જાણો અખરોટ નો શીરો બનાવવા ની આ સરળ રીત

મિત્રો અને સજ્જનો આપણે બધા લોકોએ વિવિધ પ્રકારના લોટ કે રવા દ્વારા બનતા જુદા-જુદા શીરો જરૂર ખાધો હશે. આ શીરાનો સ્વાદ માણ્યો હશે જ્યારે શિયાળો આવે એટલે મમ્મી અલગ-અલગ લોટના શીરો બનાવતી હોય છે અને આવી ઠંડી માં શીરો ખાવાની મજા જ કઈક અલગ છે. તો આજે અમે તમને હું એક નવા શીરા વિશે જણાવીશ. જેને ખાતા તમને આનંદ આવી જશે.


Image Source

તો અહિયાં એક સૌથી જુદા પ્રકાર નો શીરો બનાવવા વિશે જણાવવા મા આવી રહ્યું છે કે જેમાં “અખરોટ” નો ઉપયોગ કરવામા આવ્યો છે. આ શીરા ની બનાવટ, સ્વાદ તેમજ ફોરમ તમને જરૂરથી લહેજત આપશે. આ શીરા નો સ્વાદ માણો ત્યારે તમને અદભૂત સ્વાદ ની અનુભૂતિ થશે. અહીં એક વાત નુ ખાસ ધ્યાન રાખવું કે આ શીરા નો ઉપયોગ આખા દિવસ દરમિયાન ખુબ જ ઓછા પ્રમાણ મા કરવો એટલે કે દિવસ મા એક થી બે ચમચી જેટલો જ કરવો.


Image Source

આ શીરો પૌષ્ટિક તેમજ સ્વાદિષ્ટ તો છે જ પરંતુ તેમાં થોડા પ્રમાણ મા ઘી તેમજ સાકર નો ઉપયોગ કરવામાં આવ્યો છે. ભલે તમે તેનો ઓછો ઉપયોગ કરો તો પણ તેની અસર તો અદભૂત તેમજ લઝીઝ રહેશે કારણ કે આ અખરોટમા મળી આવતા ઓમેગા-૩ ફેટી એસિડ ની અસર નાના બાળકો ની સાથોસાથ શરૂઆતના મહિના ની ગર્ભવતી સ્ત્રીઓ ને તેના આંતરિક વિકાસ માટે તે ખુબ જ ઉપયોગી છે. આ ઉપરાંત તેમાં ભરપુર પ્રમાણ મા રહેલા વિટામીન-ઇ શરીર ને નુકશાન કરતા ફ્રી રૅડિકલ્સ ને નાશ કરવામાં મદદરૂપ થાય છે.


Image Source

તમે ગર્ભવતી સ્ત્રી અથવા તો પ્રસુતિ થઇ ગયેલી સ્ત્રીઓ ના વિકાસ માટે તમે આ શીરા ની સાથોસાથ બીજી પૌષ્ટિક, કેલ્શિયમ તેમજ પ્રોટીન થી ભરપૂર વાનગીઓ અથવા તો મલ્ટીફ્લોર ઇડલી, કાબુલી ચણા ની ટીક્કી, પનીર તેમજ લીલા વટાણા ના પરોઠા, પાલક-મેથી તેમજ મકાઇ નું શાક જેવી વાનગીઓ નો સેવન જરૂર થી કરવું જોઈએ. જેના લીધે તમને ઘણો લાભ પ્રાપ્ત થાય છે. તો ચાલો હવે આપણે જાણીએ આ શીરો કેવી રીતે બનાવવો તેમજ તે બનાવવા કઈ-કઈ સામગ્રી ની જરૂર પડશે તે જાણીએ.


Image Source

સામગ્રી :

એક કપ ભુક્કો કરેલા અખરોટ, ૨ ચમચી પીગળાવેલું ઘી, ૧/૨ કપ દૂધ, ૧/૪ કપ સાકર, ૧/૪ ચમચી એલચી નો પાવડર.


Image Source

બનાવવા ની રીત :

આ શીરો બનાવવા માટે એક ઊડી કડાઈ લઇ લો અને તેમાં ઘી ગરમ કરવા માટે મુકો. ત્યારબાદ તેમાં અખરોટ ઉમેરો અને તેને સારી રીતે સાંતળો, ગેસ ને ધીમા તાપ પર રાખી વચ્ચે-વચ્ચે હલાવતા રહો અને આ રીતે સતત પાંચ મિનિટ સુધી તેને પકાવો. ત્યારબાદ તેમાં દૂધ અને સાકર ભેળવો અને તેને ધીમા તાપે સતત હલાવતા રહો.


Image Source

ત્યારબાદ ગેસ બંધ કરી દો અને તેમાં એલચી નો પાવડર ભેળવો અને તમામ વસ્તુઓને સારી રીતે ભેળવી લો. હવે એક થાળીમાં ગરમાગરમ પીરસો. તો લો તૈયાર છે તમારો શીરો અને હવે તમે તેણે ખાઈ ને આનંદ માણી શકો છો.


Image Source

આ શીરા માથી મળતા પોષકતત્વો નું પ્રમાણ:

એર્નજી ૧૫૦ કૅલરી, પ્રોટીન ૨.૨ ગ્રામ, કાર્બોહાઈડ્રેટ ૧૦.૨ ગ્રામ, ચરબી ૧૦.૯ ગ્રામ, કૅલ્શિયમ ૩૦.૯ મીલીગ્રામ જેટલા પોષકતત્વો મળે છે. આ શીરો નું સેવન તમારા માટે ખૂબ જ લાભદાયી છે.

આવાજ સરસ લેખો ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

તમે અમને અહિયાં પણ લાઇક અને ફોલો કરી શકો છો

Facebook: જીગલો ગુજરાતી

Instagram: જીગલો ગુજરાતી 

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.- JigloGujarati Team

Leave a Comment