મિત્રો, અત્યાર સુધી તમે ગાયો અને ભેંસોની કિંમત લાખો રૂપિયામાં સાંભળી હશે. પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે એક ઘેટાંની કિંમત પણ લાખો અને કરોડો રૂપિયા સુધીની હોય શકે છે? તો આજે અમે તમને જણાવી દઈએ કે હા આ વાત સાચી છે કે ઘેટાના અલગ દેખાવ અને સારી ગુણોને લીધે જાણીતી અને પ્રખ્યાત ‘મડગયાલ’ જાતિના ઘેટાને મહારાષ્ટ્રના સાંગલી જિલ્લામાં લોકો ૭૦ લાખ રૂપિયામાં ખરીદવા માટે તૈયાર છે. પરંતુ ઘેટાના માલિકે તેને વેચવાનો મનાઈ કરી દીધી છે અને તેને તેના ઘેટાની કિંમત ૧.૫ કરોડ સુધીની નક્કી કરી છે.
બ્રીડર દ્વારા આ ઘેટાની માંગ વધારે છે:
મડગયાલ જાતિના આ ઘેટાં મહારાષ્ટ્રના સાંગલીની જાટ ભાગમાં જોવા મળે છે અને આ ઘેટાઓ અન્ય જાતિના ઘેટા કરતાં કદમાં મોટા હોય છે. આથી આવી ખૂબીઓ હોવાને લીધે આ ઘેટાની માંગ ઘેટાંના સંવર્ધકોમાં વધુ છે. આવા ઘેટાની જાતિનું નામ જાટ ભાગના મડગયાલ ગામનું નામ ઉપરથી રાખવામાં આવ્યું છે. સાંગલી જીલ્લાના અટપડી ભાગના ઘેટાને પાળનાર બાબુ મેટકરી પાસે ૨૦૦ જેટલા ઘેટાં છે અને ૭૦ લાખ રૂપિયામાં આ ઘેટાંને ખરીદવાની ઓફર કરવામાં આવતા તેઓ અચંબિત થઈ ગયા હતા પરંતુ તેમ છતા આટલી કિંમત મળવાની હોવા છતા તેમણે આ ઘેટા વેચ્યા નહીં.
સરજાને ‘મોદી’ નામ આપ્યું:
ઘેટાના માલિક બાબુ મેટકરી કહે છે કે આ ઘેટાંનું સાચું નામ સરજા છે. લોકો આ ઘેટાની તુલના વડાપ્રધાન મોદી સાથે કરવા લાગ્યા. તેથી તેનું નામ ‘મોદી’ પડી ગયું છે. ત્યાના લોકો કહે છે કે જે રીતે મોદી તમામ ચૂંટણી જીત્યા છે અને વડાપ્રધાન બન્યા તેવી જ રીતે સરજાને પણ કોઈ પણ મેળા કે બજારમાં લઈ જવામાં આવે છે તે અચૂક બધાને ગમે છે.
ઘેટા સરજાના બચ્ચાઓ ૧૦ લાખમાં વેચાય છે:
ઘેટાના માલિક બાબુ મેટકરીએ કહ્યું કે સરજા તેમના અને તેમના પરિવાર માટે શુભ છે. એટલા માટે તેઓ તેને વેચવા માંગતા નથી. તેમણે જણાવ્યું હતું કે તેણે ૭૦ લાખ રૂપિયાની ઓફર કરનાર ખરીદદારને આ ઘેટું વેચવાનો ઇનકાર કરી દીધો હતો કારણ કે આ ઘેટાના બચ્ચાઓ ૫ થી ૧૦ લાખ રૂપિયામાં વેચાય છે.
આવાજ સરસ લેખો ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
તમે અમને અહિયાં પણ લાઇક અને ફોલો કરી શકો છો
Facebook: જીગલો ગુજરાતી
Instagram: જીગલો ગુજરાતી
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.- JigloGujarati Team