ગુલાબજાંબુ નું નામ સાંભળતા જ અનેક વ્યક્તિઓના મુખમાંથી લાળ ટપકવા લાગે છે. આજે અમે તમારા માટે રવાના ગુલાબજાંબુ કેવી રીતે તૈયાર કરવા તે જણાવીશું તો આવો ચાલો જોઇએ કેવી રીતે બનાવીશું રવાના ગુલાબજાંબુ!
૨ કપ ખાંડ, ૨ કપ જળ, પા ચમ્મચ કેસર, પા ચમ્મચ ઈલાયચી, ૧ ચપટી ગુલાબજળ.
૧ કપ રવો, ૧ ચમ્મચ ઘી, ૩ કપ દૂધ, ૧ ચમ્મચ ખાંડ, ૧ ચમ્મચ દૂધનો પાઉડર, તળવા માટે તેલ.
જો તમે રવાના ગુલાબજામ્બુ તૈયાર કરવા ઇચ્છો છો તો તેના માટે તમારે સૌ પ્રથમ ચાસણી તૈયાર કરવી પડશે. આ ચાસણી તૈયાર કરવા માટે એક વાસણમાં ખાંડ તેમજ જળ નાખીને મધ્યમ આંચ પર ઉકળવા દો.આ મિશ્રણ આશરે થોડીકવારમાં બની ને તૈયાર થઈ જશે. હવે તેમાં કેસરના તાંતણા તથા ઈલાયચી પાઉડર નાખીને સારી રીતે ભેળવી લો. હવે ચુલ્લો બંધ કરી લો. વાસણને નીચે ઉતારીને ચમચાની સહાયતાથી તમે ચેક કરી લો કે ચાસણી બરાબર બની ગઈ છે કે નહી.
જો એકતારી ચાસણી તૈયાર થાય તો તમારી ચાસણી બની ગઇ છે. જો લાંબો તાર ન બને તો તેને વધુ ગરમ કરો. હવે ગુલાબજામ્બુ તૈયાર કરવા માટે ગેસ પર એક વાસણ ગરમ થવા મુકો. તેમા રવા ઉમેરીને રવાને શેકી લો. તેને અલગ રાખો. હવે એક વાસણમાં એક ચમ્મચ ઘી ગરમ કરી લેવુ. હવે તેમા દૂધ નાખીને ગરમ કરો. ત્યારપછી તેમા દૂધનો પાઉડર ઉમેરી બે ચમ્મચ ખાંડ ભેળવી લો અને દૂધને ઉકાળવા દો. હવે મધ્યમ આંચ પર શેકેલ રવાને તેમા મિક્ષ કરી લો. ત્યાં સુધી મિક્ષ કરો કે જ્યા સુધી બધુ દૂધ શોષાઈ ન જાય અને મિશ્રણ એક લોટનું સ્વરૂપ ધારણ ન કરી લે.
હવે મિશ્રણને ઠંડુ કરો. ત્યારબાદ તમારા હાથ પર ઘી લગાવો અને બે મિનિટ બાદ હાથની મદદથી આ તૈયાર મિશ્રણને ગૂંથી લો. તેને ત્યાં સુધી મશળવુ જ્યાં સુધી તે ચીકણો ન બની જાય. હવે તેના લૂઆ બનાવી લો અને ત્યારબાદ તેને તેલ ગરમ થાય પછી તળી લો. એક થાળીમાં તેને કાઢી લો અને બે મિનિટ ઠંડા થવા મુકી રાખો. હવે ગુલાબજાંબુને ચાસણીમાં બે કલાક ડૂબાડી દેવા. તૈયાર છે તમારા સ્વાદિષ્ટ રવાના ગુલાબજાંબુ. હવે તેનો સ્વાદ માણો.
આવાજ સરસ લેખો ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “જીગલો ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.- JigloGujarati Team
લોકો તેમના ચહેરાની સુંદરતા વધારવા માટે નવી રીતો અપનાવી રહ્યા છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે…
શાસ્ત્રોમાં ઘણી પદ્ધતિઓ ઉલ્લેખિત છે, જેની મદદથી આપણે દેવ-દેવીઓના આશીર્વાદ મેળવી શકીએ છીએ. તમને જણાવી…
મહાબલી હનુમાનજી ને આ ધરતી ઉપર અજર-અમર દેવ માનવામાં આવે છે.અને એવું પણ માનવામાં આવે…
મિત્રો, જો તમને આ શિયાળાની ઋતુમા તાવ આવે છે, જેનો અર્થ એ છે કે તમને…
મિત્રો, દરરોજ યોગ્ય નાસ્તો કરવો આરોગ્ય માટે મહત્વપૂર્ણ છે. તમે દિવસમાં જે કેલરીનો વપરાશ કરો…
મિત્રો, કારકિર્દીનો નિર્ણય લેવો એ સૌ કોઈના જીવનકાળમા ખુબ જ મહત્વપૂર્ણ કાર્ય છે. ડિગ્રી પ્રાપ્ત…
This website uses cookies.