શાસ્ત્રોમાં ઘણી પદ્ધતિઓ ઉલ્લેખિત છે, જેની મદદથી આપણે દેવ-દેવીઓના આશીર્વાદ મેળવી શકીએ છીએ. તમને જણાવી દઈએ કે હિન્દુ ધર્મમાં વાસ્તુ શાસ્ત્રનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. વાસ્તુમાં ખાસ કરીને ઘરના પૂજા સ્થળ વિશે ઘણા નિયમોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પૂજા ગૃહમાં શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તેવી બધી બાબતો વિશે વાસ્તુ શાસ્ત્રમાં ઘણી માહિતી છે. આપણે બધા જાણીએ છીએ તેમ, ઘરની અંદર પૂજા સ્થાન ચોક્કસ છે જ્યાં ભગવાનની પૂજા ,આરાધના દરરોજ કરવામાં આવે છે.
પૂજા ઘરમા આવી ઘણી વસ્તુઓ છે કે જેનો ઉપયોગ નિયમિત કરવામા આવે છે, પછી કેટલીક વસ્તુઓ નો ઉપયોગ નિયમિત થતો નથી, પરંતુ કેટલીક વસ્તુઓ પૂજા ઘરમા રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમે તેનો ઉપયોગ નિયમિત કરો છો કે નહીં. વાસ્તુ શાસ્ત્ર મુજબ જો તમે પૂજા ઘરમાં કેટલીક વસ્તુઓ રાખશો તો દેવ-દેવીઓ ખુશ થાશે અને તેના ઘર પર સદા તે આશીર્વાદ રાખશે. આ વસ્તુઓ પૂજા ઘરમા રાખવાથી તમારા ઘરને આશીર્વાદ મળે છે તેમજ જીવનની સંપત્તિ લક્ષી સમસ્યાઓ દૂર થાય છે. હવે કઈ વસ્તુઓ મંદિરમાં રાખવી જોઈએ, ચાલો આપણે તેના વિશે થોડું જાણીએ.
આ પણ વાંચો: અત્યંત સિદ્ધ તેમજ શક્તિશાળી છે સુંદરકાંડનો પાઠ, વાંચવાથી પૂર્ણ થશે દરેક ઈચ્છાઓ
મોર પીંછા:
તમારે તમારી પૂજાસ્થળ પર મોરના પીંછા અવશ્ય રાખવા જોઈએ. જો તમારે દુનિયાની ખરાબ નજરથી બચવું હોય તો ઘરમાં પૂજા સ્થાને મોરપંખ જરૂર રાખવું, આનાથી તમે લોકોની ખરાબ નજરથી બચી સકશો આ સાથે કેટલાક લોકોનું માનવું છે કે જો પૂજાગૃહમાં મોરના પીંછા રાખવામાં આવે તો ઘરમાં જીવજંતુઓ અને જીવાતો આવતા નથી. ખાશ તમને જણાવી દઈએ કે મોરના પીછાને ભગવાન શ્રીકૃષ્ણનો ભાગ માનવામાં આવે છે, તેથી તમારે તેને તમારા પૂજાગૃહમાં અવશ્ય રાખવું જ જોઇએ.
ગૌમૂત્ર:
શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે ગાયમાં 33 કરોળ દેવો છે. હિન્દુ ધર્મમાં ગાયને દેવીનો દરજ્જો આપવામાં આવે છે. તેથી ગાય માતા કેવાય છે. લોકો ગાયની પૂજા પણ કરે છે. ગૌમૂત્રનો પૂજા પાઠમાં ઉપયોગ થાય છે. પૂજામાં ગોવધૃત પણ વપરાય છે, તેથી તમારે આ બંને ને તમારાં પૂજાસ્થળમાં રાખવા જ જોઇએ. તમે તેનો ઉપયોગ દરરોજ ના કરો તો ચાલે પરંતુ આ વસ્તુઓ પૂજાગૃહમાં હોવી જ જોઈએ.
ગંગા જળ મંદિરમાં રાખો:
હિન્દુ ધર્મમાં ગંગા જળનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. આપણે બધા જાણીએ છીએ તેમ ગંગા જળને ખૂબ જ પવિત્ર વસ્તુ માનવામાં આવે છે. જો તમે ગંગાજલને તમારા પૂજાસ્થાનમા રાખો તો તે ઘરની નકારાત્મક ઉર્જાને દૂર કરે છે. તમે તમારા પૂજાસ્થળ પર ગંગાજળને નાના પિત્તળ અથવા ચાંદીના વાસણમાં ભરી શકો છો અને દરરોજ તેની પૂજા કરી શકો છો. જો તમે પૂર્ણિમા અથવા એકાદશી જેવા શુભ દિવસોમાં ગંગાજળનો તમારા આખા ઘરમાં છંટકાવ કરો તો તે તમારા ઘરને પવિત્ર બનાવે છે.
આ પણ વાંચો: હનુમાનજી નો આ નામ નો પાઠ કરવાથી નકારત્મક ઉર્જા સામે રક્ષણ મળે છે
સાલિગ્રામ:
તમે શાલીગ્રામને તમારા પૂજાના સ્થળે રાખવું જોઈએ અને તુલસીના પાન મિક્ષ કરેલા જળથી શાલિગ્રામને નિયમિત સ્નાન કરાવું. આનાથી ભગવાન વિષ્ણુના તમામ અવતારોના આશીર્વાદ મળસે અને ઘરની ગરીબીને પણ દૂર કરશે. શાલીગ્રામને પૂજા ઘરમાં રાખવાથી માતા લક્ષ્મીની કૃપા પરિવાર પર રહે છે. જેથી ધન લક્ષી સમસ્યાઓ દૂર થશે.
પૂજા સ્થળે શંખ રાખવો જ જોઇએ :
પૂજા ગૃહમાં શંખ હોવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમે તમારા પૂજાગૃહમાં શંખ શેશને ઘડિયાળની દિશામાં રાખો છો, તો તે ઘરની નકારાત્મક ઉર્જાને સમાપ્ત કરે છે. જો તમે ગુરુવારે ભગવાન વિષ્ણુની ઘડિયાળની દિશામાં શંખ વડે પૂજા કરો છો, તો પછી તમે તમારા જીવનમાં શુભ પરિણામો મેળવો છો અને ભગવાનના આશીર્વાદો તમારા પર સદા રહેશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “જીગલો ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.