સ્વાસ્થ્ય

શરીરના હાડકા થશે મજબુત સાથે કોલેસ્ટ્રોલ રહેશે કંટ્રોલમાં જો તમે કરશો શિયાળામાં આ વસ્તુનું ખાસ સેવન

મિત્રો, સામાન્ય રીતે દરેક ઘરમાં તલનો વપરાશ થતો હોય છે. ઘણા પ્રકારની વાનગીઓ અને આહારમાં તેનો ઉપયોગ સ્વાદ વધારવા માટે થાય છે. શું તમને ખબર છે કે ઠંડી ઋતુમાં આનું સેવન કરવું તે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. તેમાં પોલિસેચ્યુરેટેડ ફેટી એસિડસ, ઓમેગા-૬, ફાઈબર, આયર્ન, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ફોસ્ફરસ જેવા તત્વો હોય છે કે જે શરીર માટે ખુબજ ફાયદાકારક છે.

image source

હૃદયની બિમારીમાં રાહત:

તલમાંથી મળતો મોનો-સૈચુરેટેડ ફેટી એસિડ આપણા શરીરમા કોલેસ્ટરોલનું સ્તર ઓછુ કરવામાં મદદ કરે છે. તે હાર્ટ સંબંધિત બીમારીઓ માટે પણ ખૂબ ફાયદાકારક છે. તે આપણા બ્લડ પ્રેશરને પણ નિયંત્રણમાં રાખે છે.

image source

હૃદયના સ્નાયુઓ માટે ફાયદાકારક:

તલમા કેલ્શીયમ, મેગ્નેશીયમ, આયર્ન અને જસત જેવા ઘણા ઉપયોગી તત્વો હોય છે જે હૃદયમાં રહેલ સ્નાયુને એક્ટીવ રાખવામાં મદદ કરે છે.

image source

હાડકાની મજબુતી માટે:

તલમા કેલ્શીયમ, ફોસ્ફરસ અને મેગ્નેશીયમ જેવા તત્વો હોય છે જે હાડકાને મજબુત બનાવે છે. એટલા માટે જો તમે ઠંડી ઋતુમાં તલના સેવનની ટેવ રાખો છો તો તમને હાડકાનો કોઈ દુખાવો નહીં થાય. દિવસમાં એક ચમચી તલ ખાવામાં આવે તો તે દાંતને પણ મજબૂત કરે છે. તલમાં ફાઇબર અને એન્ટીઓકિસડન્ટોનું પ્રમાણ વધુ હોય છે તેથી તેને ખાવાથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.

image source

રોગોથી મુક્તિ મળે છે:

તલમાં સેસમીન નામનું એન્ટીઓકિસડન્ટ હોય છે જે કેન્સરના કોષોને આપણા શરીરમાં વધતા રોકે છે. તેની આ ગુણવત્તાને લીધે તે આપણા શરીરમાં ફેફસાનું, પેટનું, પ્રોસ્ટેટનું, સ્તનનું કેન્સર અને લ્યુકેમિયા જેવા રોગો થવાની શક્યતા ઘટાડે છે. આ સિવાય તલના ઘણાબધા ફાયદાઓ છે.

image source

ત્વચા અને તનાવ:

તલ ખાવાથી મગજની શક્તિમાં વધારો થાય છે. તેમાંથી મળતા લિપોફોલિક એન્ટીઓકિસડન્ટો આપણા ઉમરની અસર મગજ ઉપર થવા દેતા નથી. ખરેખર વૃદ્ધાવસ્થામાં યાદશક્તિ નબળી થવા લાગે છે. આવા કિસ્સામાં જો તમે દરરોજ તલ અથવા તલની બનેલી કોઈ વસ્તુઓનું સેવન કરો છો. તો તે તમારા માનસિક સ્વાસ્થ્ય માટે ખુબ જ સારું છે. તલનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદાકારક છે. તેની સહાયથી ત્વચાને જરૂરી પોષણ મળે છે અને સાથો સાથ ત્વચાની નમી જળવાઈ રહે છે.

image source

આવાજ સરસ લેખો ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

તમે અમને અહિયાં પણ લાઇક અને ફોલો કરી શકો છો

Facebook: જીગલો ગુજરાતી

Instagram: જીગલો ગુજરાતી 

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.- JigloGujarati Team

Raj

Recent Posts

શું ત્વચા પર દેખાવવા લાગ્યા છે વધતી ઉંમરના લક્ષણ? તો ન કરો ચિંતા, આજે જાણીલો તેને દુર કરવાના આ આયુર્વેદિક ઉપાય

લોકો તેમના ચહેરાની સુંદરતા વધારવા માટે નવી રીતો અપનાવી રહ્યા છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે…

3 years ago

પૂજા ઘરમા આ પાંચ વસ્તુઓ રાખવાથી મળશે માતા લક્ષ્મી ના આશીર્વાદ, ક્યારેય નહીં થાય પૈસાની તંગી

શાસ્ત્રોમાં ઘણી પદ્ધતિઓ ઉલ્લેખિત છે, જેની મદદથી આપણે દેવ-દેવીઓના આશીર્વાદ મેળવી શકીએ છીએ. તમને જણાવી…

3 years ago

અત્યંત સિદ્ધ તેમજ શક્તિશાળી છે સુંદરકાંડનો પાઠ, વાંચવાથી પૂર્ણ થશે દરેક ઈચ્છાઓ

મહાબલી હનુમાનજી ને આ ધરતી ઉપર અજર-અમર દેવ માનવામાં આવે છે.અને એવું પણ માનવામાં આવે…

3 years ago

જ્યારે આવા શિયાળામાં આવી જાય તાવ, તો જાણો તેના ઉપાય

મિત્રો, જો તમને આ શિયાળાની ઋતુમા તાવ આવે છે, જેનો અર્થ એ છે કે તમને…

3 years ago

નાસ્તા કરતા સમયે ન કરો આ 5 ભૂલો, નહિતર સ્લીમ-ટ્રીમ દેખાવવાની ચાહત પર ફરી જશે પાણી

મિત્રો, દરરોજ યોગ્ય નાસ્તો કરવો આરોગ્ય માટે મહત્વપૂર્ણ છે. તમે દિવસમાં જે કેલરીનો વપરાશ કરો…

3 years ago

પી.એચ.ડી., એલએલબી, બી.ટેક, એમબીએ; ૨૪ લાખની નૌકરી છોડી, ખેતી થી કમાયા બે કરોડ

મિત્રો, કારકિર્દીનો નિર્ણય લેવો એ સૌ કોઈના જીવનકાળમા ખુબ જ મહત્વપૂર્ણ કાર્ય છે. ડિગ્રી પ્રાપ્ત…

3 years ago

This website uses cookies.