આજે જ ઘરે આ સરળ રીતે બનાવો હરકોઈ ને ભાવતા એવા સ્વાદિષ્ટ માલપુઆ…

માલપૂવા આમ જોઈએ તો ઉત્તર ભારતની વાનગી છે. તે રાજસ્થાનને પરંપરાગત ખોરાક માની એક છે. પરંતુ તેને દેશના બીજા બધા રાજ્યોમાં પણ ખૂબ જ પસંદ કરવામાં આવે છે. તે મેંદાના લોટ માંથી તૈયાર કરવામાં આવે છે. ખાંડની ચાસણી થી માલપૂવા બનાવવામાં આવે છે.

Image source

મુખ્ય સામગ્રી ૩ ચમચી ખોયા, એક પ્યાલો દૂધ, એક પ્યાલો મેંદાનો લોટ, 3 મોટી ચમચી શોપના બી ,૨ ચમચી ખાંડ, એક પ્યાલો પાણ,૨૦૦ ગ્રામ ઘી, શણગાર માટે ત્રણ બદામના ટુકડા અને એક ચમચી હળદર

Image source

ચાલો જાણીએ ઘરે કઈ રીતે બનાવશો આ સ્વાદિષ્ટ માલપુવા

એક તપેલીમાં ૩ ચમચી ખોયા ઉમેરો. ત્યારબાદ તેમાં એક પ્યાલો દૂધ ઉમેરો. હવે આ બંનેને સરખી રીતે હલાવી લો. હવે તેમાં એક પ્યાલો મેંદો ઉમેરો. સરખી રીતે તેને હલાવી દો. ત્યારબાદ તેમાં 3 ચમચી ઘી ઉમેરવું અને તેને સરખી રીતે મિશ્ર કરવું. પરંતુ એ વસ્તુનું ધ્યાન રાખવું કે લોટના ગઠોડા રહે નહીં.આને સરખી રીતે મિક્સ કરી આ પછી ફરી એક વાર ચેક કરી લેવું.તેને અલગથી રાખી દેવું.

Image source

હવે ચાસણી બનાવવા માટે તમારે એક તપેલીમાં પાણી લેવાનું રહેશે. તેને ગરમ કરવાનું રહેશે. હવે પાણી સરખી રીતે ગરમ થઈ જાય. ત્યારબાદ તેમાં 3 ચમચી ખાંડ ઉમેરવાની રહેશે. સરખી રીતે મિશ્ર થઈ જાય ત્યારબાદ તેને એક ચમચી એલચીનો પાવડર પણ તેમાં ઉમેરવાનો રહેશે. હવે તેને પછી સાતથી આઠ મિનિટ માટે ગરમ કરવાનું રહેશે.

Image source

હવે માલપૂવા ને તળવા માટે એક એક અલગ તપેલીમાં ઘી ગરમ કરવું. ચમચીની મદદથી મેંદાનો થોડો ભાગ લઈને ગોળાકારમાં તેને વાળી દેવો. ગેસ અતિશય ધીમો રાખવો તેથી માલપુઆ સરસ રીતે પાકી જાય. તેનો કલર બદલે ત્યાં સુધી તમારે તેને ગરમ થવા દેવાના છે. હવે કલર બદલી ગયા પછી માલપુઆ ને ચાસણીમાં ડૂબાડવાના છે. તેમાં થોડા સમય માટે રાખવાના છે.

Image source

તેને ગરમા ગરમ ખાવાના છે. જે લોકો મીઠાઈ પસંદ કરે છે. તે લોકોને 30 મિનિટ પહેલા માલપુઆ ચાસણીમાં ડૂબાડી રાખો. હવે તેને એક ડીશમાં નાખી દો અને તેની ઉપર થોડું ઘી લગાડવું. શણગારવા માટે તેના ઉપર એક ચમચી ઈલાયચીનો પાવડર અને બદામ નાના ટુકડા કરવા. આ ડિશ ખાવાથી તમારા ચહેરા ઉપર સ્માઈલ આવશે.તમારા પરિવારના તમામ સભ્યો તમારી રસોઈના ફેન બની જશે.

Image source

આવાજ સરસ લેખો ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “જીગલો ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.- JigloGujarati Team

Leave a Comment