જાણવા જેવું

પી.એચ.ડી., એલએલબી, બી.ટેક, એમબીએ; ૨૪ લાખની નૌકરી છોડી, ખેતી થી કમાયા બે કરોડ

મિત્રો, કારકિર્દીનો નિર્ણય લેવો એ સૌ કોઈના જીવનકાળમા ખુબ જ મહત્વપૂર્ણ કાર્ય છે. ડિગ્રી પ્રાપ્ત કરવા માટે આપણે ખૂબ જ સખત મહેનત કરીએ છીએ અને આપણને ખ્યાલ પણ છે કે, ઉચ્ચ પગારવાળી નોકરી માટે આપણે યોગ્ય ડીગ્રી પણ મેળવવી પડે છે પરંતુ, ઘણા લોકો એવા હોય છે કે, જેમને સારી એવી ડીગ્રી અને સારી એવી નોકરી મળવા છતાપણ સંતોષ થતો નથી અને આજે આ લેખમા આપણે આવી જ એક વ્યક્તિ વિશે વાત કરવાના છીએ, તો ચાલો જાણીએ.

image source

છતીસગઢના બિલાસપુરના વતની સચિન કાલે નો જન્મ એક મધ્યમ વર્ગના ભારતીય પરિવારમાં થયો હતો. તેના પરિવારની એવી ઈચ્છા હતી કે, તે સારુ એવુ શિક્ષણ મેળવીને એક સારી એવી નોકરી કરે. આ માટે તેમણે નાગપુર યુનિવર્સિટીમાંથી વર્ષ ૨૦૦૩મા બી.ટેક.ની ડીગ્રી મેળવી. આ ઉપરાંત તેમણે યશવંતરાવ ચૌહાણ કોલેજમાંથી એમ.બી.એ.-ફાઇનાન્સની ડીગ્રી પણ મેળવી. ત્યારબાદ સચિનને તેના વતનમા એનટીપીસીમા નોકરી મળી ગઈ.

image source

આ પણ વાંચો: બાળપણ મા જ પિતાનુ અવસાન, ચા ની દુકાન પર વાસણ ધોયા, હવે એલોવેરાની ખેતીથી મહિને કમાય છે લાખો રૂપિયા

વર્ષ ૨૦૦૭મા સચિન વધુ સારા પેકેજ માટે ટેક્રો સિસ્ટમ્સ એલ.ટી.ડી. તરફ વળ્યો. જીવનના આ બધા તબક્કામા સચિનનું લક્ષ્ય તેની ઉંમરના અન્ય કોઈ વ્યક્તિની જેમ વધુ વેતનવાળી નોકરી મેળવવાનુ હતુ. સચિને અભ્યાસ ચાલુ રાખ્યો અને ગુરુ ઘાસીદાસ યુનિવર્સિટીમાંથી એલ.એલ.બી. અને નાગપુર યુનિવર્સિટીમાંથી મેનેજમેન્ટમાં પી.એચ.ડી. ડીગ્રી મેળવી અને ત્યારબાદ તેને ૨૪ લાખના પેકેજની નોકરીની ઓફર પણ આવી. તેમનું જીવન તેની ઇચ્છા મુજબ પ્રગતિશીલ હતું પરંતુ, તેની સામે અપેક્ષા ખુબ જ વધારે હતી.

image source

ગુરુગ્રામમા કામ કરતા સચિન હંમેશાં તેમના વતન બિલાસપુરની મુલાકાત લેતો હતો. તેમનું કુટુંબ તેમનાથી ખુબ જ ખુશ હતું પરંતુ, તેમના દાદા હંમેશા તેમને સમાજને કઈક ઉપયોગી થાય તેવુ કાર્ય કરવા કહેતા હતા. નિવૃત્તિ પછીની ખેતી શરૂ કરનાર સચિનના દાદાએ પણ તેમને કહ્યું હતું કે, ખેતી ઉદ્યોગ ક્યારેય પણ બંધ થશે નહીં. છેવટે, વર્ષ ૨૦૧૪મા તેણે પોતાનો વ્યવસાય શરૂ કરવાનો નિર્ણય કર્યો.

image source

આ પણ વાંચો: માધુરી દિક્ષિતની ગ્લોઇંગ સ્કીન નુ આ છે રહસ્ય, તમે પણ અજમાવો આ ટ્રીક્સ

શરૂઆતનું સંશોધન કરતી વખતે સચિન ખેતી વિશે તેના દાદાની દ્રઢ માન્યતા પર વિચારતો રહ્યો. તેણે ખેડૂત બનવાનું નક્કી કર્યું અને તેના પરિવારને તેના હિંમતવાન નિર્ણયો વિશે જાણ કરી. તેના પિતાને તેના ખેડૂત બનવાના નિર્ણય પર વિશ્વાસ નહોતો. વર્ષ ૨૦૧૫મા તેણે પોતાના જીવનનું સૌથી મોટું જોખમ લીધું હતું અને ઊંચા પગારની નોકરી છોડી દીધી હતી. ત્યારથી સચિને ખેતીને સંપૂર્ણ રીતે અપનાવી લીધી અને સામાન્ય ખેડૂત જે કરે છે તે બધું જ કર્યુ.

