આરોગ્ય ના ઘણા રહસ્યો છુપાયેલા છે મશરૂમ મા, આ પાંચ કારણો ને લીધે જરૂર થી કરો સેવન…

મશરૂમ આરોગ્ય માટે મદદગાર છે. જો તેનુ યોગ્ય રીતે સેવન કરવામા આવે તો તે રોગપ્રતિરોધક ક્ષમતા પૂરી પાડે છે. ઘણી રોગોમાં, દાક્તર મશરૂમ આરોગવાની પણ ભલામણ કરે છે, કેમ કે તેમાં મળતા આવશ્યક તત્વો તથા વિટામિન્સ શરીરને ફીટ રાખવામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે.


Image source

પેટથી લઈને સ્કિન સુધી રામબાણ

પેટની તકલીફોથી લઈને વજન નિયંત્રણ સુધી મશરૂમ ખૂબ ફાયદાકારક છે. તે વિટામિન ડી નો સારો એવો સ્રોત માનવામાં આવે છે અને જો તમને તમારા શરીરમાં વિટામિન ડીનો અભાવ જણાતો હોય તો તમારે મશરૂમ આરોગવા જોઈએ. મશરૂમમાં પોટેશિયમ, કોપર, આયર્ન તેમજ વિપુલ પ્રમાણમાં ખનીજ આવેલા હોય છે અને તેની એન્ટીઓક્સિડેન્ટ ગુણ તમારી ત્વચા માટે ફાયદાકારક છે.


Image source

તો ચાલો હવે આપણે જાણીએ શા માટે મશરૂમનું સેવન કરવુ જોઈએ

મશરૂમમાં કેલરી(Calories) ઓછી માત્રામાં જોવા મળે છે. જેના લીધે તે મેદસ્વીપણા સામે લડવામાં પણ ખુબ જ કારગર સાબિત થાય છે.

મશરૂમમાં વિટામિન સી(Vitamin C) વધુ માત્રામાં જોવા મળે છે. આ શરીરમાંથી હાનિકારક તત્વોને અલગ કરવામાં સહાય કરે છે.


Image source

સેલેનિયમ(Selenium) મશરૂમમાં પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. આ રોગપ્રતિકારક શક્તિને વ્યવસ્થિત રાખવામાં સહાય કરે છે. સેલેનિયમ તથા મેગ્નેશિયમ એક સાથે થાઇરોઇડ જેવા રોગોને રોકવા માટે કાર્ય કરે છે.

મશરૂમમાં પૂરતા પ્રમાણમાં પોટેશિયમ(Potacium) જોવા મળે છે, જે બ્લડપ્રેશરને કાબુમાં રાખવામાં સહાયતા કરે છે. આ સિવાય ઘણા બધા ગુણો રહેલા છે.


Image source

આવાજ સરસ લેખો ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

તમે અમને અહિયાં પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Facebook: જીગલો ગુજરાતી

Instagram:જીગલો ગુજરાતી 

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.- JigloGujarati Team

Leave a Comment