લંકા પર પહેલા નહોતુ રાવણ નું રાજ, જાણો કેવી રીતે દશાનને મેળવી આ સોના ની લંકા?

રામાયણમાં સોનાની નગરી લંકાનો ખુબ જ સરસ વર્ણન કરવામાં આવ્યું છે. એવું કહેવામાં આવે છે કે તેમની ભવ્યતા જોઇ ને લક્ષ્મણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ભગવાન રામને તેમને લંકા ઉપર વિજય પ્રાપ્ત કરીને શાસન કરવાનો પણ સલાહ આપી હતી. ત્યારે રામે લક્ષ્મણને કહ્યું હતું કે પોતાની મા અને માતૃભૂમિ જ ખરેખર સ્વર્ગ થી પણ વધારે મહાન હોય છે. ઉત્તરકાંડ રામાયણ માં રાવણને લંકા કેવી રીતે મળી તે જણાવવામાં આવ્યું છે. સોમાલી, માલી ,અને મલયવન નામના ત્રણ દાનવ હતા.


Image source

તેમણે બ્રહ્માજીની ખૂબ જ તપસ્યા કરી હતી. વરદાન મેળવ્યું હતું કે તેમને આસાનીથી કોઈ હરાવી નહીં શકે. તેથી દેવતાઓના વાસ્તુકાર વિશ્વકર્મા અને તેમણે આદેશ આપ્યો કે તેમના માટે એક વિશાળ ભવનનું નિર્માણ કરવામાં આવે છે. ભગવાન શંકરના નિર્માણથી પણ શ્રેષ્ઠ હોય. ત્યારબાદ સુવેલા નામના દ્વીપ ઉપર વિશ્વકર્માએ લંકાને બનાવી. લંકાની આ વિશાળ હવેલીની ચારે તરફ સોના ની દિવાલ કરવામાં આવી હતી. તેના મુખ્ય દ્વારને પણ સોનાથી મઢવામાં આવ્યું હતું.


Image source

તેનાથી સમગ્ર લંકામાં તેમની ચમક જોવા મળતી હતી. યુદ્ધ દરમિયાન ભગવાન વિષ્ણુએ માલી ને મારી. સુમલી અને માલયવન ને તેમના રાક્ષસ મિત્રો સાથે પાતાળલોકમાં મોકલી દીધા હતા. ત્યાર પછી વિશ્વાસ ઋષિના પુત્ર કુબેરને ધન દેવતાના રૂપમાં સ્થાપિત કરવામાં આવ્યા હતા. કુબેર લંકાથી પોતાનું કામ કરવા માંગતા હતા. લંકા તેના કામ કરવા માટે ખૂબ જ યોગ્ય હતો. તેથી તેના પિતાજીએ તેમને ત્યાં જવાનું કહ્યું. તેથી કુબેરે લંકા ઉપર કબ્જો કરી લીધો.


Image source

સોમાલી રાક્ષસને એક દીકરી હતી તેનું નામ કિસ હતું કેકસી. સુમાલી પોતાની દીકરીનો વિવાહ કુબેરના પિતા વિશ્વા ઋષિ સાથે કર્યો. વિશ્વા અને કેકેસી ને રાવણ સહિત કેટલાય પુત્રોને જન્મ આપ્યા. ત્યારબાદ રાવણે ભગવાન બ્રહ્માની તપસ્યા કરી અને શક્તિશાળી થવાનું વરદાન પ્રાપ્ત કર્યું. ત્યાર પછી શુંમાલિ એ પોતાના પૌત્ર રાવણ પાસે રાક્ષસોના માટે એક વાર ફરીથી લંકા પાછી લેવાનો આગ્રહ કર્યો. પરંતુ કુબેર તેના સાવકા ભાઈ રાવણ સાથે લંકાનું વિભાજન કરવા માગતા હતા.


Image source

પરંતુ રાવણ ને મંજૂર નહોતું તેથી રાવણ લંકા ઉપર પૂરો કબજો કરવા માંગે છે. તેથી રાવણ એ કુબેરને બધા જ ધન અને તેમની ભવ્યતા છોડી અને લંકા મૂકી ને ચાલ્યા જવાનું કહ્યું. કુબેર ના પિતા વિશ્વા ઋષિએ પણ રાવણ ની બધી માંગો નું પાલન કરવાનું કહ્યું. ત્યાર પછી કુબેરે લંકા છોડી દીધી. હિમાલયમાં પોતાનું રાજ્ય સ્થાપિત કર્યું. આવી રીતે રાવણને પોતાના પિતા પાસેથી વારસામાં લંકા મળી હતી.


Image source

રાવણ ત્રણેય લોકમાં પોતાનું શાસન સ્થાપવા માગતા હતા. તે માટે તેમણે ઘણા યુદ્ધ કર્યા.તેમણે અંતે કુબેરના રાજ્ય પર પણ હુમલો કર્યો અને કુબેર ને હરાવ્યો. તેની પાસેથી તેનો પુષ્પક વિમાન પણ છીનવી લીધું. લંકા નગરી ઉપર રાવણ લાંબા સમય સુધી રાજ કર્યું.


Image source

આવાજ સરસ લેખો ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “જીગલો ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.- JigloGujarati Team

Leave a Comment