મિત્રો, તમારે જો તંદુરસ્ત રહેવું હોય તો તેના માટે બીપીને તમારે નિયંત્રિત કરવું ખૂબ જ જરૂરી છે. જો તમારું બ્લડપ્રેશર ૧૨૦-૮૦ થી વધારે હોય તો તે તમારા માટે ખતરનાક સાબિત થઈ શકે છે. તણાવ ભર્યા જીવનમાં પણ જો તમે જીવનશૈલીમા ફેરફાર કરો તો તમે બ્લડપ્રેશરને નિયંત્રિત કરી શકો છો.
માત્ર કામને કામ જ કરવાથી તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે અને તણાવને કારણે બ્લડપ્રેશર અનિયંત્રિત થઈ શકે છે. તમારે તમારા શરીર અને મનને રિલેક્ષ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. ઓફિસનો થાક અને ભાગદોડને ઘટાડીને સ્વાસ્થ્યના પર પણ ધ્યાનમાં આપવું જોઈએ. મલ્ટી ટાસ્કિંગને બદલે એક સમયે એક કામ કરવાનો પ્રયત્ન કરો.
ઓફિસમાં કામ દરમિયાન ઘણો તણાવ હોય છે. તે દરમિયાન તમાકુનું સેવન તમારા માટે ખતરનાક સાબિત થઈ શકે છે. આ ઉપરાંત તમારે ખોરાકમા મીઠુ અને ખાંડનો વધારે ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. મીઠામા મળતું સોડિયમ તમારું બ્લડપ્રેશર વધારી શકે છે. જેથી તેનું સેવન ઘટાડવું જોઈએ.
હાઈ બ્લડપ્રેશરને કારણે હૃદયની રક્તવાહિનીઓમાં ચરબી જમા થાય છે. તેનાથી હૃદય સુધી લોહીનો પ્રવાહ ઓછો થઈ જાય છે. આનાથી બચવા માટે તમારે ઓફિસમાં કામ દરમિયાન હળવી કસરત કરવી જોઈએ. તેનાથી ચરબી સરળતાથી પચી જાય છે. ઓફિસમાં અને ઘરમાં તમારું પોતાનું કામ કરવાની ટેવ પાડો છો. જો તમે સખત મહેનત કરો છો તો બ્લડપ્રેશર નિયંત્રણમાં રહે છે.
બ્લડપ્રેશરને નિયંત્રિત કરવા માટે તમારે તમારા ખોરાક પર પણ ધ્યાન આપવું જોઈએ. જો તમે ચરબીયુક્ત આહાર લો છો તો બ્લડપ્રેશર અનિયંત્રિત થઈ શકે છે. તેથી જંક ફૂડથી દૂર રહેવાનો પ્રયત્ન કરો. જંક ફૂડને બદલે તમારે પોષણયુક્ત ખોરાકનો સમાવેશ કરવો જોઈએ. પાકેલા કઠોળનુ સેવન તમારા શરીરમા સારા કોલેસ્ટ્રોલનુ સ્તર વધારે છે જે તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.
આવાજ સરસ લેખો ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
તમે અમને અહિયાં પણ લાઇક અને ફોલો કરી શકો છો
Facebook: જીગલો ગુજરાતી
Instagram: જીગલો ગુજરાતી
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.- JigloGujarati Team
લોકો તેમના ચહેરાની સુંદરતા વધારવા માટે નવી રીતો અપનાવી રહ્યા છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે…
શાસ્ત્રોમાં ઘણી પદ્ધતિઓ ઉલ્લેખિત છે, જેની મદદથી આપણે દેવ-દેવીઓના આશીર્વાદ મેળવી શકીએ છીએ. તમને જણાવી…
મહાબલી હનુમાનજી ને આ ધરતી ઉપર અજર-અમર દેવ માનવામાં આવે છે.અને એવું પણ માનવામાં આવે…
મિત્રો, જો તમને આ શિયાળાની ઋતુમા તાવ આવે છે, જેનો અર્થ એ છે કે તમને…
મિત્રો, દરરોજ યોગ્ય નાસ્તો કરવો આરોગ્ય માટે મહત્વપૂર્ણ છે. તમે દિવસમાં જે કેલરીનો વપરાશ કરો…
મિત્રો, કારકિર્દીનો નિર્ણય લેવો એ સૌ કોઈના જીવનકાળમા ખુબ જ મહત્વપૂર્ણ કાર્ય છે. ડિગ્રી પ્રાપ્ત…
This website uses cookies.