જાણવા જેવું

શું તમે જાણો છો શિયાળામા નારિયેલ તેલ થી બાળક ની માલિશ કરવાથી મળે છે આવા લાભ, જાણો તમે પણ….

મિત્રો, દરેક માતા તેના બાળકની તંદુરસ્તી ને લઈને ખુબ જ ચિંતિત હોય છે. સ્વાસ્થ્ય ના તજજ્ઞો મુજબ જો તમે તમારા બાળકનો યોગ્ય રીતે વિકાસ થાય તેવું ઈચ્છતા હોવ તો તેના શરીરની યોગ્ય રીતે નિયમિત મસાજ કરવી. આપણા દેશમા એવા અનેકવિધ ઓઈલ છે કે, જેનો ઉપયોગ આપણે આપણા બાળકની મસાજ કરવા માટે કરી શકીએ છીએ પરંતુ, તજજ્ઞો મુજબ કોકોનટ ઓઈલ એ શિયાળાની ઋતુમા બાળકની મસાજ કરવા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. આ ઓઈલથી મસાજ કરવાથી તમારા બાળકનુ શરીર સ્વસ્થ અને તંદુરસ્ત રહે છે. તો ચાલો તેનાથી થતા લાભો વિશે માહિતી મેળવીએ.

લાભ :

ત્વચાને મોઇશ્ચરાઇઝ કરે :

આ નાળિયેરના તેલમાં ભેજયુક્ત ગુણધર્મો સમાવિષ્ટ હોય છે. તે બાળક માટે શિયાળુ મસાજ તેલ તરીકેની શ્રેષ્ઠ પસંદગીઓમાંની એક છે. આ ઓઈલ વિટામિન-ઇ થી ભરેલું છે, જે તમારા બાળક ની ત્વચાને યીગ્ય પોષણ આપે છે અને તેને ખૂબ જ નરમ અને કોમળ બનાવે છે. આ ઓઈલ તમારી ત્વચાને હાઈડ્રેટ કરે છે અને ત્વચાને શુષ્ક થતા અટકાવે છે તથા ત્વચાને મોઇશ્ચરાઇઝ કરે છે.

હોઠ ફાટી જવાની સમસ્યા દૂર કરે :

ફાટી ગયેલા હોઠ એ બાળકોનુ સ્વાસ્થ્ય અસ્વસ્થ છે, તેની નિશાની છે. જો તમે બાળક ના હોઠ પર ઓર્ગેનિક નાળિયેર તેલ લગાવી અને ધીમે-ધીમે તેનાથી માલિશ કરો તો અ સમસ્યા સામે રક્ષણ મેળવી શકાય છે. આ ઓઈલમા સમાવિષ્ટ વિટામીન-ઈ ત્વચાની શુષ્કતાને દૂર કરે છે અને ત્વચા મુલાયમ અને આકર્ષક બનાવે છે.

કોલ્ડ રબ તરીકે ઉપયોગ કરી શકો :

જો તમારા બાળક ની રોગપ્રતિકારક શક્તિ સંપૂર્ણ રીતે વિકસિત નથી થઇ અને તાપમાનમા વધઘટ થતાં તેને શરદી થઇ જાય છે તો તુરંત જ આ કોકોનટ ઓઈલથી બાળકના આખા શરીર પર મસાજ કરો, જો તમે ઈચ્છો તો આ ઓઈલમા પીપરમિન્ટ ઓઈલ અને નીલગીરી ઓઈલ મિક્સ કરી શકો છો. આ મિશ્રિત ઓઈલનુ બાળકની છાતી અને પીઠ ઉપર માલિશ કરવામા આવે તો તેમને શરદીની સમસ્યામાંથી તુરંત રાહત મળે છે.

ખોપરી પરની ખરબચડી ત્વચાને મુલાયમ બનાવે :

નવજાત શિશુમાં આ ખૂબ જ સામાન્ય સ્થિતિ છે. આ ત્વચા ની સમસ્યાનુ એક સ્વરૂપ છે જે બાળકના માથાના ઉપરના ભાગમાં વિકસે છે. જન્મ પછીના પ્રથમ થોડા અઠવાડિયામાં આ સ્થિતિ સૌથી સામાન્ય છે. ત્વચા અત્યંત ફ્લેકી બની જાય છે. આ સમસ્યા ડેન્ડ્રફ જેવી જ છે. જ્યારે ત્વચા શુષ્ક અને ખરબચડી બને છે ત્યારે શિયાળો સાથે આ સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે. કોકોનટ ઓઈલની સારી મસાજ ત્વચાને હાઇડ્રેટેડ રાખવામાં મદદ કરે છે. જો તમે તમારા બાળકની ખોપરી ઉપરની ચામડી પર તેલની માલિશ કરો. તેને લગભગ ૨૦ મિનિટ સુધી રાખી અને નવશેકા પાણીથી ધોઈ લો તો રાહત મળે છે.

