મનોરંજન

મેડમ ગીતા રાની : ઉડાડવાની તો જરૂર છે ફક્ત અરીસા પરની ધૂળ

મનોરંજનનાં માધ્યમો પણ બોધ આપતાં હોવાં જોઈએ, ચાહે તે નાટક, ફિલ્મ કે અન્ય કોઈ પ્રકાર હોય.

સમાજનો પાયો ગણાતા શિક્ષણ વિષયને કેન્દ્રમાં રાખી છેલ્લા ઘણા સમયથી કોઈ ફિલ્મ બની નથી.  હા, ‘તારે જમીન પર‘ શિક્ષણનાં કેટલાંક પાસાંને રજુ કરનારી ફિલ્મ હતી. પણ શાળાના સુકાનીની નેતૃત્વશક્તિનો ચિતાર કરતી આ પ્રથમ ફિલ્મ છે. સજ્જન અને કાબેલ વ્યક્તિના હાથમાં નેતૃત્વ સોંપવામાં આવે તો તેનું શું ? પરિણામ અને પરિવર્તન આવે એ જાણવું હોય તો એસ.વાય. ગૌતમરાજ લિખિત અને દિગ્દર્શિત તામિલ ફિલ્મ ‘Raatchasi‘ ની હિન્દી ડબિંગ ફિલ્મ “Madam Geeta rani-મેડમ ગીતારાની‘ દરેક શિક્ષક મિત્રોએ ફરજિયાત જોવી જોઈએ. આવો મારો મત છે.

એકવાર જો અંતરમન ખુલ્લી જાય તો હજારો વિદ્યાર્થીઓનાં ભાવી સુધરી જાય. ભારતની એ પ્રાચીન ગુરુકુળ પરંપરા પુન:સ્થાપિત થાય એવી ફિલ્મ છે આ ‘મેડમ ગીતા રાની.’

અદાકારી  જયોતિકાએ  આચાર્ય ગીતારાનીનું મુખ્યપાત્ર નિભાવ્યું છે. રીક્ષામાં એક ગરીબ દીકરીની એડમિશન પ્રક્રિયા માટે એની માતા સાથે આવે છે. રીક્ષા ડ્રાઈવર શાળાની વરવી વાસ્તવિકતાનું વર્ણન કરે છે. એ બધા જ દ્રશ્યો પહેલા દિવસે હાજર થવા આવતી નવી આચાર્યા ગીતારાની જુએ છે.

પાનના ગલ્લે સિગરેટ ફૂંકતા વિદ્યાર્થીઓ, તૂટેલો દરવાજો, પડેલી દીવાલ કૂંદીને આવતા વિદ્યાર્થીઓ, શાળાના ગ્રાઉન્ડમાં કચરો ફેંકતા લોકો, દેશી નળિયાંવાળા વર્ગખંડો, વિદ્યાર્થીઓની ધકામૂકી, ઝગડા, બાપનો બગીચો હોય તેમ રાચતો સ્ટાફ, પગાર ગણતરી કરતા અને ગુલ્લી મારતા શિક્ષકો, સમગ્ર શાળાનું વાતાવરણ ડોળાયેલું છે. હા, ‘સારા ઘરમાં એક સાવરણી’ જેમ શાળાની એક  પોઝિટીવ બાબત હોય તો અદાકારી પૂર્ણિમા ભાગ્યરાજ જે સુશીલાના પાત્રમાં સમ ખાવા પુરતા મહેનતું શિક્ષિકા.

આપણને કદાચ સજામાં જો આવી શાળામાં મૂકે તો પોક મૂકીને રડી જવાય એવી શાળાને સ્વેચ્છાએ માગણી કરીને આવવું. કહે છે અમુક વ્યક્તિ આવતાં અમુક પરિવર્તનનો તો આવે જ છે. તેમ નવા આચાર્યા શાળામાં આવતાં શાળાની પ્રાર્થના, ટાઈમ ટેબલ, એ બધુ નવું બને સ્વાભાવિક છે. પરંતું એક આદર્શ આચાર્ય અને કુશળ નેતૃત્વ કેવું હોય છે ?  તે ફિલ્મમાં ભરપૂર જોવા મળે છે.

પરિસ્થિતિ રેત ચાળીને સોનાની કણકીઓ વીણવા જેવી હતી. ‘શિક્ષક કયારેય સામાન્ય નથી હોતો.’ નવી આચાર્યાના વિરુદ્ધમાં શાળા સ્ટાફ, પ્રાઈવેટ શાળાના સંચાલકો, માફિયાઓ અને ધારાસભ્ય હોવા છતાં. કાવતરાં, ઈર્ષા-અદેખાઈ અને પડકારોને પછાડીને નવા આચાર્યા ‘મેડમ ગીતારાની’ કંઈક જૂદું જ કરે છે. જાતીપાતીનો ભેદ ભૂલીને સાચા અર્થમાં ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડની ભૂમિકામાં જોવા મળે છે.

