નમસ્કાર મિત્રો આજે આપણે એક એવી સત્ય ઘટનાની વાત કરવાના છીએ કે જે સાંભળી ને તમને પણ આશ્ચર્ય થશે. દરેક સ્ત્રીને સુંદર દેખાવું ગમતું હોય છે. પરંતુ શું તમે કલ્પના કરી શકો છો કે આજ સુંદરતા હજારો લોકોનો જીવ લઈ શકે છે. નહી ને, તો આજે અમે તમને એક આવી જ સાચી ઘટના જણાવવા જઈ રહ્યા છીએ. જેના પર તમે ભાગ્યે જ વિશ્વાસ કરી શકો. ભારતમાં એવા ઘણા પ્રાચીન કિલ્લાઓ છે, જેમાં ઘણા બધા રહસ્યો છુપાયેલા છે અને ઘણા કિલ્લાઓમાં રાત્રે જવા પર અને ત્યાં રોકાવા પર પણ પ્રતિબંધ છે. રાજસ્થાનમાં પણ એક આવો કિલ્લો છે જ્યાં રાત્રે જવા પર અને રહેવા પર મનાઈ છે, તે કિલ્લાનું નામ ભાનગઢ છે. લોકો કહે છે કે ભાનગઢના કિલ્લામાં રાત્રે આત્માઓ ભટકે છે. તો ચાલો વાત કરીએ આ કિસ્સાની.
તાંત્રિક રાજકુમારી મેળવવા માંગતો હતો:
ભાણગઢના કિલ્લા સાથે એક મોટું રહસ્ય સંકળાયેલું છે. એવું કહેવામાં આવે છે કે ભાણગઢની રાજકુમારી જેનું નામ હતું રત્નાવતી જે ખાલી ૧૦ વર્ષની હતી અને ખૂબ જ સુંદર હતી. રાજકુમારીની સુંદરતાની ચર્ચો દૂર-દૂર સુધી ફેલાયેલી હતી. જેના લીધે દેશના દરેક બાજુના રાજકુમાર તેની સાથે લગ્ન કરવા ઈચ્છતા હતા. એકવાર એક તાંત્રિકે રાજકુમારીને જોઈ લીધી ત્યારબાદ તે રાજકુમારી ઉપર મોહિત થઈ ગયો. તે રાજકુમારીને જોઈને એટલો મોહિત બની ગયો કે તેણે પોતાના તાંત્રિક જાદુનો ઉપયોગ કરીને રાજકુમારીને પામવાનું વિચારી લીધું.
આ પણ વાંચો: શું તમે જાણો છો આ સ્ત્રી ન્હાવા માટે કરતી હતી કુંવારી છોકરીઓ ના લોહી નો ઉપયોગ?
અત્તર સુંઘતા જ રાજકુમારી સમજી ગઈ હતી:
એક દિવસ રાજકુમારી રત્નાવતી તેની સહેલીઓ સાથે કિલ્લાની બહાર બજારમાં ગઈ હતી. તે સમયે જ તાંત્રિકે રાજકુમારીને પામવા માટે દુકાન પરથી અતરની એક બોટલ અને રાજકુમારી પર તાંત્રિક જાદુ કારવાનો વિચાર કર્યો અને ત્યારબાદ તાંત્રિક અત્તરની દુકાનથી થોડોક દૂર ઉભો રહ્યો. જ્યારે રાજકુમારીએ તાંત્રિક વિધિવાળી અતરની બોટલ ખોલી કે રાજકુમારી તરત જ સમજી ગઈ કે આ અતરની બોટલમાં તંત્રમંત્રનો પ્રયોગ કરવામાં આવ્યો છે. જેથી રાજકુમારીએ અત્તરની બોટલને નજીકમાં પડેલા પથ્થર પર ફેકી. તાંત્રિક તે જ પથ્થર પર બેઠો હતો. રાજકુમારીએ બોટલ ફેકવાથી બોટલ તૂટી ગઈ અને પથ્થર પર બધું અત્તર ઢોળાય ગયું.
કોઈ પણ તાંત્રિકના શ્રાપથી બચી શક્યું નહીં:
અતરની બોટલ તૂટવાથી તાંત્રિકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. પણ મરતાં તાંત્રિકે શાપ આપ્યો કે આ કિલ્લામાં રહેતા બધા લોકો જલ્દીથી મરી જશે. તેઓ ફરીથી જન્મ લઈ શકશે નહીં અને તેમના આત્માઓ હંમેશાં આ કિલ્લામાં ભટકશે. તે તાંત્રિકના મૃત્યુ પછી અમુક દિવસો બાદ ભાનગઢ અને અજબગઢની વચ્ચે યુદ્ધ શરૂ થયું જેમાં કિલ્લામાં રહેતા તમામ લોકો માર્યા ગયા. રાજકુમારી પણ તાંત્રિકના શ્રાપથી પોતાને ન બચાવી શકી અને તે પણ મૃત્યુ પામી. એવું કહેવામાં આવે છે કે ત્યારથી જ ભાણગઢ આત્માઓનો કિલ્લો બનેલો છે.
આવાજ સરસ લેખો ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
તમે અમને અહિયાં પણ લાઇક અને ફોલો કરી શકો છો
Facebook: જીગલો ગુજરાતી
Instagram: જીગલો ગુજરાતી
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.- JigloGujarati Team