કહેવાય છે કે, ઉંમરએ એકમાત્ર આંકડો જ છે. આવુ જ કઈક આ દાદા સાથે થયુ છે. આ દાદાને જોઈને તમે તેમની ઉંમરનો અંદાજો નહી લગાવી શકો. આ દાદાનો જુસ્સો પણ 18 વર્ષના યુવાનને શરમાવે તેવો છે. તો ચાલો જાણીએ આ દાદા કોણ છે….
આ દાદાનુ નામ દિનેશ મોહન છે. તેમની ઉંમર 60 વર્ષથી વધારે છે. તેઓ એક સિનિયર ફેશન અને એક્ટર છે. તેઓ માને છે કે, ઉંમરમા શુ રાખ્યુ છે, જુસ્સો હોવો જોઈએ. તેમનો જન્મ હરિયાણાના રોહતકમા થયો હતો. હાલ મા, તેઓ ગુરુગ્રામમા રહે છે. તેઓ ચંડીગઢમા એક સરકારી અધિકારી હતા. તેઓ કહે છે કે,’તેમણે ક્યારેય વિચાર્યુ નહતુ કે, તેઓ એક્ટર અને મોડેલ બનશે.’
તેઓ રીટાયર થયા તે બાદ ઘણા સમય સુધી ડિપ્રેશનમા રહ્યા હતા. આ દરમિયાન તેમને ઘણી શારિરીક અને માનસિક પ્રોબ્લમ પણ થયા હતા. તેઓ કહે છે કે, દોઢ વર્ષ સુધી તેઓ ચાલી શકતા ન હતા. તેઓ દોઢ વર્ષ સુધી પથારીવશ રહ્યા હતા. કોઈની મદદ વિના તેઓ એક ડગલુ પણ ભરી શકતા ન હતા. પરંતુ આજે તેઓ રેમ્પ પર ચાલે છે. આ બધુ બહારથી થયુ નથી.
તેમને તેમના મનને સ્મજાવ્યુ અને બધુ સારુ થતુ ગયુ. તેમનુ વજન પણ ઓછું થયુ. જ્યારે તેમનો વજન ઓછો થયો, ત્યારે તેમના એક મિત્રએ તેમને કહ્યુ કે, તમે સારા દેખાવ છો. તેમને જ દિનેશનો ફોટો, એક એજન્સીને મોકલ્યો. ત્યાથી એક ફોન આવ્યો. મને જિંદગીએ કામ કરવા માટે બીજી તક આપી. મે આ કામને સન્માન આપ્યુ.
તેમનુ માનવુ છે કે, આજે જે કઈ પણ તેમને મળ્યુ છે, તે તેમની ઉંમરના લીધે જ મળ્યુ છે. તેમને તેમની ઉંમર પર ગર્વ છે. તેઓ જણાવે છે કે, તેમના દિવસની શરુઆત ફિટનેસથી ચાલુ થાય છે. તેમને ઘરમા જ એક નાનુ જિમ બનાવ્યુ છે. તેઓ 40 મિનીટ કાર્ડિયો એક્સરસાઈઝ, 20 મિનિટ વેટ અને 50 પુશ અપ કરે છે. ત્યાર બાદ તેમનુ કામ ચાલુ થાય છે. ક્યાય શૂટિંગ માટે જવાનુ હોય કે ક્યાય ઈવેન્ટમા જવાનું હોય.
યુવાનો તેમને જોઈને કહે છે કે, 60 ની ઉંમરે તેઓ તેમના જેવા દેખાવા માંગે છે, ત્યારે તેમને ખૂબ આનંદ થાય છે. તેમના કહ્યા મુજબ, તેમણે જીવનમા પહેલા જ નક્કી કર્યુ હતુ કે તેઓ માત્ર પોઝીટીવ વસ્તુઓ જ ગ્રહણ કરશે અને નેગેટીવ વસ્તુઓને ક્યારેય ગ્રહણ કરશે નહી.
આવાજ સરસ લેખો ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “જીગલો ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.- JigloGujarati Team