વિદ્યાર્થીઓમાં રહેલી શક્તિઓને અવળા પાટે જતાં રોકીને એમના અંદર રહેલા ટેલેન્ટને  બહાર કાઢે છે. તેમની સાથે બેસીને જમે છે. જયારે રવિવારે શાળા ખુલ્લી રાખીને ચિત્રકામ, વક્તૃત્વ, નાટક, ડાન્સ ઉપરાંત સર્જનાત્મક પ્રવૃત્તિઓ કરે છે.

શાળાનો સ્ટાફ તેના વિરુદ્ધમાં છે પણ એણે કયાંય ગુસ્સો કર્યો હોય તેવું ફિલ્મમાં એકપણ દ્રશ્ય નથી. કયાંય ધાકધમકી કે ઉશ્કેરણી જનક શબ્દો નથી ઉચ્ચાર્યા ઉલટાનું દરેક શિક્ષકનું પણ એણે મૂલ્યાંકન કર્યું છે. અને દરેક પાસેથી કઈ રીતે કામ કઢાવવું એની એનામાં કાબેલિયત છે. ફક્ત ત્રણની ઉલટી ગિનતીએ શાળાના વાતાવરણને સ્વર્ગ તુલ્ય બનાવી વિદ્યાર્થી અને વાલીના હ્રદયમાં આદર્શ સ્થાન ધારણ કર્યું છે.

એક આ આચાર્યાને જોવી હોય તો ફિલ્મ જોવી જરુરી છે. ફિલ્મ જોયા પછી શિક્ષક તરીકે તમારા હ્રદયમાં સંસંવેદનાઓ ન જાગે તો શિક્ષકનો વ્યવસાય છોડી દેવો જોઈએ !

આચાર્ય એ શિક્ષકોનો બોસ નહીનહીં પણ હોંશ છે, પોરહ છે.

સાવ સામાન્ય લાગતા વાલીગણની ‘વાલી મિટિંગ’ બોલાવી એમની સામે શાળાની વાસ્તવિક પરિસ્થિતિમાં સુધારા કરવાના મુદ્દા મૂકતાં સામાન્ય લોકો જાતે જ સ્વમહેનત અને લોકફાળો કરી શાળાની કાયાપલટ કરે છે.

એક દ્રશ્ય ચિતમાં ચોટી ગયું હોય તો તે જયારે કલેક્ટર શાળામાં આવે છે, અને દિવ્યાંગ બહેન જે પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ આપતી હોય છે. એ જોયા પછી કલેક્ટર ફાઈલો સુધાં પણ જોતા નથી. શાળાના વાતાવરણની આ જીત છે.

સમય પાલનની બાબતમાં  પોતાના પિતાના મૃત્યુની અંતિમ ક્રિયા કરીને તરત શાળામાં આવી જવું, ઉપરાંત બાળસહજ બાળકોને દોસ્ત બનાવી તેમનાં દિલ જીતવાં, બાળકોના નાના-નાના પ્રશ્નો ને સમજવા તેમના નજીક જવું. અરે! બીજા ધોરણનો બાળક લગ્ન કરવાની અને હાથ માગવાની વાત કરે છે તેને સમજાવવું. નવમા ધોરણની તરુણી પોતાને ઉદ્ભવતી ઊર્મિઓને વ્યક્ત કરતાં યોગ્ય માર્ગદર્શન આપવું એ તેના સરળ સ્વભાવ ને છતો કરે છે.

માનવતાની ખાતર લીધેલા નિર્ણયમાં ‘ધર્મ કરતાં ધાડ પડી’ એવી સ્થિતિ એટલે બ્યાસી વિદ્યાર્થીઓ ધોરણ નવમાં ફેલ થતાં ડ્રોપ આઉટમાંથી પાછા બોલાવી સીધા જ દશમાની પરીક્ષા અપાવવી. કાવતરા ખોર અને શિક્ષણના વેપારીઓ દ્વારા અરેસ્ટ વોરંટ, ધરપકડ, જેલ છતાં સતત વિદ્યાર્થીઓના રિઝલ્ટની ચિંતા ગ્રામજનોનું આખી રાત પોલીસ સ્ટેશન સામે ઉપવાસ આંદોલન, પોલીસ કર્મચારીને કહે છે;”બાળકો અને વાલીઓએ કંઈ ખાધુ હોય તો હું ખાઉં.” સ્પષ્ટ કહી દેનાર આચાર્યામાં મને સાક્ષાત સરસ્વતી દેવીનાં દર્શન થયા છે. અરે ! મારી બાજુમાં બેસીને ફિલ્મ જોતા મારા દીકરા ક્રિશકે તો ‘પરી’વાળો  સીન જોઈને મને પ્રશ્ન પણ કર્યો ; “પપ્પા, આ કયાં માતાજી છે ? ” મેં જવાબ આપ્યો ;”બેટા, વિદ્યાની દેવી સરસ્વતી.”

આખરે બ્યાસીમાંથી ઓગણ્યાએંસી વિદ્યાર્થીઓ પાસ થતાં સરકારે ભૂલને માફ કરી પોતાનો નિર્ણય પાછો લેતાં ફિલ્મનો અંત સુખદ રહ્યો.

