જાણવા જેવું

જાણો, મુંબઈમા આવેલ મૂમ્બાદેવી મંદિર સાથે જોડાયેલ કેટલીક રોચક વાતો!!

મુંબઈ ભારતની આર્થિક રાજધાની, જ્યા ઘણા ઐતિહાસિક સ્થળો આવેલા છે. તો વળી ત્યાની આધુનિકતાનો પણ જવાબ નથી. સિધ્ધિવિનાયક મંદિર હોય કે મુમ્બાદેવી મંદિર દેશ વિદેશથી લોકો અહી દર્શનાર્થે આવે છે. તમે નહી જાણતા હોવ કે મુંબઈનુ નામ જ મરાઠીમા ‘મુમ્બા’ એટલે ‘આઈ’ એટલે કે મુમ્બા માતાના નામ પરથી પડ્યુ છે.

અહીના લોકો મુમ્બા માતાને ખુબ માને છે. આ મંદિર લગભગ 400 વર્ષ જુનુ છે. આ મંદિર મુંબઈ ભોલેશ્વરમા આવેલુ છે. તો મિત્રો, અમે આજે તમને મુંબઈમા આવેલા મુમ્બાદેવી મંદિર વિશે કેટલીક એવી વાતો જણાવવા જઈ રહ્યા છીએ જેને જાણીને તમે ચોંકી જશો..

મુમ્બાદેવીને લક્ષ્મી માતાનુ રૂપ માનવામા આવે છે. અને આજ કારણોથી મુંબઈને લક્ષ્મીનુ ઘર કહેવામા આવે છે. અહી મુમ્બાદેવીની નારંગી રંગની, રજત મુઘટથી સુશોભિત મુર્તિ આવેલી છે.

મુમ્બાદેવીને મુંબઈની ગ્રામદેવીના રૂપમા પુજવામા આવે છે. એટલે જ કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલા અહી મુમ્બા દેવીની પુજા કરવામા આવે છે. ઈતિહાસ જોતા જાણવા મળે છે કે, મુંબઈ શરુઆતમા માછીમારોનુ શહેર હતુ. તેમને અહી કોળી કહે છે. આ માછીમારોનુ માનવુ છે કે મુમ્બા દેવી તેમને સમુદ્રમા આવનારી તમામ મુશ્કેલીઓથી બચાવે છે.

મંદિરમા મુમ્બાદેવીનુ વાહન દરરોજ બદલવામા આવે છે. દરરોજ માતાનુ વાહન અલગ હોય છે. સોમવારે નંદી, મંગળવારે હાથી, બુધવારે કુકડો, ગુરુવારે ગરુડ, શુક્રવારે હંસ, શનિવારે હાથી અને રવિવારે સિંહ પર માતાની મુર્તિ સુશોભિત કરવામા આવે છે. આ બધા વાહનો ચાંદીના બનેલા છે.


મુમ્બાદેવી મંદિરમા દરરોજ 6 વાર આરતી કરવામા આવે છે. અહી ખાસ કરીને મંગળવારે ભક્તોની ભીડ રહે છે. બધા એવુ કહે છે કે અહી માંગવામા આવેલી દરેક માનતા પુર્ણ થાય છે.


1737મા મુળ રુપે આ મંદિર જ્યા હતું, ત્યા આજે વિક્ટોરિયા ટર્મિનસની ઈમારત આવેલી છે. બાદમા અંગ્રેજોના શાસન દરમિયાન મંદિરને મરીન લાઇન્સ પુર્વ ક્ષેત્રમા બજારની વચ્ચે સ્થાપવામા આવ્યુ. તે સમયે મંદિરની ત્રણ બાજુએ એક મોટું તળાવ હતુ.

મુંબઈને માયાનગરી કેમ કહેવામા આવે છે?

દેવી લક્ષ્મી ધનની દેવી છે, જેમના સ્વરુપ મુમ્બાદેવીના નામ પરથી મુંબઈ નામ પડ્યું છે, અને ધનને માયા પણ કહેવામા આવે છે. એટલા માટે જ મુંબઈને માયાનગરી કહેવામા આવે છે.

શા માટે અખૂટ ધનનો ભંડાર છે મુંબઈ નગરી?

દેવી લક્ષ્મીને સમુદ્રની દિકરી માનવામા આવે છે, તેથી જ, જે શહેરો સમુદ્રના કિનારે વસેલા છે, ત્યા ક્યારેય ધન સંપત્તિની ઉણપ નથી રહેતી. મુંબઈ પણ આવા શહેરોમાથી જ એક છે.

આવાજ સરસ લેખો ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “જીગલો ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.- JigloGujarati Team

Jay Patel

Recent Posts

શું ત્વચા પર દેખાવવા લાગ્યા છે વધતી ઉંમરના લક્ષણ? તો ન કરો ચિંતા, આજે જાણીલો તેને દુર કરવાના આ આયુર્વેદિક ઉપાય

લોકો તેમના ચહેરાની સુંદરતા વધારવા માટે નવી રીતો અપનાવી રહ્યા છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે…

3 years ago

પૂજા ઘરમા આ પાંચ વસ્તુઓ રાખવાથી મળશે માતા લક્ષ્મી ના આશીર્વાદ, ક્યારેય નહીં થાય પૈસાની તંગી

શાસ્ત્રોમાં ઘણી પદ્ધતિઓ ઉલ્લેખિત છે, જેની મદદથી આપણે દેવ-દેવીઓના આશીર્વાદ મેળવી શકીએ છીએ. તમને જણાવી…

3 years ago

અત્યંત સિદ્ધ તેમજ શક્તિશાળી છે સુંદરકાંડનો પાઠ, વાંચવાથી પૂર્ણ થશે દરેક ઈચ્છાઓ

મહાબલી હનુમાનજી ને આ ધરતી ઉપર અજર-અમર દેવ માનવામાં આવે છે.અને એવું પણ માનવામાં આવે…

3 years ago

જ્યારે આવા શિયાળામાં આવી જાય તાવ, તો જાણો તેના ઉપાય

મિત્રો, જો તમને આ શિયાળાની ઋતુમા તાવ આવે છે, જેનો અર્થ એ છે કે તમને…

3 years ago

નાસ્તા કરતા સમયે ન કરો આ 5 ભૂલો, નહિતર સ્લીમ-ટ્રીમ દેખાવવાની ચાહત પર ફરી જશે પાણી

મિત્રો, દરરોજ યોગ્ય નાસ્તો કરવો આરોગ્ય માટે મહત્વપૂર્ણ છે. તમે દિવસમાં જે કેલરીનો વપરાશ કરો…

3 years ago

પી.એચ.ડી., એલએલબી, બી.ટેક, એમબીએ; ૨૪ લાખની નૌકરી છોડી, ખેતી થી કમાયા બે કરોડ

મિત્રો, કારકિર્દીનો નિર્ણય લેવો એ સૌ કોઈના જીવનકાળમા ખુબ જ મહત્વપૂર્ણ કાર્ય છે. ડિગ્રી પ્રાપ્ત…

3 years ago

This website uses cookies.