મિત્રો, આપણા દેશમા લગ્ન ખૂબ જ ધામધૂમ સાથે કરવામા આવે છે. દરેક માતા-પિતા તેની પુત્રીને એક સારું એવું સાસરિયું મળી રહે તેવી ઇચ્છા રાખતા હોય છે. લગ્ન સમયે માતા-પિતા પોતાની પુત્રીને ઘણુ બધુ આપે છે, જેને અમુક લોકો દહેજનુ નામ પણ આપે છે. દહેજની આ પરંપરા સદીઓથી ચાલી આવે છે. જો કે, દહેજની લાલચમા કેટલાક લોકો તેમની પુત્રવધૂને હેરાન કરવાનુ પણ શરૂ કરી દે છે. જો કે, હાલ સરકારે આ અંગે અમુક કડક કાયદાઓ પણ બનાવ્યા છે, જે અંતર્ગત કોઈપણ પાસેથી દહેજ લેવામા આવશે નહીં કે આપવામાં આવશે નહી.
તેમ છતા પણ હજુ ઘણા લોકો તેમની દીકરીને પોતાની ઈચ્છા મુજબ ઘણી વસ્તુઓ આપે છે. આજે આ લેખમા અમે દહેજ વિશે વાત એટલા માટે કરી રહ્યા છીએ કારણકે, આજે દહેજ સાથે સંકળાયેલ એક ગામની વિચિત્ર પરંપરા વિશે અમે તમને જણાવવા ઇચ્છીએ છીએ. મધ્યપ્રદેશમા એક ગ્રામ્ય વિસ્તારમા એક વિશેષ સમુદાય વસે છે, જ્યા ૨૧ ઝેરી સાપ તેમની પુત્રીના પતિને એટલે કે જમાઈને દહેજ તરીકે આપવામાં આવે છે.
એક અહેવાલ મુજબ એમપીના ગૌરીયા સમાજના લોકો પોતાના જમાઈને એક અનોખો દહેજ આપે છે. તમને આ જાણીને હેરાની થશે કે આ લોકો દહેજમા એકવીશ ઝેરી સાપ આપે છે. એવું કહેવામાં આવે છે કે આ સમુદાયમાં આ પરંપરા સદીઓથી ચાલુ છે. ત્યાં એવી માન્યતા છે કે જો કોઈ વ્યક્તિ તેની પુત્રીને લગ્નમા સાપ ના આપે તો તેની પુત્રીના લગ્ન જલ્દીથી તૂટી જાય છે.
સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ પિતા તેની દીકરીના લગ્ન નક્કી કરે છે ત્યારબાદ તે દીકરીના વર માટે એકવીશ સાપોની ભેટ આપવા માટે સાપ પકડવાનુ ચાલુ કરે છે. તમને જાણીને અજુગતું લાગશે કે ગેહુઅન જેવો ઝેરી સાપને પણ દીકરીના વરને ભેંટમા આપવા આ લોકો પકડવાનો પ્રયાસ કરે છે. સૌથી અગત્યની વાત એ છે કે અહીના બાળકો તે ઝેરી સાપથી જરાય પણ ડરતા નથી. તેઓ આરામથી સાપ સાથે રમતા જોવા મળે છે.
આ સમુદાયનો વ્યવસાય જ સાપ પકડવાનો છે. આ લોકો સાપના કરતબ લોકોને દેખાડીને તેના પૈસા કમાય છે. યુવતીના પિતા તેના ભાવિ જમાઈને દહેજમા સાપ એટલા માટે આપે છે, જેથી તે આ સાપની કમાણી કરીને તેમના પરિવારને ખવડાવી શકે.એવુ કહેવામા આવે છે કે, જો સાપ આકસ્મિક રીતે તેમના પટારામા મરી જાય છે તો આખા સમુદાયના લોકોએ ખાવાનુ રહે છે. એટલું જ નહી આખા કુટુંબને પણ હજામત કરવી પડે છે.
આવાજ સરસ લેખો ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
તમે અમને અહિયાં પણ લાઇક અને ફોલો કરી શકો છો
Facebook: જીગલો ગુજરાતી
Instagram: જીગલો ગુજરાતી
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.- JigloGujarati Team