જો તમે પણ શોધી રહ્યા છો આકર્ષક અને સસ્તુ રોમેન્ટિક ડેસ્ટીનેશન, તો એકવાર આ યાદી પર અવશ્ય નજર નાખજો

મિત્રો, વેલેન્ટાઇન ડે ની ઉજવણી કરવા માટે ઘણા યુગલો તેના જીવનસાથી સાથે બહાર મુલાકાત લેવાનુ વિચારે છે પરંતુ, ઓછા બજેટને કારણે તેમણે આ આયોજન રદ કરવુ પડે છે. જો તમે પણ વેલેન્ટાઇન ડે પર તમારા જીવનસાથી સાથે રોમેન્ટિક સ્થળે જવાનું વિચારી રહ્યા છો પરંતુ, તમારુ બજેટ ખુબ જ ઓછુ છે, તો ગભરાવાની જરા પણ જરૂર નથી. આજે આ લેખમા અમે તમને તમારા બજેટમા આવી જાય તેવી અમુક રોમેન્ટિક ડેસ્ટીનેશન વિશે જણાવીશુ, તો ચાલો જાણીએ.

image source

ઋષિકેશ, ઉત્તરાખંડ :

જો તમે ભારતમા જ વિદેશી વાતાવરણનો આનંદ ઉઠાવવા ઈચ્છતા હોવ તો ઉત્તરાખંડના ઋષિકેશ પર જાઓ. અહી સ્થિત રામ ઝુલા અને લક્ષ્મણ ઝુલા તમને લંડનબ્રિજ જેવી અનુભૂતિ કરાવશે. આપણા દેશનો હાવડા બ્રિજ પણ ખૂબ જ પ્રખ્યાત છે. અહીં આવીને તમને લંડનમા આવી ગયાની અનુભૂતિ થશે. તમે અહીં ગંગા નદીમા નૌકામા સફર પણ કરી શકો છો.

image source

જેસલમેર, રાજસ્થાન :

ઓછા બજેટમાં સારા સ્થાનોની યાદીમા જેસલમેરનો પણ સમાવેશ થાય છે. અહીં આવવા માટે તમારે બજેટ વિશે વધુ વિચારવાની જરૂર નથી. ફક્ત થોડો સમય કાઢી અને સફર માટે નીકળી જાવ. અહી જેસલમેર કિલ્લા સિવાય નાથમાલજીની હવેલી, મંદિર પેલે અને જેસલમેરનુ જૈન મંદિર જેવા અનેકવિધ લોકપ્રિય સ્થળો પણ જોવા મળે છે.

image source

કસોલ, હિમાચલ પ્રદેશ :

આ એક ખૂબ જ શાંત અને સુંદર હિલ સ્ટેશન છે. તમે અહી તમારા જીવનસાથી સાથે ખુબ જ સારો એવો સમય પસાર કરી શકશો. પાંચ હજારથી દસ હજારના બજેટમા તમે અહીં સરળતાથી સફરની યોજના કરી શકો છો.

image source

એલેપ્પી, કેરળ :

આ જગ્યા ખુબ જ લોકપ્રિય છે. બજેટની વાત કરીએ તો, જો તમે આખા કેરળની મુલાકાત લેવા માટે કોઈ પેકેજ પૂરા પાડવા માટે અસમર્થ છો તો તમે એલેપ્પીનું પેકેજ પણ કરી શકો છો. અહીનુ પેકેજ ૬ હજારથી ૧૨ હજાર રૂપિયા સુધી સરળતાથી મળશે. તે કેરળનુ એક ખૂબ જ સુંદર સ્થળ છે, જ્યા તમે જીવનસાથી સાથે સારો એવો સમય પસાર કરી શકો છો.

image source

ઓરછા, મધ્યપ્રદેશ :

આ જગ્યા મધ્યપ્રદેશમા બેતવા નદીના કાંઠે સ્થિત એક રાજવી શહેર છે. કુદરતી સૌંદર્ય સિવાય આ લક્ષ્યસ્થાન મંદિરો અને મહેલો માટે પણ પ્રખ્યાત છે. અહી બે રાત અને ત્રણ દિવસ રોકાવા માટે તમારે ફક્ત ચાર થી પાંચ હજાર રૂપિયા ખર્ચ કરવા પડશે. જો તમે ટ્રાવેલ પેકેજમાં જાઓ છો, તો આ ખર્ચ ફક્ત સાડા ત્રણ હજાર સુધી આવી શકે છે. અહીં જોવાલાયક સ્થળો છે રામ રાજા મંદિર, ઓરછા કિલ્લો, જહાંગીર મહલ, ચતુર્ભુજ મંદિર અને રાજા મહેલ.

image source

ડલહૌજી, હિમાચલ પ્રદેશ :

જો તમને પર્વતો અને પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતી જગ્યા પસંદ છે તો હિમાચલ પ્રદેશની આ જગ્યા ખુબ જ આકર્ષક છે. ચોમાસાની ઋતુમા અહીંની હરિયાળી જોવા જેવી છે, જે તમને આકર્ષિત કરશે. અહી રહેવા માટે વ્યક્તિ દીઠ બે રાત અને ત્રણ દિવસનુ પેકેજ ફક્ત પાંચ હજાર રૂપિયા છે. અહીં ઘણી જગ્યાઓ જોવા યોગ્ય છે.

image source

જયપુર, રાજસ્થાન :

સ્વતંત્રતા પહેલા રજવાડાઓના રાજકારણનુ કેન્દ્ર એવુ જયપુર હવે રાજસ્થાનની રાજધાની છે. પિંક સિટી જયપુર એ ઐતિહાસિક સ્થળો અને ભવ્ય સ્મારકોનું ઘર છે. અરવલ્લી પર્વતોની મધ્યમાં સ્થિત, એક ભવ્ય મંદિર અથવા મહેલના કિલ્લામાં ચાલવું એ એક અનોખો અનુભવ છે.

image source

આવાજ સરસ લેખો ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

તમે અમને અહિયાં પણ લાઇક અને ફોલો કરી શકો છો

Facebook: જીગલો ગુજરાતી

Instagram: જીગલો ગુજરાતી 

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.- JigloGujarati Team

Leave a Comment