ખરજવા ની સમસ્યા દૂર થાય :

ખરજવુ એ એક એવી સ્થિતિ છે કે, જ્યા ત્વચા શુષ્ક અને ખરબચડી બને છે. તે પણ નવજાત શિશુઓમા એકદમ સામાન્ય છે. ઠંડીના મૌસમમા ત્વચા વધુ શુષ્ક બને છે અને વધુ ખરાબ બને છે. આ સમયે બાળકના મસાજ માટે નાળિયેર તેલ ખુબ જ લાભદાયી સાબિત થાય છે. તે ત્વચામા ભેજ ને પુનર્સ્થાપિત કરીને બાળકના ખરજવાના લક્ષણોને દૂર કરે છે. તે એક શક્તિશાળી એન્ટીઓકિસડન્ટ અને બળતરા વિરોધી તેલ પણ છે, જે તમને ત્વચામા કોઈપણ ચેપ અને દુઃખાવા થી રક્ષણ આપે છે.

અન્ય લાભ :

જો બાળકની આ કોકોનટ ઓઈલ થી નિયમિત માલીશ કરવામા આવે તો તેને સારી એવી ઊંઘ આવી જાય છે. ખોપરી ઉપરની ચામડીમા કોકોનટ ઓઈલની માલીશ કરવાથી વાળ પણ સારા રહે છે. આ ઉપરાંત બાળકને કોકોનટ ઓઈલથી નિયમિત મસાજ કરવાથી ત્વચા સાથે સંકળાયેલ સમસ્યાઓ જેમકે ખીલ, દાગ-ધબ્બા વગેરેમાંથી રાહત મળે છે. આ ઉપરાંત આ ઓઈલ દાંતમા ઘસવામા આવે તો દાંત સાથે સંકળાયેલ તમામ સમસ્યાઓમાંથી પણ રાહત મળશે.

આવાજ સરસ લેખો ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ  “જીગલો ગુજરાતી”  લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.- JigloGujarati Team

Raj

Recent Posts

શું ત્વચા પર દેખાવવા લાગ્યા છે વધતી ઉંમરના લક્ષણ? તો ન કરો ચિંતા, આજે જાણીલો તેને દુર કરવાના આ આયુર્વેદિક ઉપાય

લોકો તેમના ચહેરાની સુંદરતા વધારવા માટે નવી રીતો અપનાવી રહ્યા છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે…

3 years ago

પૂજા ઘરમા આ પાંચ વસ્તુઓ રાખવાથી મળશે માતા લક્ષ્મી ના આશીર્વાદ, ક્યારેય નહીં થાય પૈસાની તંગી

શાસ્ત્રોમાં ઘણી પદ્ધતિઓ ઉલ્લેખિત છે, જેની મદદથી આપણે દેવ-દેવીઓના આશીર્વાદ મેળવી શકીએ છીએ. તમને જણાવી…

3 years ago

અત્યંત સિદ્ધ તેમજ શક્તિશાળી છે સુંદરકાંડનો પાઠ, વાંચવાથી પૂર્ણ થશે દરેક ઈચ્છાઓ

મહાબલી હનુમાનજી ને આ ધરતી ઉપર અજર-અમર દેવ માનવામાં આવે છે.અને એવું પણ માનવામાં આવે…

3 years ago

જ્યારે આવા શિયાળામાં આવી જાય તાવ, તો જાણો તેના ઉપાય

મિત્રો, જો તમને આ શિયાળાની ઋતુમા તાવ આવે છે, જેનો અર્થ એ છે કે તમને…

3 years ago

નાસ્તા કરતા સમયે ન કરો આ 5 ભૂલો, નહિતર સ્લીમ-ટ્રીમ દેખાવવાની ચાહત પર ફરી જશે પાણી

મિત્રો, દરરોજ યોગ્ય નાસ્તો કરવો આરોગ્ય માટે મહત્વપૂર્ણ છે. તમે દિવસમાં જે કેલરીનો વપરાશ કરો…

3 years ago

પી.એચ.ડી., એલએલબી, બી.ટેક, એમબીએ; ૨૪ લાખની નૌકરી છોડી, ખેતી થી કમાયા બે કરોડ

મિત્રો, કારકિર્દીનો નિર્ણય લેવો એ સૌ કોઈના જીવનકાળમા ખુબ જ મહત્વપૂર્ણ કાર્ય છે. ડિગ્રી પ્રાપ્ત…

3 years ago

This website uses cookies.