ભારત એક એવો દેશ છે, જ્યા ઘણા બધા રાજાઓએ રાજ કર્યું અને પોતાના સુરક્ષિત નિવાસ માટે ઘણા કિલ્લા પણ બંધાવ્યા. પરંતુ આજે અમે તમને એક એવા કિલ્લા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાથી દેખાય છે પુરુ પાકિસ્તાન. હા! તમે સાચુ જ વાંચ્યું અહીથી દેખાય છે પુરુ પાકિસ્તાન.
અમે જે કિલ્લાની વાત કરી રહ્યા છીએ તે કિલ્લો 500 વર્ષ જુનો છે. એવુ કહેવામા આવે છે કે અખંડ ભારત દેશના જ્યારે ભાગલા પડયા ત્યારે પાકિસ્તાને આ કિલ્લા પર કબજો મેળવવાના પુરા પ્રયાસો કર્યા હતા. પરંતુ તેમા તેઓ સફળ રહ્યા નહોતા. તો ચાલો જણીએ આ કિલ્લા વિશે ..
આ કિલ્લાનુ નામ છે મહેરાનગઢ કિલ્લો. તે જોધપુરમાં આવેલો છે. તેનુ બાંધકામ આશરે 15મી શતાબ્દી દરમિયાન કરવામા આવ્યુ હતુ. આ કિલ્લો પર્વતો પર આવેલો છે. જે કુતુબમિનાર કરતા પણ ઉંચો છે. 500 વર્ષ જુના આ કિલ્લા પરથી દેખાય છે પુરુ પાકિસ્તાન.
1965 મા થયેલા ભારત પાકિસ્તાનના યુદ્ધ દરમિયાન સૌપ્રથમ પાકિસ્તાને આ કિલ્લાને નિશાન બનાવ્યુ હતુ. પણ એવુ માનવામા આવે છે કે માતાના આશીર્વાદને કારણે અહી કોઈ પણ જાનહાની કે માલહાની થઈ ન હતી.
જોધપુરના શાસક “રાવ જોધા” એ 12 મે, 1459 ના રોજ આ કિલ્લાના બાંધકામની શરુઆત કરી હતી, અને મહારાજ જસવંતસિંહે આ કિલ્લાનુ બાંધકામ પુર્ણ કર્યુ હતું. આ કિલ્લાની ખાસિયત એ છે કે આ કિલ્લાની દિવાલો 10 km સુધી ફેલાયેલી છે. આ દિવાલોની ઉંચાઈ 20 થી 120 ફુટ સુધી અને પહોળાઈ 12 થી 17 ફુટ છે.
વર્તુળાકાર રસ્તા ધરાવતા આ કિલ્લાના 4 પ્રવેશદ્વાર છે. આ કિલ્લાની અંદર ઘણા રુમો, નકશીદાર દરવાજા અને બારીઓ પણ આવેલી છે. આ કિલ્લાની નજીક ચામુંડા માતાનુ મંદિર પણ આવેલુ છે. ચામુંડા માતા જોધપુર શાસકોની કુળદેવી હતા.
આજે પણ આ મંદિરમા ઘણા લોકો પુજા કરવા આવે છે, અને નવરાત્રિના દિવસોમા અહી વિશેષ પુજાનુ આયોજન કરવામા આવે છે. એવુ પણ માનવામા આવે છે કે, આ માતાના આશીર્વાદને કારણે જ પાકિસ્તાન દ્વારા કરવામા આવેલા હુમલાની અસર થઈ ન હતી.
આવાજ સરસ લેખો ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “જીગલો ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.- JigloGujarati Team