આજે જ ઘરે આ સરળ રીતે બનાવો “તવા મસાલા ભીંડો”, નોંધી લો આ રીત…

ભિંડી તો તમે બનાવતા જ હશો, તો કેમ ન આપણે આજે કંઇક મસાલેદાર ભિંડી બનાવીએ. આ રેસિપી ને બનાવવી ખુબજ સરળ છે જેમકે તમે લગ્નમાં તવા ભિંડી ખાવ છો આ બિલકુલ તેવી જ બનશે. તમે ભિંડી ની આ મજેદાર રેસિપી ને ઘરે આવેલા મહેમાનો ને પણ બનાવીને ખવડાવી શકો છો, તો પછી ચાલો જાણીએ મસાલેદાર તવા ભિંડી કેવી રીતે બનાવવી.


Image source

જરૂરી સામગ્રી :

ભિંડી – ૪૦૦ ગ્રામ,

ડુંગળી – ૩ મધ્યમ માપના,

લસણ – ૮ કળીઓ,

આદુ – ૧ ઇંચ નો કટકો.

લીલું મરચું – ૩,

ટામેટા – ૪ મધ્યમ માપના,

હિંગ – નાની અડધી ચમ્મચ,

આમચૂર પાવડર – ૧ ચમ્મચ,

લાલ મરચું પાવડર -૧ ચમ્મચ,

હળદર પાવડર – અડધી ચમ્મચ,

ધાણા પાવડર – ૧ ચમ્મચ,

અજમા – અડધી ચમ્મચ,

નમક – સ્વાદ અનુસાર


Image source

બનાવવાની પદ્ધતિ:

તવા મસાલા ભિંડી બનાવવા માટે સૌપ્રથમ ભિંડીને ધોઈ લૂછીને તેના ઉપરના અને નીચેના ભાગને કાપી લો. ડુંગળી, આદુ, લસણ, લીલું મરચું અને ટામેટા ને મિક્સર મશીન માં બારીક પીસીને પેસ્ટ તૈયાર કરી લો.

કડાઈમાં તેલ નાખીને ગરમ કરી લો પછી તેમા ભિંડી નાખીને તેલમા ૫ મિનીટ રેહવા દયો. જ્યારે ભિંડી નો કલર બદલવા લાગે ત્યારે ભિંડી ને કાઢી લો.

આમ કરવાથી ભિંડી ની ચિકાસ દૂર થઈ જાય છે ભિંડી માં જે લેસ હોય છે તે રહેતી પણ નથી અને ભિંડી નો સ્વાદ વધી જાય છે. ભિંડીને સતત હલાવતા રહી રંગ બદલાઈ ત્યાં સુધી પકાવીને કાઢી લ્યો.


Image source

બાકી રહેલા તેલમા હિંગ અને જીરુ નાખી દો. જીરૂ નાખ્યા પછી તેમા ડુંગળી, ટામેટા, આદુ – લસણની પીસેલી પેસ્ટ નાખીને ઉચ્ચા તાપે હલાવીને પકાવી લો.

૫ મિનીટ પછી તેમા લાલ મરચું પાવડર, હળદર પાવડર, ધાણા પાવડર, આમચૂર પાવડર, અજમા અને મીઠું નાખીને હલાવતા રહો મસાલાનું તેલ ઉપર આવે ત્યાં સુધી સારી રીતે હલાવી લો.

જ્યારે તેલ મસાલાની ઉપર આવી જાય ત્યારે તેમા કસૂરી મેથી નાખીને હલાવો. મસાલામાં સાંતળી રાખેલી ભિંડી નાખીને હલાવતા રહો. મસાલામાં સારી રીતે મિક્ષ કરી લો.


Image source

સાથે જ ભિંડીમાં અડધો કપ પાણી ઉમેરીને હલાવતા રહો મિક્ષ કરેલી ભિંડીને ઢાકીને આશરે ૫ થી ૭ મિનીટ ધીમા ગેસ પર પકાવી લો. થોડા સમય પછી ખોલીને ભિંડી ને ચકાસી લો.

જો તમને ભિંડીમાં કઈક કચાસ લાગે તો ૫ મિનિટ હજુ ધીમા તાપે પકાવો. ત્યારબાદ ભીંડી પાકી જાય છે. ઉપરથી તેમા અડધી ચમ્મચ ગરમ મસાલો નાખીને હલાવતા રહી મસાલો તેમાં ભેળવો.

ગેસને બંધ કરી દો. ખુબજ મજેદાર મસાલા વાળી તવા ભિંડી બનીને તૈયાર છે. તે ખાવામાં ખુબ સારી લાગે છે તમને તેમા એકદમ લગ્ન માં જમતા હોય તેવી ભિંડી નો સ્વાદ આવશે.


Image source

આવાજ સરસ લેખો ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

તમે અમને અહિયાં પણ લાઇક અને ફોલો કરી શકો છો

Facebook: જીગલો ગુજરાતી

Instagram: જીગલો ગુજરાતી 

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.- JigloGujarati Team

Leave a Comment