વૈજ્ઞાનિક કારણ આપી સમજાવો : ચોમાસામાં ભજિયાં ખાવા શા માટે આરોગ્યપ્રદ છે ?
ચોમાસામાં વાતાવરણ પલટાતાં પાચનક્રિયા ધીમી પડે છે. સ્વાસ્થ્ય સારું રાખવા હળવો ખોરાક લેવો જરૂરી છે. ભારે ખોરાક લેવાથી જઠર અને આંતરડા ઉપરાંત લીવર અને હાર્ટ પર અવળી અસર થાય છે.
પાણી અને તેલ બન્ને માંથી તેલ વજનમાં હલકું ગણાય, કારણ કે તેલ પાણીમાં તરે છે.
ભજીયાં તેલ કરતા પણ હલકા છે. કેમ કે, તે તેલમાં તરે છે.
આ પરથી સરવાળે કહી શકાય કે ભજીયાં, પાણી અને તેલ બન્ને કરતા હલકા છે.
ઉપરાંત ભજિયાંમાં ગળપણ હોતું નથી. ખાંડ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. મેદસ્વીતા ને મધુપ્રમેહ વધારે છે.
ભજિયાં સાથે ચટણી લેવાતી હોય છે. કોથમીર અને આમલી મૂળ તો વનસ્પતિ ગણાય. ભજિયામાં વરાયટી મુજબ લીલાં મરચાં અને મેથી પણ હોય છે. તબીબો એ લીલોતરી ખાવાની ભલામણ કરે છે.
ભજિયામાં ચણાનો લોટ હોય છે. ચણા પ્રોટીન છે. દાળ પણ હોય છે. એ ય પ્રોટીન છે. બોડી બિલ્ડીંગ માટે મોંઘા પ્રોટીન પાવડર ખાવાનું ફરજીયાત હોય છે, જે પ્રોટીન ભજિયામાંથી મળી રહે છે.
ભજિયાંમાં બટેટા-ટમેટાં પણ હોય છે. બટેટા તો ફ્રાળમાં ય ખવાય એવા હળવા. અને વળી એમાં સ્ટાર્ચ હોય. જે વોશિંગની જેમ ચોખ્ખું કરે પેટને અંદરથી. ટમેટાંમાં વિટામીન સી હોય છે. જે રોગપ્રતિકારક શક્તિ વધારે ને રક્તને શુદ્ધ કરે.
ભજિયાંમાં ક્યારેક લસણ પણ હોય છે. જે હૃદય માટે ખૂબ સારું એવા સંશોધનો થયા છે. ભજિયામાં કેળાં હોય તો કેલ્શિયમ અને ડુંગળી હોય તો એન્ઝાઈમ્સ મળે છે. ભજિયાંમાં મરી હોય છે. જે પાચકરસ પેદા કરે છે. સીંગતેલમાં તળાય છે ને સીંગ તો પ્રોટીનથી ભરપૂર હોય. તેલ તો દીવામાં વપરાય ત્યારે પ્રકાશ આપે. કડક થયેલા સ્નાયુઓને લ્યુબ્રિકેટ કરે છે.
વળી, ભજિયાં ખાધા પછી તૃપ્ત આત્મા બીજું ભોજન ટાળે છે. જેથી ઉપવાસ જેટલા ફાયદા પણ થાય છે.
માટે, વૈજ્ઞાનિક રીતે સાબિત થાય છે કે ચોમાસામાં ભજિયાં ખાવા આરોગ્યપ્રદ અને આનંદદાયક છે !
આવાજ સરસ લેખો ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “જીગલો ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો.
લેખક – જીગલો ગુજરાતી ટીમ
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.- JigloGujarati Team