“વર્ક ફ્રોમ હોમ”મા રાખશો સાવચેતી, નહીંતર તમે બની શકો છો આ ગંભીર રોગો ના શિકાર….

કોરોના બીમારીને કારણે વિશ્વને એક નવું કલ્ચર મળ્યું છે. ઘણા લોકો ઘરેથી કામ કરી અને પોતાની ઓફિસ સંભાળી શકે છે. આ કલ્ચર નું નામ છે વર્ક ફ્રોમ હોમ. આજે મોટી મોટી મલ્ટીનેશનલ કંપનીમાં ઘણા બધા કર્મચારીઓ ઘરે રહીને કામ કરે છે. પરંતુ આ ઘરે રહીને કામ કરવામાં કેટલાક કર્મચારીઓને માનસિક અને શારીરિક સમસ્યાઓ જોવા મળી રહી છે. જયપુરમાં ડોક્ટરોનું કહેવું છે કે વર્ક ફ્રોમ હોમ કલ્ચરના કારણે વ્યક્તિ એક જ ઘરમાં કેદ થઇ જાય છે. તેનો શારીરિક શ્રમ એકાએક બંધ થઈ જાય છે.

Image source

તેથી ડાયાબિટીસ મોટાપા જેવી ઘણી બધી શારીરિક સમસ્યાઓ નો સામનો કરવો પડે છે. વર્ક ફ્રોમ હોમ ના કારણે કેટલીક શારીરિક સમસ્યાઓ લોકોમાં જોવા મળી રહી છે. પહેલા જ્યારે લોકો કામ પર જતા હતા ત્યારે થોડીક શારીરિક મહેનત તેમને થતી હતી. પરંતુ હવે જ્યારે લોકો પોતાના ઘરમાં જ કેદ થઈ ગયા છે. ત્યારે તેનામાં ડાયાબિટીસ સ્થૂળતા તેમજ પાચનને લગતી સમસ્યાઓ જોવા મળી રહી છે. તે ઉપરાંત લાંબા સમયથી જીમ અને કસરત શાળા પણ બંધ થઈ ગઈ છે.

Image source

તેની અસર પણ લોકોમાં જોવા મળે છે. વર્ક ફ્રોમ હોમ કલ્ચરના કારણે માણસ જ્યારે ટેન્શનમાં હોય છે ત્યારે તે વધારે ખાઈ લેશે અને આના કારણે માણસમાં સ્થૂળતા આવી જાય છે. તેના કારણે બીજી ઘણી બધી બીમારીઓ થઈ શકે છે. જ્યારે કોઈ વ્યક્તિ ઘરેથી કામ કરે છે. ત્યારે તેના ઘરમાં કામ કરવા માટેનો વાતાવરણ મળતું નથી. તેથી ઘરેથી કામ કરતા દરેક વ્યક્તિમાં થોડું ચીડિયાપણું જોવા મળે છે. તેથી ડોક્ટરોનું કહેવું છે કે જે લોકો ઘરેથી કામ કરે છે.

Image source

તેમણે થોડી સાવચેતી રાખવાની જરૂર છે. દર એક બે કલાકે ૧૦થી ૧૫ મિનિટ નો બ્રેક લેવો જરૂરી છે. એક કલાકે હળવી એક્સરસાઇઝ વ્યાયામ કરવો. એટલા માટે તમે શારીરિક અને માનસિક રૂપથી ફ્રેશ થઈ જશો. આ સમય દરમિયાન તમારે હળવો ખોરાક લેવો જોઈએ.

Image source

આવાજ સરસ લેખો ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “જીગલો ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.- JigloGujarati Team

 

Leave a Comment