માનવદેહમા તમામ તત્વો સરખા પ્રમાણમા હોય તે આવશ્યક છે. જો માનવદેહમાં નમક વધારે પ્રમાણમા હોય તો આરોગ્ય માટે હાનિકર્તા સાબિત થઈ શકે છે. આ હાઈ બી.પી.નું કારણ બની શકે છે. તેથી, હાયપરટેન્શન ધરાવનારા દર્દીઓએ ખુબ જ સાવધ રહેવાની સાથોસાથ તેનો વપરાશ પણ યોગ્ય પ્રમાણમા કરવો જોઈએ. આટલું જ નહીં. નમક કિડનીને સંબંધિત ઘણા રોગોનું કારણ પણ બની શકે છે. થયેલા સંશોધન અનુસાર નમક રોગપ્રતિકારક ક્ષમતાને પણ ખુબ જ અસર કરે છે.
જો તમે પણ ભોજનમાં વધુ નમકનો વપરાશ કરતા હોવ અથવા વધુ નમક આરોગવાનું પસંદ હોય તો સચેત થઈ જજો. ‘ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા’ એ ભોજનમાં નમકના પ્રમાણને નિયંત્રિત કરવાની ઘણી શ્રેષ્ઠ રીતો આપી છે. હાઈ બી.પી. અથવા કિડનીના રોગથી રક્ષણ મેળવવા માટે તે ખૂબ કારગર સાબિત થઈ શકે છે.
ભોજનમાં વધારે નમક વાપરવાની જગ્યાએ, સિઝનમાં ઉપલબ્ધ અન્ય વિકલ્પોનો ઉપયોગ કરવો જોઈએ. તમે નમક સિવાય લીંબુનો પાવડર, કેરીનો પાવડર, સેલરિ, તીખાં, ઓરેગાનો ઉપયોગ કરી શકો છો. એફએસએસએઆઈએ તેના ટ્વિટ્સમાં એવુ પણ જણાવ્યુ છે કે, રસોઈ કરતા સમયે ભોજનમાં વચ્ચે નમક નાખવાને બદલે અંત ભાગે નમક ઉમેરો. આ રીતે તમારે ભોજન બનાવવાની પ્રક્રિયામાં નમકનો ઉપયોગ ઓછો કરવો.
લોકો હંમેશાં બપોર અથવા રાત્રિના ભોજનમાં પાપડ, અથાણું, ચટણી, સોસ અથવા નમકિન આરોગતા હોય છે. ઘણા લોકો શાકભાજી આરોગવા સિવાય બિનજરૂરી ઘણી ચીજોમાં નમક નાખતા હોય છે. ચોખા, ઢોસા, રોટલી, પુરી અથવા સલાડ પણ નમક ઉમેર્યા વિના આરોગી શકાય છે. આ વસ્તુઓમાં નમક ઉમેરીને તેમની કુદરતી મીઠાશ ઓછી થઈ જાય છે. આ વસ્તુઓમાં નમકનુ પ્રમાણ વધારે હોય છે. તેઓ જીભના સ્વાદમા વધારો કરે છે, પણ બી.પી. માટે જોખમી છે. તેથી તેમને ઓછા વપરાશ કરવો એ જરૂરી છે.
આવાજ સરસ લેખો ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
તમે અમને અહિયાં પણ લાઇક અને ફોલો કરી શકો છો.
Facebook: જીગલો ગુજરાતી
Instagram: જીગલો ગુજરાતી
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.- JigloGujarati Team