ઘરમા કોઈપણ ને જો થતો હોય પેટમા દુખાવો, તો અજમાવો આ ત્રણ અકસીર ઉપાય, તુરંત પડશે ફરક…

હાલમાં દરેક વ્યક્તિને જીવનશૈલી અતી વ્યસ્ત બની ગઈ છે. તેના કારણે ઘણીવાર રાત્રિનું જમ્યા પછી ઘણા લોકોને પેટમાં દુખાવાની સમસ્યા થતી હોય છે. પેટનો દુખાવો એટલો જ હોય છે. કે તે ડોક્ટર પાસે ઘણી વાર બતાવવા જતાં હોય છે. તેનું સામાન્ય કારણો હોય છે. કબજિયાત ,પેટમાં ગેસ થવાના કારણે ,પેટમાં દુખાવો થતો હોય છે. આજે અમે તમને એવી કેટલીક વસ્તુઓ બતાવવાના છીએ કે જે પેટમાં દુખાવામાં રામબાણ ઈલાજ સાબિત થઈ શકે. તો ચાલો જોઈએ. આયુર્વેદિક ઉપાય પેટમાં દુખાવો બંધ કરવાના

Image source

આદુ

આદુમાં ઘણા બધા ઔષધીય ગુણો હોય છે. તેમાં એન્ટિ-ઓક્સીડેંટ અને એન્ટિ-ઇન્ફ્લેમેટરી તત્વો હોય છે. તે તમારું પેટ ખરાબ હોય અથવા પાચનક્રિયા નબળી પડી ગઈ હોય તો તેને સક્રિય બનાવે છે. પેટમાં દુખાવો થાય તો તેમાં રાહત આપે છે. એટલે જમ્યા પહેલા તમારે પેટમાં એક આદું નો ટૂકડો મોમા નાંખી દેવો. તે ચાવી જવો અને તેનો રસ ગળે ઉતારી જવું. જ્યાંરે પેટ દુઃખે છે. ત્યારે તમે આદુને છીણી અને તેમાં સરખી રીતે મધ ઉમેરી અને તે પણ પી શકો છો.

Image source

વઘાણી

વઘાણી પાચન માટે એક ઉત્કૃષ્ટ ઉપાય છે. તેમાં ઘણા બધા વિટામિન, કેલ્શિયમ, લોહતત્વ તેમજ એન્ટી ઇન્ફેક્શન અને એન્ટી વાયરલ તત્વો હોય છે. તે આપણા શરીરને ઘણી ગંભીર બિમારીઓથી બચાવવામાં મદદ કરે છે. તેને એક ઔષધીય દવા તરીકે ગણવામાં આવે છે. જો તમારા પેટમાં દુખાવો થતો હોય, ગૅસ થતો હોય, છાતીમાં બળતરા થતી હોય તો પેટ ઉપર વઘાણી નો લેપ કરવાથી પેટમાં રાહત થાય છે. તે ઉપરાંત એક ગ્લાસમાં ૨ ચમચી વઘાણી નાખી અને પીવાથી પણ પેટમાં રાહત ઉત્પન્ન થાય છે.

Image source

વરીયાળી

મોઢાની સફાઈ તેમજ પેટના રોગો માટે વરિયાળી ને ઉત્તમ ઉપાય માનવામાં આવે છે. એટલા માટે ઘણા લોકો જમીને મુખવાસ તરીકે વળી પસંદ કરે છે. આપણા શરીરમાં થતા પેટમાં દુખાવો ,પેટમાં ગેસ ,પેટમાં બળતરા અને પેટમાં થતાં સોજાને સમસ્યા દૂર કરે છે. તે ઉપરાંત તમે ઘીમાં વઘારીને શેકી અને તે પછી તેનું સેવન કરી શકો છો. પરંતુ જ્યારે પેટમાં દુખતું હોય ત્યારે પાણીમાં બે ચમચી વરિયાળી નાંખી અને તે પાણી પીવાથી પણ તમારા પેટમાં દુખાવામાં રાહત મળશે.

Image source

આવાજ સરસ લેખો ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “જીગલો ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.- JigloGujarati Team

Leave a Comment