ધાર્મિક

આજે શીતળા સપ્તમી; આ દિવસે એક દિવસ પહેલા ઠંડા ભોજન રાંધવા પાછળનું વૈજ્ઞાનિક કારણ

શ્રાવણ વદ સાતમનો તહેવાર શીતળા સાતમ તરીકે ઉજવવામાં આવે છે. જે વ્રતધારી સાધન-પૂજા અને કર્મ-પૂજાનું મહત્વ સાચા અર્થમાં સમજી જે પૂજાવિધિ કરે છે તેમના ઉપર આદ્યશક્તિ શીતળા માતા અતિ પ્રસન્ન થાય છે અને આજીવન શીતળતાની સુખદ અનુભૂતિ થાય છે. સાતમના આગલા દિવસને રાંધણ છઠ્ઠ કહે છે.

શીતળા સાતમ આપણા ગુજરાતમાં મહત્વનો તહેવાર હોય છે, જેમાં લોકો રાંધણ છઠ ને દિ બધું રાંધે છે જેમ કે સુખડી, કુલેર, થેપલા, વડા, પાતરા, કંકોડાનું શાક અને બંટીના તોદરાની ગેસ તેમજ ફરસી પૂરી, સકરપારા, સેવ, ચેવડો, તીખા ગાંઠિયા વગેરે. જેથી સાતમને દિ બધું ઠંડુ ખાવામાં આવે છે, અને કોઈ પણ તે દિવસે ચૂલો(ગેસ) સળગાવતા નથી જેની એક કથા પ્રચલીત છે જે સૌએ વાંચી હશે. પરંતુ ઘણા લોકો તે દિવસે એમ કહીને ચા પીવે છે કે આપડે તો ચા વગર ના ચાલે, ચાલો માનીએ ચા વગર ના ચાલે.

દુઃખ એ વાતનું છે કે અમુક વર્ષોથી લોકો શીતળા સાતમને દિ રેસ્ટોરન્ટમાં જમવા જાય છે, જ્યારે ઘણા લોકો એક ટાઈમ ઠંડુ જમી સાંજે ગરમ ખાય છે. એ બધા લોકોને કહેતા પણ સાંભળ્યા છે કે આ બધી માથાકુટ કોણ કરે અને દર સાતમે બહાર જમવા જવું તેને એક પ્રકારનો ટ્રેન્ડ બનાવે છે.

આપણે જે તહેવારો ઉજવીએ છીએ તે આપણી સંસ્કૃતિનો અમુલ્ય વારસો છે, તો આપણે તેને વિસરવા ના દેવો જોઈએ અને પુરા મનથી તેનો આનંદ માણવો જોઈએ, તેમજ આગામી પેઢી પણ લાભ મેળવી શકે તેવા પ્રયત્ન કરવા જોઈએ. બાકી છેલ્લે એટલું જ કેવાનું કે દરેક પોતાની રીતે જીવવા સ્વતંત્ર છે.

શીતળામાનો ઉલ્લેખ 17મી કે 18મી સદી પહેલાં હશે કે નહીં એની નથી ખબર.. પણ ભારત સિવાય આખાય વિશ્ર્વમાં શીતળા રોગનો હાહાકાર મચી ગયો હતો ત્યારે એડવર્ડ જેનરે સાચા શીતળામા બની દુખિયાઓને ટાઢક વાળી હતી.

વિશ્વમાં સૌપ્રથમ રસીના જનક એડવર્ડ જેનરે માનવ જાતને એક એવી ભેટ આપી છે જેનું ઋણી આખુંય જગત રહેશે. આજની કોરોનાની સ્થિતિએ રસીની અહેમિયત આપણે સારી રીતે સમજી શકીએ છીએ. પણ જ્યારે રસીનો કોઈ ઉલ્લેખ જ નહોતો અને મહામારી જેવા રોગની નાબૂદી કરતી અક્સીર રસી કે દવા શોધાય ત્યારે લોકો એમને મસીહા જ સમજે.

હિન્દુ પરંપરામાં ચાલતી શીતળામાની પૂજા ધાર્મિક રીતે શીરોમાન્ય છે, પણ જો આજે પણ દુરદરાજ અને ગરીબીમાં જીવતા લોકો આવાં રોગ સમયે શીતળામાની આશાએ બેસી રહે અને ફક્ત ‘ધાણી-ટોઠાં’ની બાધાના સહારે બેસી રહી સારવાર ન કરાવે તો આપણે એને પછી ભોગવવું જ રહ્યું. મેં મારી આજુબાજુ ઘણાં એવાં લોકો જોયાં છે. જેમને આપણી વાત ઝેર જેવી લાગે. પણ પછી નાછૂટકે કંઈ વળે નહીં એટલે આપણી પાસે જ ડૉકટર પાસે જવાની સલાહ માંગે. આપણે તો જીવ ધરી દઈએ પણ આ રીતની વિચારસરણી હજુ સમાજને પાછળ ધકેલે છે.

જય શીતળામા
જય એડવર્ડ જેનર

લેખક – વિશાલ દંતાણી

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.- JigloGujarati Team

Jiglo

Recent Posts

શું ત્વચા પર દેખાવવા લાગ્યા છે વધતી ઉંમરના લક્ષણ? તો ન કરો ચિંતા, આજે જાણીલો તેને દુર કરવાના આ આયુર્વેદિક ઉપાય

લોકો તેમના ચહેરાની સુંદરતા વધારવા માટે નવી રીતો અપનાવી રહ્યા છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે…

3 years ago

પૂજા ઘરમા આ પાંચ વસ્તુઓ રાખવાથી મળશે માતા લક્ષ્મી ના આશીર્વાદ, ક્યારેય નહીં થાય પૈસાની તંગી

શાસ્ત્રોમાં ઘણી પદ્ધતિઓ ઉલ્લેખિત છે, જેની મદદથી આપણે દેવ-દેવીઓના આશીર્વાદ મેળવી શકીએ છીએ. તમને જણાવી…

3 years ago

અત્યંત સિદ્ધ તેમજ શક્તિશાળી છે સુંદરકાંડનો પાઠ, વાંચવાથી પૂર્ણ થશે દરેક ઈચ્છાઓ

મહાબલી હનુમાનજી ને આ ધરતી ઉપર અજર-અમર દેવ માનવામાં આવે છે.અને એવું પણ માનવામાં આવે…

3 years ago

જ્યારે આવા શિયાળામાં આવી જાય તાવ, તો જાણો તેના ઉપાય

મિત્રો, જો તમને આ શિયાળાની ઋતુમા તાવ આવે છે, જેનો અર્થ એ છે કે તમને…

3 years ago

નાસ્તા કરતા સમયે ન કરો આ 5 ભૂલો, નહિતર સ્લીમ-ટ્રીમ દેખાવવાની ચાહત પર ફરી જશે પાણી

મિત્રો, દરરોજ યોગ્ય નાસ્તો કરવો આરોગ્ય માટે મહત્વપૂર્ણ છે. તમે દિવસમાં જે કેલરીનો વપરાશ કરો…

3 years ago

પી.એચ.ડી., એલએલબી, બી.ટેક, એમબીએ; ૨૪ લાખની નૌકરી છોડી, ખેતી થી કમાયા બે કરોડ

મિત્રો, કારકિર્દીનો નિર્ણય લેવો એ સૌ કોઈના જીવનકાળમા ખુબ જ મહત્વપૂર્ણ કાર્ય છે. ડિગ્રી પ્રાપ્ત…

3 years ago

This website uses cookies.