રમત- ગમત

મેજર ધ્યાનચંદ સિંઘ જન્મદિન- રાષ્ટ્રીય રમત-ગમત દિવસ

शरीरंमाद्यं खलु धर्मसाधनम्।

29 ઓગસ્ટ મેજર ધ્યાનચંદની જન્મજયંતિને આપણે રાષ્ટ્રીય રમત-ગમત દિવસ તરીકે ઉજવણી સમગ્ર દેશમાં કરી. આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્રારા અભિયાન શરુ કરવામાં આવ્યું જેના શબ્દો છે. “FIT INDIA MOVEMENT”.

” में फिट तो ईन्डीया फीट* ; ફીટનેસ એ ફેશન નહી લાઈફ સ્ટેટમેન્ટ બની રહેવું જોઈએ ” – નરેન્દ્ર મોદી

હોકીના જાદુગર તરીકે જાણીતા બનેલા અને ઓલમ્પીકમાં ભારતને પ્રથમ ગોલ્ડ મેડલ અપાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર પુર્વ હોકી ખેલાડી સ્વ.મેજર ધ્યાનચંદની જન્મજયંતીને રાષ્ટ્રીય રમત-ગમત દિવસ તરીકે ઉજવવામાં આવે છે

મેજર ધ્યાનચંદની જન્મજયંતિના અવસરે દેશને સ્વાસ્થ્યનો નવો મંત્ર આપતા વડાપ્રધાન કહેલું કે “આજની જીવનશૈલી બિમારીઓ લાવે છે. લોકોને ચેતવણી જોગીંગ સમયે મોબાઈલ એપથી પગલા ગણવાની જરૂર નથી.દિમાગમાં જ ફીટનેસને ફીટ કરી દેવા દેશવાસીઓની હાકલકરી.”

‘ફીટ હૈ તો હીટ હૈ’ ના મંત્ર સાથે દેશને શારીરિક આરોગ્યની દ્રષ્ટીએ ફીટ રાખવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ફીટ ઈન્ડીયા મુવમેન્ટનો પ્રારંભ કરતા દેશને એક નવુ સૂત્ર આપ્યુ છે. જેમાં તેમણે ‘‘મે ફીટ તો ઈન્ડીયા ફીટ’’ નો નારો આપ્યો હતો.

આગામી ચાર વર્ષ સુધીમાં દેશમાં ફીટનેસ પ્રત્યે નવી જાગૃતિ લાવવાની નેમ વડાપ્રધાને જાહેર કરી છે. તેઓએ અહી હજારો વિદ્યાર્થીઓને સંબોધતા કહ્યું કે મેજર ધ્યાનચંદે તેમની ફીટનેસ સ્ટેમીના અને હોકીના કરતબથી દુનિયાને મંત્ર મુગ્ધ કર્યા હતા. નિરોગી હોવુ એ એક સદનસીબી છે અને સ્વસ્થ વ્યક્તિ તેના તમામ કામ સિદ્ધ કરી શકે છે.

વડાપ્રધાને અફસોસ વ્યક્ત કરતા કહ્યું કે આપણે આધુનિક બન્યા છીએ. પરંતુ ફીટનેસ પ્રત્યેની જાગૃતિ ઘટી છે. ફીટનેસ એ આપણુ એક કાયમી કાર્ય હોવું જોઈએ. આજે આપણે વોકીંગ સમયે પણ પગલા ગણીએ છીએ અને મોબાઈલ એપથી આપણે ફીટનેસ માપવા પ્રયત્ન કરીએ છીએ. પરંતુ એ ભૂલી જઈએ છીએ કે ફીટનેસ એ ફેશન સ્ટેટમેન્ટ નહી પરંતુ લાઈફ સ્ટેટમેન્ટ બની જવું જોઈએ. તેઓએ કહ્યું કે બિમારીઓ વધી રહી છે. બાળકો પણ હવે ડાયાબીટીસનો ભોગ બને છે. પાડોશી ચીને 2030 સુધીમાં દેશના લોકોને ફીટ કરવા માટે કાર્યક્રમ ઘડયો છે. જર્મનીમાં જાડાપણાથી મુક્તિ માટે અભિયાન ચલાવાઈ રહ્યું છે અને આપણે પણ ફીટ બનવાનું ઝનૂન દેખાડવાનું છે.

