ભારતના ઈતિહાસમા આ ગદ્દારો જો વફાદાર રહ્યા હોત, તો આજે ભારત અમેરિકા કરતા પણ વધારે અમિર હોત!!!

આપણે બધા જાણીએ જ છીએ કે, ભારતને પહેલા “સોને કી ચિડીયા” કહેવામા આવતુ હતુ. આપણા ભારત દેશ પર ગણા બધા આક્રમણો થયા છે. ઈતિહાસકારો મુજબ, ભારત પર પહેલુ આક્રમણ સિકંદર પ્રથમે કર્યુ હતુ, પણ આપણે બધા જાણીએ જ છીએ કે, ભારતને બાહ્ય આક્રમણ કરતા વધુ નુકસાન અંદર રહેલા ગદ્દારોએ પહોચાડ્યુ છે. આ ગદ્દારો તે વખતે ગદ્દારી ના કરતા તો, ભારત પણ આજે અમેરિકા જેટલુ જ સંપન્ન હોત! આજે અમે આ અહેવાલમા તમને ભારતના 5 ગદ્દારો વિશે જણાવીશુ. તેઓ ના હોત તો, કદાચ આજે પણ ભારત દેશ “સોને કી ચિડીયા” કહેવાતો હોત.

1) રાજા જયચંદ રાઠોર

લગભગ, આપણે બધા રાજા પૃથ્વીરાજ ચૌહાણ અને રાજા જયચંદની કહાની તો જાણીએ જ છીએ. પૃથ્વીરાજ ના કવિ ચંદબર્દાઈએ પોતાના પૃથ્વીરાજરાસૌમા દાવો કર્યો છે, કે બન્ને રાજ્યો વચ્ચે ઘણા ગદ્દાર હતા. તેનાથી જ અફઘાન શાસક ગજની સામે બીજા યુદ્ધમા હારનો સામનો કરવો પડ્યો હતો. પૃથ્વીરાજ ચૌહાન અને રાજા જયચંદની દુશ્મની ઘણી જુની હતી. રાજા જયચંદે મહોમ્મદ ગૌરી સાથે મળીને રાજા પૃથ્વીરાજ સાથે ગદ્દારી કરી હતી. રાજ જયચંદે દિલ્હીની સત્તા મેળવવા માટે મહોમ્મદ ગૌરીનો સાથ આપ્યો અને સાથે મળીને પૃથ્વીરાજ ચૌહાનને હરાવ્યા. જેના બાદ ઈસ્લામિક આક્રમણકારીઓએ આક્રમણ કર્યા.

2) મિર ઝાફર

બ્રિટિશ શાસન વખતે પ્લાસીના પ્રખ્યાત યુદ્ધમા મિર ઝાફરે પોતાના રાજા સિરાજ-ઉદ-દોલા સાથે ગદ્દારી કરી હતી, અને અંગ્રેજોની મદદ કરી હતી. જેના લીધે ભારતમા અંગ્રેજોને પોતાનો સિક્કો જમાવવાનો મોકો મળ્યો. પ્લાસીના યુદ્ધ બાદ જ, ભારતમા બ્રિટિશ રાજની સ્થાપના થઈ. ઝાફર અવસરવાદી અને મહત્વકાંક્ષી હતો. જો કે અંગ્રેજોએ આ ગદ્દારને પણ બીજા ગદ્દારના હાથે સજા અપાવી હતી. અંગ્રેજોએ મિર કાસિમનો સહારો લઈને મિર ઝાફરને મારી નાખ્યો.

3) રાજા માનસિંહ

આપણે બધા મહારાણા પ્રતાપને તો જાણીએ જ છીએ. મહારાણા પ્રતાપ દેશને આઝાદ કરવા માટે જંગલોમા રહીને લડાઈ લડતા રહ્યા અને રાજા માનસિંહ મુઘલો સાથે મળીને દેશ સાથે ગદ્દારી કરતા રહ્યા. રાજા માનસિંહ મુઘલોના સેનાપતિ હતા. માનસિંહ મહારાણા પ્રતાપ અને મુઘલો વચ્ચે થયેલા પ્રસિદ્ધ હલ્દિઘાટીના યુધ્ધમા મુઘલોના સેનાપતિ હતા. આ યુદ્ધમા મહારાણા પ્રતાપે, માનસિંહને મારીને તેને તેની ગદ્દારીની સજા આપી હતી.

4) જયાજી રાવ સિંધિયા

જયાજી રાવ સિંધિયાએ, પોતાની બહાદુરી અને શૌર્ય માટે જાણીતી રાણી લક્ષ્મીબાઈ સાથે ગદ્દારી કરી હતી. જયાજી રાવ સિંધિયા ગ્વાલિયરના રાજા હતા. તેઓ અંગ્રેજોના સમર્થક હતા. સિંધિયાએ અંગ્રેજો સાથે મળીને એક કૂટનિતી તૈયાર કરી અને રાણી લક્ષ્મીબાઈ સાથે દગો કરી તેમને મારી નાંખ્યા.

5) ફણીદ્રનાથ ઘોષ

ભારતિય ઇતિહાસના ગદ્દારોના નામમા ફણિદ્રનાથ ઘોષનુ નામ લગભગ સૌથી ઉપર હોવુ જોઇએ. કેમ કે, તેણે સેંડર્સ કેસ અને અસેમ્બ્લીમા બોમ્બ ફેકવાના કેસમા ભગતસિંહ વિરુદ્ધ બયાન આપ્યું હતુ.

આ જ ફણીદ્રનાથ ઘોષના કારણે જ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને ફાંસીની સજા આપવામા આવી હતી.

આવાજ સરસ લેખો ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “જીગલો ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.- JigloGujarati Team

Leave a Comment