હાલના દિવસોમા એક વિડિયો સોશિયલ મિડિયા પર ખુબ જ વાયરલ થયો હતો. અને તમે બધાએ આ વિડિયો તો જોયો જ હશે.
તો ચાલો જાણીએ આ વિડિયો ક્યાનો છે અને આ વિડિયો જે લોકો બતાડવામા આવ્યા છે તે લોકો કોણ છે? ચાલો જાણીએ તેના વિશે..
આ લોકો ઘાનાના છે. તેમને ડાંસિંગ પૉલ બિયરટ્સ કહેવામા આવે છે. પૉલ એટલે કોફિન અને બિયરટ્સ એટલે તેને ઉઠાવવા વાળા લોકો.
આ લોકોને ભાડે બોલાવવામા આવે છે. આની પાછળનું કારણ એ છે કે મૃત વ્યક્તિને ધુમધામથી વિદાય આપવામા આવે. તેમના ઘર વાળા તેમની આ અંતિમ યાત્રાને કઈક અલગ બનાવી શકે.
આ બધા ડાન્સર એક જેવા જ કપડા અને શુઝ પહેરે છે. 2015 મા તેમનો એક વિડિયો યુ-ટુબ પર અપલોડ થયો હતો. જેમા તેમનો ડાન્સ દેખાડવામા આવ્યો હતો. આ વિડિયો જુનો છે.
પરંતુ અચાનક તે ખુબ જ વાયરલ થયો હતો. આ વિડિયો વાયરલ થવા પાછળનુ મુખ્ય કારણ તેના બેક ગ્રાઉન્ડમા ચાલી રહેલ મ્યુઝિક છે. આ મ્યુઝિકનુ નામ છે, એસ્ટ્રોનોમિયા.
આ વિડિયો પર ઘણા મિમ્સ પણ બની ચુક્યા છે. હાલના કોરોનાના સમયમા જ્યારે પણ કોઇને છિંક કે ખાંસી આવે ત્યારે લોકો તેમના મિમ બનાવે છે, અને વાયરલ કરે છે.
શા માટે આ વિડિયો ભારતમા પણ વાયરલ થયો?
ભારતમા પણ ઘણા એવા પ્રદેશો જ્યા, મૃત વ્યક્તિને ધુમધામથી વિદાય આપવામા આવે છે. જો કોઇ મોટી ઉંમરની વ્યક્તિનું અવસાન થાય તો એવુ માનવામા આવે છે કે તેઓ એક ભરપુર જિંદગી જીવીને ગયા છે.
તેમની અર્થીને સજાવવામા આવે છે અને તેમને વાજતે ગાજતે વિદાય આપવામા આવે છે. બિહારમા તો બાળકોને આવી અર્થી નીચેથી પસાર થવા કહેવામા આવે છે, માનવામા આવે છે કે આમ કરવાથી તેમની ઉંમર વધી જશે.
આવાજ સરસ લેખો ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “જીગલો ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.- JigloGujarati Team