આજ વાત પાંચ હજાર વર્શ પહેલાં શ્રીકૃષ્ણે પોતાની જીવનશૈલીમાં આપણને બતાવી હતી. ભગવાન શ્રી કૃષ્ણનાં પણ બધાં પરાક્રમોનું મૂળ તેમનું નિરોગી , દઢ અને સશક્ત શરીર તથા તેમનો નીડર સ્વભાવ હતાં. શરીર વિકાસ માટે તેઓ રમત રમતા.નિરોગી અને સુંદર શરીરનો બાંધો હોય તો જ આ બધું શોભે. શ્રી કૃષ્ણનું બાળપર્વ એટલે રમત-ગમતનું પર્વ. એમાં રમત-ગમતનું જીવનમાં કેટલું મહત્વ છે તે સમજાવવામાં આવ્યું છે. અે પર્વનો મુખ્ય આદેશ એ છે કે રમો અને આનંદિત રહો. જીવન ઉલ્લાસ અને ઉત્સાહથી ભરી દો. રમત એટલે Recreation. જીવનનો આનંદ, રમત એટલે ગયેલી, વપરાયેલી, શક્તિઓનું રમત પુન:નિર્માણ કરે છે. જીવનમાં ઓછી થયેલી શક્તિને ફરી લાવી આપે એનું નામ રમત, માટે રમતથી કંટાળો ન આવવો જોઈએ. રમ્યા પછી ન તો દુ:ખ થવું જોઈએ, કે ન તો થાક લાગવો જોઈએ.

શરીરને તથા મનને તંદુરસ્ત રાખવા માટે રમત અનિવાર્ય છે. ખૂબ રમો, નીરોગી રહો અને બળવાન બનો. શરીર સ્વચ્છ અને બળવાન હોય તો બધું જ મળી રહેશે. જીવનમાં જેટલી જરૂર જ્ઞાનની છે એટલી જ જરૂર બળની છે. શ્રીકૃષ્ણ અને બલરામે આ ઉપદેશ લીધો અને બધાંને આપ્યો. शरीरंमाद्यं खलु धर्मसाधनम् જેમ દીવા ઉપરથી કાચની ચીમની જેટલી સ્વચ્છ હોય એટલો જ સ્વચ્છ એનો પ્રકાશ પડે છે, તે જ પ્રમાણે દેહરૂપી ઘરને જેટલું સ્વચ્છ, તંદુરસ્ત અને રમણીય રાખશો તેટલો જલદી આત્મ-સૂર્યનો પ્રકાશ જીવનમાં અનુભવશો.

શ્રીકૃષ્ણ નાં બાલજીવનનું તાત્પર્ય આ જ છે. ‘કૃષ્ણ’ શબ્દનો ઉચ્ચાર કરતાં જ આપણી આંખ સામે ગાયોના ધણ અને ગોવાળના છોકરાઓની ખેલ-કૂદનાં દશ્યો ખડાં થઈ જાય છે. સિસ્ટર નિવેદિતાએ તો કહ્યું છે કે “krishna made play Divine.”. શ્રી કૃષ્ણનું બીજું નામ જ રમત. આસક્તિ વગરની રમત અને એ માણસ જ સારી રીતે રમત રમી શકે છે કે જેનામાં નિષ્ઠા, સત્યતા અને શૌર્ય છે. જે વ્યક્તિ પોતાને ભૂલી જાય છે તેના જીવનમાં જ આપપરભાવ જાય છે. માનવીના જીવનમાં રમત-ગમતની કેટલી જરૂર છે એ આપણને ભગવાન શ્રીકૃષ્ણનું બાળપણ સમજાવે છે.

રમત રમશો તો શરીર સારું થશે, તમે અલૌકિક થશો. પણ દુ:ખની વાત એ છે કે આપણે તે ભૂલી ગયા છીએ.અને આજે આપણો કૃષ્ણ બની ફરીવાર આપણા વડાપ્રધાન આપણને એ રસ્તે લઈ જવા જહમત ઉઠાવી રહ્યા છે.

