ભારતન દરેક ખૂણે ક્રિકેટનો જાદુ અને ક્રિકેટ પ્રેમીઓ જોવા મળે છે. હવે આપણે ક્રિકેટ વિશે વાત કરતા હોઇએ અને તેમા આપણી ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી વિશે વાત ન કરીએ, તો કેમનુ ચાલે! આજે આપણે આ અહેવાલમા ભરતીય ક્રિકેટ ટીમના દમદાર ખેલાડી અને જોશીલા કેપ્ટન વિરાટ કોહલી વિશે જણાવવા જઈ રહ્યા છીએ. તો ચાલો જાણીએ….
વિરાટ કોહલી માત્ર એક સ્ટાર ક્રિકેટર કે સ્ટાર ઓપનર જ નહિ, પરંતુ એક સ્ટાર બિઝનેસ મેન પણ છે. તમને આ જાણીને નવાઈ લાગશે કે, વિરાટ કોહલી કયા કયા સેક્ટરમા બિઝનેસ કરે છે. અને આ અહેવાલમા આપણે વિરાટ કોહલીના કયા કયા બિઝનેસ છે, તે અંગે ચર્ચા કરીશું.
વિરાટ કોહલી, ભારતીય ક્રિકેટ ટીમના એક્માત્ર એવા ખેલાડી છે, જેમના ઇંસ્ટાગ્રામમા 55 મિલિયન ફોલોઅર્સ છે. વિરાટ કોહલી પોતાના એકાઉન્ટ પર એક પોસ્ટ કરવાના 1,35,00,000 ( એક કરોડ પાંત્રિસ લાખ રુપિયા) ચાર્જ કરે છે. આની સાથો સાથ વિરાટ ઘણી બધી બ્રાંડની એડ્સ પણ કરે છે. જેમ કે, ઑડી કાર, માન્યાવર, ટિસોટ વૉચ વગેરે. અને આ એડ્સસના એક દિવસના શૂટીંગ માટે વિરાટ 5-6 કરોડ રુપિયા ચાર્જ કરે છે.
જ્યારે વિરાટ મેદાન પર બેટ લઈને રમવા આવે છે, ત્યારે તમે તેના બેટ પર MRF નુ સ્ટીકર તો જોયુ જ હશે. આ એક સ્ટીકર લગાવવા માટે MRF બ્રાંડ વિરાટને દર વર્ષના 12 કરોડ રુપિયા આપે છે. આની સાથે સાથે વિરાટે PUMA સાથે 110 કરોડ રુપિયાની ડીલ કરેલી છે. આતો એવી બ્રાંડ હતી જેને વિરાટ પ્રમોટ કરે છે, પરંતુ કેટલાક એવા પણ બ્રાંડ છે જે વિરાટના છે. તો ચાલો જાણીએ તેના વિશે..
1) WROGN
આ ભારતની એક પ્રખ્યાત ફેશન બ્રાંડ છે. આટલુ જ નહી સચિન તેંડુલકર સાથે વિરાટ WROGN બ્રાંડને કોન કરે છે. WROGN ને ખરીદ્યા પછી, 2014 મા વિરાટે લંડનમા સ્ટાર્ટઅપ સાથે મળીને સ્પોર્ટકોનવો નામના એપ અને વેબસાઈટ લૉન્ચ કરી.
2) CHISEL GYM AND FITNESS
આપણે બધા જાણીએ જ છીએ કે, વિરાટ તેની ફિટનેસ પર ખૂબ જ ધ્યાન આપે છે. તેઓ સ્વિટ અને નોન વેજ નથી જમતા. આને ધ્યાનમા રાખીને વિરાટે CHISEL GYM AND FITNESS ના વ્યાપ વધારવા માટે 90 કરોડ રુપિયાનુ ઇંવેસ્ટમેંટ કર્યુ છે.
3) FC GOA
વિરાટને બાળપણથી જ ક્રિકેટની સાથે ફૂટબૉલનો પણ ઘણો શોખ હતો. એક ઇંટરવ્યુમા વિરાટે કહ્યુ હતુ કે, તેઓ ક્રિકેટર ના હોત, તો તેઓ એક ફૂટબોલર અથવા એક બિઝનેસ મેન હોત. ફૂટબોલના આ જ શોખને કારણે વિરાટે ઇંડિયન સુપર લીગની FC GOA ટીમના સ્ટીક્સ પણ ખરિદ્યા છે. આ સાથે વિરાટ રેસલિંગ ટીમ બેંગલુરુ યોદ્ધાના પણ માલિક છે.
4) વાયરલેસ હેડફોન
વિરાટે ઝિવા ઈલેક્ટ્રોનિક્સ સાથે મળીને, મુવ એકોસ્ટીક નામના વાયરલેસ હેડફોન લોંચ કર્યા. જેમા વિરાટ કોહલી મેજર સ્ટોક હોલ્ડર છે.
5) ONE8
વિરાટ કોહલી આ બ્રાંડ સાથે પણ જોડાયેલ છે. 2021 સુધી આ બ્રાંડના મોબાઈલ ફોન પણ લૉન્ચ કરવામા આવશે. આ એક ફેમસ બ્રાંડ છે.
વિરાટ કોહલીની બ્રાંડ વેલ્યુ 237.5 મિલિયન ડૉલર છે. એટલે જો તેને રુપિયામા રુપાંતરિત કરવામા આવે તો તેનુ મૂલ્ય થાય 2100 કરોડ રુપિયા.
આવાજ સરસ લેખો ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “જીગલો ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.- JigloGujarati Team