પોતાના વિદ્યાર્થીઓનું જયારે ઉત્તમ પરિણામ આવે છે ત્યારે શિક્ષકનો ચહેરો એકવાર જોવા જેવો હોય છે, કયારેક જોજો. એના હ્રદયની પ્રસન્નતા જોવાનો વિષય નથી એ અનુભવવી પડે.

આ ફિલ્મ આપણી આખી શિક્ષણ પ્રણાલીની અને શિક્ષક સમાજને રાહ ચીંધતી એક મિસાલ સમાન છે. સતત પરિપત્રો અને સરકારી કાર્યક્રમોમાં રાચતો આચાર્ય અને પોતાની નૈતિક ફરજ ભૂલતો શિક્ષક જો સભાન નહીં થાય તો ભારતનું ભાવી રોળાઈ જશે. દેશની પેઢિયોની પેઢિયોનો આખો ઘાણ દાઝી જશે.

ફકત કાગળિયે કહોળ રાખવાથી નહીં પણ એને અમલમાં મૂકીને પ્રેક્ટિકલ કામ કરવાની જરૂર છે. પોતાની જાતને એક પ્રશ્ન છે શું ખરેખર આવું આપડે ન કરી શકીએ અને અંદરથી જવાબ આવે છે ચોક્કસ કરી શકીએ. હા, હવે નવી શિક્ષણનીતિ નવા આયામો અને આમૂલ પરિવર્તનો લઈને આવી રહી છે.  એને અમલમાં મૂકવા તૈયાર થઈ જઈએ. તૈયાર થવાનું કહેતાં ચહેરાને વારંવાર ધોવાની જરૂર નથી. ”ઉડાડવાની તો જરૂર છે ફક્ત અરીસા પરની ધૂળ.” ચહેરો તો એ જ છે અરીસો મલિન થયો છે.જરૂર છે છાપ સુધારવાની આટલી આળસ ત્યજી દેશું તો આપણે પણ મેડમ ગીતારાની જેમ સફળ થઇ જશું.

હા, હજુ આ સિવાય પણ શાળાના વહિવટને ખુલ્લા પાડતા મુદ્દા ફિલ્મમાં આવ્યા નથી. છેલ્લે સવારના ભુલ્યા સાંજે ઘેર આવે તો એને ભુલ્યા ન કહેવાય.

લેખક – રાઘવ વઢિયારી

આવાજ સરસ લેખો ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “જીગલો ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.- JigloGujarati Team

 

Jiglo

Recent Posts

શું ત્વચા પર દેખાવવા લાગ્યા છે વધતી ઉંમરના લક્ષણ? તો ન કરો ચિંતા, આજે જાણીલો તેને દુર કરવાના આ આયુર્વેદિક ઉપાય

લોકો તેમના ચહેરાની સુંદરતા વધારવા માટે નવી રીતો અપનાવી રહ્યા છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે…

4 years ago

પૂજા ઘરમા આ પાંચ વસ્તુઓ રાખવાથી મળશે માતા લક્ષ્મી ના આશીર્વાદ, ક્યારેય નહીં થાય પૈસાની તંગી

શાસ્ત્રોમાં ઘણી પદ્ધતિઓ ઉલ્લેખિત છે, જેની મદદથી આપણે દેવ-દેવીઓના આશીર્વાદ મેળવી શકીએ છીએ. તમને જણાવી…

4 years ago

અત્યંત સિદ્ધ તેમજ શક્તિશાળી છે સુંદરકાંડનો પાઠ, વાંચવાથી પૂર્ણ થશે દરેક ઈચ્છાઓ

મહાબલી હનુમાનજી ને આ ધરતી ઉપર અજર-અમર દેવ માનવામાં આવે છે.અને એવું પણ માનવામાં આવે…

4 years ago

જ્યારે આવા શિયાળામાં આવી જાય તાવ, તો જાણો તેના ઉપાય

મિત્રો, જો તમને આ શિયાળાની ઋતુમા તાવ આવે છે, જેનો અર્થ એ છે કે તમને…

4 years ago

નાસ્તા કરતા સમયે ન કરો આ 5 ભૂલો, નહિતર સ્લીમ-ટ્રીમ દેખાવવાની ચાહત પર ફરી જશે પાણી

મિત્રો, દરરોજ યોગ્ય નાસ્તો કરવો આરોગ્ય માટે મહત્વપૂર્ણ છે. તમે દિવસમાં જે કેલરીનો વપરાશ કરો…

4 years ago

પી.એચ.ડી., એલએલબી, બી.ટેક, એમબીએ; ૨૪ લાખની નૌકરી છોડી, ખેતી થી કમાયા બે કરોડ

મિત્રો, કારકિર્દીનો નિર્ણય લેવો એ સૌ કોઈના જીવનકાળમા ખુબ જ મહત્વપૂર્ણ કાર્ય છે. ડિગ્રી પ્રાપ્ત…

4 years ago

This website uses cookies.