આ જૌહર કુંડ પાસે આજે પણ અનુભવાય છે ગરમી, અને કહેવાય છે કે ….

ભારત દેશ એક ઐતિહાસીક દેશ છે. ભારત દેશમા ઘણા બધા ઐતિહાસીક સ્મારકો આવેલા છે. ભારતમા પહેલા રાજાઓનુ રાજ હતું, આ દરમિયાન રાજાઓએ તેમના નિવાસ માટે ભવ્ય મહેલ, સ્મારકો વગેરેનુ નિર્માણ કરાવ્યુ હતુ. આજે પણ આવા ઘણા સ્મારકો અને ઐતિહાસિક ઈમારતો ભારતમા આવેલી છે. જેને જોવા માટે લોકો દેશ વિદેશથી અહી આવે છે.

આવી જ એક જગ્યા છે, ચિત્તોડગઢનો જૌહર કુંડ. આ એક એવી જગ્યા છે જ્યા આજ સુધી કોઇ પહોચી શક્યુ નથી, અને આજ સુધી ત્યા જવાની કોઇએ હિંમત પણ નથી કરી. તો ચાલો જાણીએ જૌહર કુંડમા એવુ તો શુ છે, જ્યા જતા લોકો ડરે છે.

તમે બધાએ ફિલ્મ પદ્માવત તો જોઇ જ હશે. આ ફિલ્મમા રાણી પદ્માવતીના જીવન વિશે દર્શાવવામા આવ્યુ છે. રાણી પદ્માવતી રાજા રતનસિંહની પત્નિ હતી. રાજા રતનસિંહ ચિત્તોડગઢના રાજા હતા. રાણી પદ્માવતીની સુંદરતાની ચર્ચા આખા ભારતમા હતી.

તેમની આ સુંદરતાની વાતો સાંભળીને અલાઉદ્દીન ખિલજી, તેમને પોતાની રાણી બનાવવા માંગે છે. અને આજ કારણે અલાઉદ્દીન ખિલજી ચિત્તોડ પર આક્રમણ કરે છે. આ યુદ્ધમા રાજા રતનસિંહ સહિત બધા યોધ્ધાઓ વીરગતિ પ્રાપ્ત કરે છે.

જ્યારે આ વાતની ખબર રાણી પદ્માવતીને પડે છે, ત્યારે તે જૌહર કુંડમા આગની સ્નાન કરી લે છે. આ જૌહર કુંડમા રાણી પદ્માવતીની સાથે, લડાઈમા વીરગતિ પામેલા અન્ય સૈનિકોની પત્નિઓ પણ શામેલ હતી. જયારે ખિલજી મહેલમા પ્રવેશે છે, ત્યારે તેને રાણી પદ્માવતી અને બીજી સ્ત્રીઓની રાખ મળે છે.

એવુ કહેવામા આવે છે કે, આજે પણ આ જૌહર કુંડમાથી અવાજ સંભળાય છે. એવુ માનવામા આવે છે કે, આજે પણ જૌહર કુંડમાથી મહિલાઓ બોલાવતી હોય તેવુ સંભળાય છે. તેના કારણે જ આજ સુધી ત્યા કોઇ જઈ શક્યું નથી.

આ જૌહર કુંડને ભુતિયાળ જૌહર કુંડ પણ કહેવામા આવે છે. લોકોનુ કહેવુ છે કે, અહી ભુત-પ્રેતનો વાસ છે, જેના કારણે અહી કોઈ જવા માંગતુ નથી. આજે પણ જૌહર કુંડની આસપાસ ગરમીનો અનુભવ થાય છે.

આવાજ સરસ લેખો ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “જીગલો ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.- JigloGujarati Team

Leave a Comment