મિની કાશ્મિર તરીકે ઓળખાતા તાપોળા (TAPOLA) ના આ સુદર દ્રશ્યો તમારુ મન મોહી લેશે!!

ભારતમા આવેલ કાશ્મીરને પૃથ્વી પરનું સ્વર્ગ કહેવામા આવ છે. અને સાચે જ તે આ વાતની સાખ પણ પુરે છે.આ દુનિયા પર ના સ્વર્ગને જોવા માટે દેશ વિદેશથી ઘણા સહેલાણીઓ અહી આવે છે.

પણ શુ તમે મિની કાશ્મીર વિશે સાંભળ્યું છે? હવે તમે કહેશો કે, મિની કાશ્મીર? હા, મિની કાશ્મીર. ભારતના મહારાષ્ટ્ર રાજ્યમા એક એવી જગ્યા આવેલી છે જે મિની કાશ્મિરના નામથી ઓળખાય છે. તો, ચાલો જાણીએ આ મિની કાશ્મીર વિશે…

મહારાષ્ટ્રમા આવેલુ તાપોળા મિની કાશ્મિર તરીકે ઓળખાય છે. તેને લોકો મિની કાશ્મિર ઑફ મહારાષ્ટ્ર તરીકે ઓળખે છે. તાપોળા પુણેથી 150 km ના અને મુંબઈથી 290 km ના અંતરે આવેલુ છે.

તાપોળા જવા માટે એકદમ સરળ રસ્તો છે. તાપોળા જવા માટે સૌપ્રથમ તમારે મહાબળેશ્વર જવુ પડશે, ત્યાથી તાપોળા માત્ર 30 km ના અંતરે આવેલુ છે.

તાપોળા એક કુદરતી સૌદર્ય ધરાવતી જગ્યા છે. ત્યા કાશ્મિરની જેમ સ્નો ફોલ નથી થતો, પરંતુ અહીના રમણીય દૃશ્યો કાશ્મિરથી કઈ ઓછા નથી. અહી આવેલો શિવસાગર પોઇન્ટ ખૂબ જ પ્રખ્યાત છે. ત્યાનો નઝારો એકદમ સુંદર છે.

અહી ઘણા રિસોર્ટ પણ આવેલા છે, જ્યા તમે રાત્રીરોકાણ પણ કરી શકો છો. તાપોળામા તમને ફોટોગ્રાફી કરવાની પણ ખૂબ મજા આવશે. ફોટોગ્રાફી માટે તાપોળા એક બેસ્ટ પ્લેસ છે. અહીના સુંદર અને રમણીય દ્રશ્યો તમારુ મન મોહી લેશે.

અહી ઘણા બોટિંગ પોઈંટ પણ આવેલા છે, જ્યા તમે બોટિંગની મજા માણી શકો છો. તાપોળા ગામમા પદ્માવતી મંદિર પણ જોવા લાયક છે.

તાપોળા આવીને તમે ઘણી બધી નેચરલ એક્ટીવીટીસ પણ કરી શકો છો. તો ચાલો જોઇએ તાપોળાના બીજા સુંદર અને રમણીય ફોટા અને આ વેકેશનમા તમે તાપોળા અવશ્ય જજો.

આવાજ સરસ લેખો ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “જીગલો ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.- JigloGujarati Team

 

Leave a Comment