image source

તેના પૈતૃક ખેતરો પર ટ્રેક્ટરથી શરૂ કરીને સંશોધન અને પાકની પસંદગી સુધી, તેણે બધું જ કર્યું. મજબૂત શૈક્ષણિક રેકોર્ડ ધરાવતા સચિને ખેતીની તકનીકો વિશે ગુણવત્તાયુક્ત સંશોધન કર્યું હતું. સચિને તેમની તકનીકોથી ક્રાંતિકારી પરિણામોનુ નિરીક્ષણ કર્યું અને ટૂંક સમયમાં અન્ય ખેડૂતોને ખેતીની સલાહ આપવા માટે સલાહકારોની નિમણૂક કરી. માત્ર બે વર્ષના ગાળામાં, ૭૦ જેટલા ખેડૂતોએ સચિનની કંપની સાથે સહયોગ કર્યો હતો. તેની વાર્ષિક આવક ૨ કરોડ રૂપિયા સુધી ચાલી ગઈ હતી, જે તેની ઊંચા પગારની નોકરીમાંથી જે કમાણી થતી તેના કરતા આઠ ગણી હતી.

આ પણ વાંચો: નિષ્ણાતોના મત મુજબ ૫૦ વર્ષ પછી સેવન કરવું જોઈએ આ વસ્તુઓનું, તેના છે અઢળક ફાયદા

આ પણ વાંચો: વજન ઘટાડવા માટે ઠંડીમા ખાઓ આ સાત વસ્તુઓ, નીકળેલી તોંદ થી પણ મળશે રાહત…

આ પણ વાંચો: જો તમે પણ રહેવા માંગતા હોય હેલ્ધી, તો આવી રીતે બ્લડ પ્રેસરને રાખો કંટ્રોલમાં

આવાજ સરસ લેખો ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

તમે અમને અહિયાં પણ લાઇક અને ફોલો કરી શકો છો

Facebook: જીગલો ગુજરાતી

Instagram: જીગલો ગુજરાતી 

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.- JigloGujarati Team

Categories
Raj

Recent Posts

શું ત્વચા પર દેખાવવા લાગ્યા છે વધતી ઉંમરના લક્ષણ? તો ન કરો ચિંતા, આજે જાણીલો તેને દુર કરવાના આ આયુર્વેદિક ઉપાય

લોકો તેમના ચહેરાની સુંદરતા વધારવા માટે નવી રીતો અપનાવી રહ્યા છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે…

4 years ago

પૂજા ઘરમા આ પાંચ વસ્તુઓ રાખવાથી મળશે માતા લક્ષ્મી ના આશીર્વાદ, ક્યારેય નહીં થાય પૈસાની તંગી

શાસ્ત્રોમાં ઘણી પદ્ધતિઓ ઉલ્લેખિત છે, જેની મદદથી આપણે દેવ-દેવીઓના આશીર્વાદ મેળવી શકીએ છીએ. તમને જણાવી…

4 years ago

અત્યંત સિદ્ધ તેમજ શક્તિશાળી છે સુંદરકાંડનો પાઠ, વાંચવાથી પૂર્ણ થશે દરેક ઈચ્છાઓ

મહાબલી હનુમાનજી ને આ ધરતી ઉપર અજર-અમર દેવ માનવામાં આવે છે.અને એવું પણ માનવામાં આવે…

4 years ago

જ્યારે આવા શિયાળામાં આવી જાય તાવ, તો જાણો તેના ઉપાય

મિત્રો, જો તમને આ શિયાળાની ઋતુમા તાવ આવે છે, જેનો અર્થ એ છે કે તમને…

4 years ago

નાસ્તા કરતા સમયે ન કરો આ 5 ભૂલો, નહિતર સ્લીમ-ટ્રીમ દેખાવવાની ચાહત પર ફરી જશે પાણી

મિત્રો, દરરોજ યોગ્ય નાસ્તો કરવો આરોગ્ય માટે મહત્વપૂર્ણ છે. તમે દિવસમાં જે કેલરીનો વપરાશ કરો…

4 years ago

ત્રણ મિત્રોએ મુંબઈ થી કન્યાકુમારી સુધી કરી સાયકલ યાત્રા એ પણ ઓફીસ મિસ કર્યા વગર

મિત્રો, કોરોનાવાયરસ મહામારી દરમિયાન વિશ્વના મોટાભાગના લોકો માટે ઘરેબેઠા કામ એ દિવસનો નિત્યક્રમ બની ગયુ…

4 years ago

This website uses cookies.