જાણવા જેવું

આ ગામનો છે એક અનોખો રીવાજ, દહેજમા જમાઈને આપે છે ૨૧ ઝેરીલા સાપની ભેંટ

મિત્રો, આપણા દેશમા લગ્ન ખૂબ જ ધામધૂમ સાથે કરવામા આવે છે. દરેક માતા-પિતા તેની પુત્રીને એક સારું એવું સાસરિયું મળી રહે તેવી ઇચ્છા રાખતા હોય છે. લગ્ન સમયે માતા-પિતા પોતાની પુત્રીને ઘણુ બધુ આપે છે, જેને અમુક લોકો દહેજનુ નામ પણ આપે છે. દહેજની આ પરંપરા સદીઓથી ચાલી આવે છે. જો કે, દહેજની લાલચમા કેટલાક લોકો તેમની પુત્રવધૂને હેરાન કરવાનુ પણ શરૂ કરી દે છે. જો કે, હાલ સરકારે આ અંગે અમુક કડક કાયદાઓ પણ બનાવ્યા છે, જે અંતર્ગત કોઈપણ પાસેથી દહેજ લેવામા આવશે નહીં કે આપવામાં આવશે નહી.

image source

તેમ છતા પણ હજુ ઘણા લોકો તેમની દીકરીને પોતાની ઈચ્છા મુજબ ઘણી વસ્તુઓ આપે છે. આજે આ લેખમા અમે દહેજ વિશે વાત એટલા માટે કરી રહ્યા છીએ કારણકે, આજે દહેજ સાથે સંકળાયેલ એક ગામની વિચિત્ર પરંપરા વિશે અમે તમને જણાવવા ઇચ્છીએ છીએ. મધ્યપ્રદેશમા એક ગ્રામ્ય વિસ્તારમા એક વિશેષ સમુદાય વસે છે, જ્યા ૨૧ ઝેરી સાપ તેમની પુત્રીના પતિને એટલે કે જમાઈને દહેજ તરીકે આપવામાં આવે છે.

image source

એક અહેવાલ મુજબ એમપીના ગૌરીયા સમાજના લોકો પોતાના જમાઈને એક અનોખો દહેજ આપે છે. તમને આ જાણીને હેરાની થશે કે આ લોકો દહેજમા એકવીશ ઝેરી સાપ આપે છે. એવું કહેવામાં આવે છે કે આ સમુદાયમાં આ પરંપરા સદીઓથી ચાલુ છે. ત્યાં એવી માન્યતા છે કે જો કોઈ વ્યક્તિ તેની પુત્રીને લગ્નમા સાપ ના આપે તો તેની પુત્રીના લગ્ન જલ્દીથી તૂટી જાય છે.

image source

સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ  પિતા તેની દીકરીના લગ્ન નક્કી કરે છે ત્યારબાદ તે દીકરીના વર માટે એકવીશ સાપોની ભેટ આપવા માટે સાપ પકડવાનુ ચાલુ કરે છે. તમને જાણીને અજુગતું લાગશે કે ગેહુઅન જેવો ઝેરી સાપને પણ દીકરીના વરને ભેંટમા આપવા આ લોકો પકડવાનો પ્રયાસ કરે છે. સૌથી અગત્યની વાત એ છે કે અહીના બાળકો તે ઝેરી સાપથી જરાય પણ ડરતા નથી. તેઓ આરામથી સાપ સાથે રમતા જોવા મળે છે.

image source

આ સમુદાયનો વ્યવસાય જ સાપ પકડવાનો છે. આ લોકો સાપના કરતબ લોકોને દેખાડીને તેના પૈસા કમાય છે. યુવતીના પિતા તેના ભાવિ જમાઈને દહેજમા સાપ એટલા માટે આપે છે, જેથી તે આ સાપની કમાણી કરીને તેમના પરિવારને ખવડાવી શકે.એવુ કહેવામા આવે છે કે, જો સાપ આકસ્મિક રીતે તેમના પટારામા મરી જાય છે તો આખા સમુદાયના લોકોએ ખાવાનુ રહે છે. એટલું જ નહી આખા કુટુંબને પણ હજામત કરવી પડે છે.

image source

આવાજ સરસ લેખો ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

તમે અમને અહિયાં પણ લાઇક અને ફોલો કરી શકો છો

Facebook: જીગલો ગુજરાતી

Instagram: જીગલો ગુજરાતી 

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.- JigloGujarati Team

Raj

Recent Posts

શું ત્વચા પર દેખાવવા લાગ્યા છે વધતી ઉંમરના લક્ષણ? તો ન કરો ચિંતા, આજે જાણીલો તેને દુર કરવાના આ આયુર્વેદિક ઉપાય

લોકો તેમના ચહેરાની સુંદરતા વધારવા માટે નવી રીતો અપનાવી રહ્યા છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે…

4 years ago

પૂજા ઘરમા આ પાંચ વસ્તુઓ રાખવાથી મળશે માતા લક્ષ્મી ના આશીર્વાદ, ક્યારેય નહીં થાય પૈસાની તંગી

શાસ્ત્રોમાં ઘણી પદ્ધતિઓ ઉલ્લેખિત છે, જેની મદદથી આપણે દેવ-દેવીઓના આશીર્વાદ મેળવી શકીએ છીએ. તમને જણાવી…

4 years ago

અત્યંત સિદ્ધ તેમજ શક્તિશાળી છે સુંદરકાંડનો પાઠ, વાંચવાથી પૂર્ણ થશે દરેક ઈચ્છાઓ

મહાબલી હનુમાનજી ને આ ધરતી ઉપર અજર-અમર દેવ માનવામાં આવે છે.અને એવું પણ માનવામાં આવે…

4 years ago

જ્યારે આવા શિયાળામાં આવી જાય તાવ, તો જાણો તેના ઉપાય

મિત્રો, જો તમને આ શિયાળાની ઋતુમા તાવ આવે છે, જેનો અર્થ એ છે કે તમને…

4 years ago

નાસ્તા કરતા સમયે ન કરો આ 5 ભૂલો, નહિતર સ્લીમ-ટ્રીમ દેખાવવાની ચાહત પર ફરી જશે પાણી

મિત્રો, દરરોજ યોગ્ય નાસ્તો કરવો આરોગ્ય માટે મહત્વપૂર્ણ છે. તમે દિવસમાં જે કેલરીનો વપરાશ કરો…

4 years ago

પી.એચ.ડી., એલએલબી, બી.ટેક, એમબીએ; ૨૪ લાખની નૌકરી છોડી, ખેતી થી કમાયા બે કરોડ

મિત્રો, કારકિર્દીનો નિર્ણય લેવો એ સૌ કોઈના જીવનકાળમા ખુબ જ મહત્વપૂર્ણ કાર્ય છે. ડિગ્રી પ્રાપ્ત…

4 years ago

This website uses cookies.