દુનિયાના 5 સૌથી ભયાનક ફરવા લાયક સ્થળો, જ્યા જતા પહેલા એકવાર વિચારવુ પડે…

આમ તો વિશ્વમા ઘણા ફરવા લાયક સ્થળો આવેલા છે. જ્યા જઈને એકદમ રિલેક્સ અનુભવી શકો છો. પરંતુ કેટલાક એવા પણ સ્થળો છે, જ્યા જતા પહેલા એકવાર વિચારવુ પડે. હા! આ ફરવા લાયક સ્થળો એવા છે, જેમને તમે સૌથી ભયાનક ફરવા લાયક સ્થળો પણ કહી શકો છો. તો ચાલો જાણીએ આવા ભયાનક ફરવા લાયક સ્થળો વિશે….

1) કેટલાક લોકોએ ફરવા માટે એક સક્રિય જ્વાળામુખીને પણ બાકી નથી રાખ્યો. કેટલાક લોકો ફરવા માટે સક્રિય જ્વાળામુખી પર જાય છે અને ત્યા ઉપરથી એ લોકો એક બોર્ડની મદદથી સ્લાઇડ કરે છે.

જેને વલ્કેનો બોર્ડિંગ કહેવામા આવે છે. દુનિયાના કેટલાક લોકો જુના અને એક્ટિવ જ્વાળામુખી પર ચડીને આનો આનંદ ઉઠાવે છે. તમે જાણીને ચોકી જશો કે નીચે આવતા તેમની સ્પીડ 85 kmph જેટલી હોય છે.

2) મિત્રો, એવુ લાગી રહ્યુ છે કે, ચીનને આજકાલ અનોખા પુલ બનાવવાનો શોખ ચડ્યો છે. તમે ચાઈનાના કાચવાળા પુલ વિશે તો સાંભળ્યું જ હશે. જેના પર ચલતા સૌ કોઇ ડરે છે. પરંતુ આજે અમે તેના કરતા પણ વધારે ભયાનક પુલ શોધીને લાવ્યા છીએ.

ચાઈનાનો આ પુલ 200 m ની ઉંચાઈએ બનેલો છે. જેના પર ચાલવુ એ હિંમતનુ કામ છે. જો કે, આ પુલ પર ચાલવાવાળા દરેક વ્યક્તિને સેફ્ટિ બેલ્ટથી બાંધવામા આવે છે. તેમ છતા, આ પુલ પર ચાલવુ કોઇ નબળા માણસનુ કામ નથી.

3) જો તમે પણ પક્ષીઓની જેમ ઉડવા માંગો છો, તો પછી તમારે આ જગ્યાની મુલાકાત અવશ્ય લેવી જોઇએ. અહી તમે સુપરમેનની જેમ ઉડી શક્શો. આ જગ્યા યુ.કે. મા આવેલી છે. તેનુ નામ Zip World Velocity છે.

ખરેખર, અહી તમને સેફ્ટી બેલ્ટ પહેરાવીને એક વાયરના સહારે ઊંચા પર્વત પરથી નિચે ધકેલવામા આવે છે. આ દરમિયાન તમારી સ્પીડ 161 kmph સુધી જઈ શકે છે. આ રાઈડ માત્ર 2 મિનિટ સુધી જ ચાલે છે. પરંતુ આ એક ભયાનક રાઈડ પણ છે.

4) મિત્રો તમે, તમારા જીવનમા કઈક અલગ કરવા માંગો છો, તો ચીનનો આ પર્વત તમારા માતાએ યોગ્ય છે. આ પર્વતનુ નામ હોસૈન પર્વત છે. અહીં દેશ વિદેશથી ઘણા લોકો આવે છે.

લોકો એવુ કહે છે કે, જો તમે એકલા જ આ પર્વત પર ચઢી શકો છો, તો પછી તમારા જીવનમા ડર શબ્દ નહી રહે. આ પર્વત પર ઉપર ચઢવા માટે ઘણા સેફ્ટી ઉપકરણો લગાવવામા આવ્યા છે.

5) ટ્રોયલ ટુંગા એક એવો પત્થર છે, જે દુનિયાભરના ટુરિસ્ટને પોતાની તરફ આકર્ષિત કરે છે. અને આ પાછળનુ કારણ શુ છે તેનો અંદાજો, તમે આ પથ્થરને જોઈને જ લગાવી શકો છો. નોર્વેના એક પર્વત પર આવેલા પથ્થર પરથી એક અદ્ભૂત અને ભયાનક નજારો દેખાય છે.

ત્યા સુધી પહોચવા માટે ટુરિસ્ટને 10 થી 11 કલાક જેટલો સમય લાગે છે. તમને જણાવી દઈએ કે અહી સુરક્ષા માટેની કોઈ સગવડ નથી. મળતી માહિતી મુજબ, હાલમા જ અહીથી નીચે પડવાને કારણે એક ઑસ્ટ્રેલિયન મહિલાનુ મોત થયું હતુ.

 

આવાજ સરસ લેખો ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “જીગલો ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.- JigloGujarati Team

Leave a Comment