ભારતમાં અહીં આવેલ આવેલી છે, તે જગ્યા જ્યાં સીતા માતા ધરતીમાં સમાઈ ગયા હતા!!

રામાયણ અને ગીતા ભારત દેશના મહાન ગ્રંથોમાથી એક છે. આ બંને ગ્રંથોનુ ભારત દેશમા આગવુ સ્થાન છે. આજે આ લેખમા તમને રામાયણ સાથે જોડાયેલી એક જગ્યા વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જે લોકો રામાયણમા અતુટ વિશ્વાસ રાખે છે, તેમના માટે આ લેખ વિશેષ છે. આજે અમે તમને રામાયણ સાથે જોડાયેલા એક એવા સ્થળ વિશે અવગત કરીશુ, જેના વિશે તમે પહેલા ક્યારેય નહી સાંભળ્યું હોય! તો ચાલો જાણીએ આ સ્થળ વિશે…

આ એજ સ્થળ છે, જ્યા મહર્ષિ વાલ્મિકીજીનો આશ્રમ આવેલો છે. જ્યારે સિતા માતા ધરતીમા સમાયા હતા તે સ્થળ પણ અહી આવેલ છે. આ જગ્યાએ હનુમાનજીની 108 ft ઉંચી પ્રતિમા પણ આવેલી છે.

આ સ્થળ પ્રયાગરાજ અને બનારસ રોડ પર આવેલ છે. આ સ્થળનુ નામ સીતામઢી છે. માનવામા આવે છે કે, આ જગ્યાએ જ સીતા માતાએ તેમનો નિર્વાસન કાળ, વાલ્મીકી ઋષિના આશ્રમમા વિતાવ્યો હતો. સાથે જ આ જગ્યા જ ભગવાન રામના પુત્ર લવ અને કુશની જન્મભૂમિ પણ છે, અને અહી માતા સીતાનુ સમાધી સ્થાન પણ આવેલ છે. આ સ્થાન ત્રેતાયુગની સાક્ષી પુરે છે. અહી પહોચતાની સાથે જ હનુમાનકજીની 108 ft ઉંચી પ્રતિમા જોવા મળે છે. ઘણા લોકો આ પ્રતિમા જોવા માટે પણ અહી આવે છે. અહી મંદિર પણ આવેલ છે.

અહી નજીકમા જ ગંગા નદીના કિનારે વાલ્મિકી ઋષિનો આશ્રમ આવેલ છે. આ આશ્રમમા પ્રવેશ કરતાની સાથે જ પ્રવેશદ્વાર પર એક અશ્વની સુંદર પ્રતિમા આવેલી છે. અહી આવેલ મંદિરમા પ્રવેશ કરતાની સાથે જ “ મહર્ષિ વાલ્મીકિ આશ્રમ અને લવ કુશ જન્મભૂમિ” લખેલુ જોવા મળે છે. અહી ગંગા નદી અને તમસા નદીનો સંગમ પણ જોવા મળે છે. મહર્ષિ વાલ્મિકીએ જે જગ્યાએ રામાયણની રચના કરી હતી તે સ્થળ પણ અહી જોવા મળે છે, અને આ તે જ જગ્યા છે જ્યા લવ અને કુશની શિક્ષા અને દિક્ષા થઈ હતી. આ જ જગ્યાએ તેઓએ ભગવાન શ્રીરામના અશ્વમેઘના ઘોડાને રોક્યો હતો.

આ આશ્રમની અંદરની બાજુએ 2 મંદિર આવેલા છે. જેમાથી 1 મંદિરમા મહર્ષિ વાલ્મિકિ સહિત ભગવાન શ્રીરામ, લક્ષ્મણજી, સીતા માતા અને લવ-કુશની પ્રતિમાઓ આવેલી છે તથા બીજા મંદિરમા માતા સીતાની મુર્તિ બિરાજમાન છે, અને હનુમાનજી તેમને પ્રણામ કરી રહ્યા છે.

અહી એક બીજુ મંદિર પણ આવેલ છે. આ મંદિરનું નામ સીતા સમાહિત મંદિર છે. એવુ કહેવામા આવે છે કે, આ તે જ જગ્યા છે જ્યા માતા સીતા ધરતી માતાની ગોદમા સમાઇ ગયા હતા. ત્યા એક ગુફા પણ આવેલી છે, જ્યા સીતા માતાની એક પ્રાચીન મુર્તિ આવેલી છે. અહી કોઇ ભક્તોની દરેક માનતાઓ પુર્ણ થાય છે. માનતા પૂર્ણ થતા ત્યા દિપ દાન કરવામા આવે છે.

અહી દરરોજ હજારો ભક્તો દર્શનાર્થે આવે છે, અને તેઓ અહી આવી ધન્યતા અનુભવે છે. તમે પણ કોઈકવાર આ સ્થળની મુલાકાત અવશ્ય લેજો!

આવાજ સરસ લેખો ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “જીગલો ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.- JigloGujarati Team

Leave a Comment