધાતુના સ્વરૂપમાં સોનાને ગણવામાં આવે છે. તેથી પુષ્યનક્ષત્રમાં સોનાની વધારેમાં વધારે ખરીદી કરવી અને તે શુભ મનાય છે. નક્ષત્ર પર ગુરુ શનિ અને ચંદ્ર નો પ્રભાવ હોય છે. આવામાં આ સમયે સોના અને ચાંદીની ખરીદી કરવી એવી માન્યતા છે. કે આ સમય દરમિયાન કરેલી ખરીદી અક્ષય રહેશે. તેનો ક્યારેય ક્ષય થશે નહીં.
આ નક્ષત્ર કોઈપણ વાહન ખરીદી શકો છો. નવું મકાન ખરીદી શકો છો. જમીન ખરીદી શકો છો. તે તમામ વસ્તુઓ આ નક્ષત્રમાં ખૂબ જ શુભ રહેશે. આ દિવસે તમે કોઈપણ ઘરનું નિર્માણ કાર્ય શરૂ કરી શકો છો. પીપળાનું ઝાડ પણ પુષ્યનક્ષત્ર માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ નક્ષત્રમાં જન્મ લેનાર લોકો પોતાના ઘરમાં પીપળાનું ઝાડ લગાવવું જોઇએ અને તેની પૂજા કરવી જોઈએ. તેથી તેમના જીવનમાં હંમેશા સુખ શાંતિ અને સમૃદ્ધિ રહેશે.
આ દિવસે પૂજા અને ઉપવાસ કરવામાં આવે તો તમારા જીવનમાં દરેક કાર્યોમાં સફળતા મળશે. સવારે સૂર્યોદય સમયે અને સૂર્યાસ્ત સમયે માતા લક્ષ્મીના સામે ઘીનો દીવો કરવો. માતા લક્ષ્મીની પૂજા સાથે તમારો દિવસ શરૂ કરવું. આ દિવસે તમારે દાળ, ખીચડી, ચોખા ,ચણાનો લોટ માથી બનતી વગેરે વાનગીઓનું સેવન કરવું. તેનું શક્તિ પ્રમાણે દાન કરવું. આ દિવસે તમારે રોજમેળ ચોપડા પૂજન અને લેખનકાર્ય નું પૂજન પણ કરી શકો છો. આ દિવસે તમારે નવા કામની શરૂઆત કરવી છે કે દુકાન ખોલવી વેપાર અથવા કોઈપણ નવો વ્યવસાય ખોલવો તો આ દિવસે તમારા માટે શ્રેષ્ઠ સમય છે.
તે સિવાય આ નક્ષત્રમાં દિવ્ય ઔષધીઓ ને ઘરે લાવી અને તેમને સિદ્ધ કરવામાં આવે છે. આ દિવસે કુંડળીમાં રહેલા તમામ દોસ્ સૂર્યના પ્રભાવના કારણે દૂર થાય છે. આ દિવસે રૂપિયાનું રોકાણ લાંબા સમય માટે કરવામાં આવે તો તે ભવિષ્યમાં ખૂબ જ વધારે ફાયદો આપે છે. આ દિવસે માતા લક્ષ્મીની પૂજા કરવી. અર્ચના કરવી. સાંજે પીપળાના કે શમીના વૃક્ષ ઉપર તેમની પૂજા કરવી. તેથી તમારી દરેક મનોકામનાઓ પૂર્ણ થશે. ગુરુપુષ્ય કે સનીપુષ્ય ના યોગ ના સમય દરમિયાન નાના બાળકોના યજ્ઞ પવિત સંસ્કાર કરવા તે પછી તેમને પહેલીવાર સ્કૂલે મોકલી શકો છો.
આવાજ સરસ લેખો ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “જીગલો ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.- JigloGujarati Team