રમે એને ભૂખ પણ વધુ લાગવાની જ. રમત સાથે ખોરાક પણ આવશ્યક છે, પરંતુ એ ખોરાક સાત્ત્વિક અને પોસ્ટિક હોવો જોઈએ. જેમકે, દૂધ, છાસ, ઘી, માખણ…રમીને ભૂખ લાગે ત્યારે ચેવડો, ગાંઠીયા કે ભજીયાં ખાઈએ એનો કાંઈ અર્થ નથી.

બાળકોને રમવાનું અને ખાવાનું બન્ને જોઈએ. એનાથી કોઈ બાળક વંચીત ન રહેવો જોઈએ. કૃષ્ણએ આ કામ ઉપાડેલું. ગોકુળના દરેક બાળકને સારુ ખાવાનું-પીવાનું મળવું જોઈએ. એટલે એમણે બધાને ખાવા માટે માખણની ચોરી કરી એટલે માખણ-ચોર તરીકે વિખ્યાત છે.નહીતર નંદરાજને ઘરે દહીં-માખણની શી કમી હતી કે કૃષ્ણને માખણની ચોરી કરવી પડે ? એમનો આગ્રહ એ હતો કે જીવનની આવશ્યક વસ્તુઓ દરેકને મળવી જ જોઈએ.

આ રીતે શ્રીકૃષ્ણનું બાળપણ આપણને શીખવે છે કે શરીર નીરોગી અને બળવાન રાખવું.

અદાચ હવેનો કૃષ્ણ પિતાંબરધારી, હાથમાં પંચજન્ય શંખ કે સુદર્શન ચક્રવાળો નહી હોય, પણ એ શૂટ-બૂટ ઝભ્ભા-લેંઘા કે કોટીથી સજ હશે.

લેખક – રાઘવ વઢિયારી

રઘુ શિવાભાઈ રબારી કોલાપુર

તા: રાધનપુર જિ: પાટણ

આવાજ સરસ લેખો ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “જીગલો ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.- JigloGujarati Team

Jiglo

Recent Posts

શું ત્વચા પર દેખાવવા લાગ્યા છે વધતી ઉંમરના લક્ષણ? તો ન કરો ચિંતા, આજે જાણીલો તેને દુર કરવાના આ આયુર્વેદિક ઉપાય

લોકો તેમના ચહેરાની સુંદરતા વધારવા માટે નવી રીતો અપનાવી રહ્યા છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે…

4 years ago

પૂજા ઘરમા આ પાંચ વસ્તુઓ રાખવાથી મળશે માતા લક્ષ્મી ના આશીર્વાદ, ક્યારેય નહીં થાય પૈસાની તંગી

શાસ્ત્રોમાં ઘણી પદ્ધતિઓ ઉલ્લેખિત છે, જેની મદદથી આપણે દેવ-દેવીઓના આશીર્વાદ મેળવી શકીએ છીએ. તમને જણાવી…

4 years ago

અત્યંત સિદ્ધ તેમજ શક્તિશાળી છે સુંદરકાંડનો પાઠ, વાંચવાથી પૂર્ણ થશે દરેક ઈચ્છાઓ

મહાબલી હનુમાનજી ને આ ધરતી ઉપર અજર-અમર દેવ માનવામાં આવે છે.અને એવું પણ માનવામાં આવે…

4 years ago

જ્યારે આવા શિયાળામાં આવી જાય તાવ, તો જાણો તેના ઉપાય

મિત્રો, જો તમને આ શિયાળાની ઋતુમા તાવ આવે છે, જેનો અર્થ એ છે કે તમને…

4 years ago

નાસ્તા કરતા સમયે ન કરો આ 5 ભૂલો, નહિતર સ્લીમ-ટ્રીમ દેખાવવાની ચાહત પર ફરી જશે પાણી

મિત્રો, દરરોજ યોગ્ય નાસ્તો કરવો આરોગ્ય માટે મહત્વપૂર્ણ છે. તમે દિવસમાં જે કેલરીનો વપરાશ કરો…

4 years ago

પી.એચ.ડી., એલએલબી, બી.ટેક, એમબીએ; ૨૪ લાખની નૌકરી છોડી, ખેતી થી કમાયા બે કરોડ

મિત્રો, કારકિર્દીનો નિર્ણય લેવો એ સૌ કોઈના જીવનકાળમા ખુબ જ મહત્વપૂર્ણ કાર્ય છે. ડિગ્રી પ્રાપ્ત…

4 years ago

This website uses cookies.