મિત્રો, હાલ તહેવારો નો સમય આવી રહ્યો છે ત્યારે બજારમાંથી લાવેલી મીઠાઈઓથી મહેમાનો ના મોઢા મીઠા કરાવવા એના કરતા આજે આ લેખમા અમે તમને એક વિશેષ રેસીપી વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે સૌ કોઈને પ્રિય હોય છે અને તે છે હલવો. આ રેસીપી તૈયાર કરવામા ઝાઝો સમય પણ નથી લાગતો. તો ચાલો આજે આ લેખમા આપણે પપાયા નો હલવો બનાવતા શીખીશુ.
આવશ્યક સાધન-સામગ્રી :
પપૈયા : ૫ નંગ, ભાત નો લોટ : ૧૦૦ ગ્રામ, ખાંડ : ૧૫૦ ગ્રામ, લીલી એલચી નો પાવડર : ૫ ગ્રામ, કાજુ : ૧/૪ બાઉલ, બદામ : ૧/૪ બાઉલ, અંજીર : ૧/૪ બાઉલ, કિસમિસ : ૧/૪ બાઉલ, ઘી : ૪ ચમચી
વિધિ :
આ હલવો તૈયાર કરવા માટે સૌથી પહેલા પપૈયા ને ધોઈને તેની છાલ ઉતારી નાખો. ત્યારબાદ તેને ગ્રાઇન્ડરમા બ્લેન્ડ કરી તેને પીસી નાખો. તેમા જરાપણ પાણી ના ઉમેરશો. હવે સૂકા ફળોને કાપીને સાઈડમા એક બાઉલમા ભરીને રાખી મુકો. ત્યારબાદ એક કડાઈમા ઘી ગરમ કરો. ત્યારબાદ તેમા સુકા ફળ અને બદામ ઉમેરો.
હવે જ્યા સુધી તે યોગ્ય રીતે શેકાઈ જાય નહિ ત્યા સુધી શેકતા રહો. હવે કડાઈમા પપૈયા નુ મિશ્રણ ઉમેરો. તેને સારી રીતે પકાવો, જેથી તેનું પાણી નીકળી જાય. ત્યારબાદ તેમા ખાંડ ઉમેરો. ખાંડ ઓગળી જાય ત્યારબાદ તેમા એલચી નો પાવડર અને ચોખાનો લોટ ઉમેરો. ત્યારબાદ આ મિશ્રણને થોડા સમય માટે કકળવા દો. આ સંપૂર્ણ પ્રક્રિયામા અંદાજે ૧૫ મિનિટ નો સમય લાગશે. છેલ્લે સુકા ફળો થી તેને ગાર્નિશ કરો અને ગરમા-ગરમ સર્વ કરો. તો તૈયાર છે તમારો સ્વાદિષ્ટ પપાયા નો હલવો. એકવાર આ હલવો અવશ્ય ટ્રાય કરજો, ધન્યવાદ.
આવાજ સરસ લેખો ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “જીગલો ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.- JigloGujarati Team