કલ્પના ચાવલા જેમને આજે કોઈ ઓળખાણની જરુર નથી. ભારતની આ દિકરીએ નાસામા કામ કરીને ભારતનુ નામ અવકાશની દુનિયામા ઊંચા આકાશે પહોચાડી દીધુ હતુ. તેઓ ભારતની પહેલી મહિલા હતી, જેઓ આ ગ્રહને છોડીને અવકાશમા ગઈ હતી. પરંતુ એક ભૂલના લીધે તે પોતાના ગ્રહ પર પરત ના આવી શકી.
કલ્પના ચાવલાનો જન્મ 17 માર્ચ, 1962 ના રોજ કર્નાલમા થયો હતો. જે ભારતના હરિયાણા રાજ્યમા આવેલુ છે. તેઓને બાળપણથી જ એરોપ્લેનની ટ્રેંક બનાવવામા ખુબ રુચિ હતી. તેઓ રાત્રે તારાઓને જોઈને ખુશ થતા હતા.
કલ્પના ચાવલાએ પોતાનો અભ્યાસ પંજાબ એંજીનિયરિંગ કોલેજમા કર્યો, ત્યાર બાદ તેમણે અમેરિકાની યુનિવર્સિટી ઑફ ટેક્સેસ અને યુનિવર્સિટી ઑફ કોલોરોડામાથી અભ્યાસ કર્યો. ત્યાર બાદ, 26 વર્ષની નાની વયે જ તેમનુ સપનું પુરુ થયુ અને તેમને વિશ્વની સૌથી મોટી સ્પેસ એજન્સી “નાસા” મા કામ કરવાનો મોકો મળ્યો. વર્ષ 1997 મા કલ્પના ચાવલાને સૌપ્રથમ વાર સ્પેસ શટલ કોલંબિયાને ઉડાડવાનો મોકો મળ્યો, અને વર્ષ 2000 મા કલ્પના ચાવલાને બીજા સ્પેસ મિશન માટે સિલેક્ટ કરવામા આવ્યા. તેમની સાથે બીજા 6 ક્રૂ મેમ્બર પણ હતા. પરંતુ કેટલાક ટેકનિકલ ખામીઓને કારણે આ મિશન લંબાતુ ગયુ.
છેલ્લે, 16 જાન્યુઆરી, 2003 ના રોજ કલ્પના ચાવલા ફરી એકવાર સ્પેસમા પહોચી. કલ્પના ચાવલા અને તેના સાથીદારોએ અવકાશમા લગભગ 80 જેટલા પ્રયોગો કર્યા હતા. પરંતુ આ મિશન દરમિયાન આ સ્પેસ શટલના લૉન્ચિંગ દરમિયાન જ એક મોટી ભૂલ થઈ હતી. લૉન્ચિંગ સમયે આ સ્પેસ શટલના બહારના ટેંકમાથી ફોર ઇંશ્યુલેશનનો એક ટુકડો તૂટી ગયો હતો. અને ઓર્બિટરના લેફ્ટ વિંગ સાથે ટકારાયો હતો. એ સ્પેસ શટલમા સવાર થઈને કલ્પના ચાવલા અને તેમના સાથીઓ અવકાશમા જઈ રહ્યા હતા તે હવે ડેમેજ થઈ ગયુ હતુ. કેટ્લાક એન્જીનિયરને આ ડેમેજ નોર્મલ લાગતુ હતું.
આ સ્પેસ શટલની મદદથી કલ્પના ચાવલા અને તેમન સાથીઓ અવકાશમા આવી પહોચ્યા હતા. અને નાસા એ કલ્પના ચાવલા અને તેમના સાથીઓને આ વાતની જાણકારી પણ નહોતી આપી કે તેમનુ સ્પેસ શટલ ડેમેજ થયેલુ છે. પોતાના મિશનને પુરુ કર્યા બાદ અને સ્પેસમા 16 દિવસ વિતાવ્યા બાદ કલ્પના ચાવલા અને તેમની ટીમ ઘર પરત ફરવાની તૈયારી કરી રહી હતી. પરંતુ પ્રુથ્વીના વાતવરણમા પ્રવેશતાની સાથે, વાતાવરણના ગરમ વાયુઓ તે ટુતેલી જગ્યામાથી સ્પેસ શટલની અંદર ભરાઈ ગયા. આને કારણે સ્પેશ શટલનો અંદરનો ભાગ ખરાબ થઈ ગયો.
આના લીધે આખુ સ્પેસ શટલ તુટી ગયુ. આ ઘટના 1 ફેબ્રુઆરી, 2003 ના રોજ બની હતી. જેમા કલ્પના ચાવલા અને તેમના સાથીદારોના મૃત્યુ થયા હતા. આ ભયાનક ઘટના બાદ સ્પેસ શટલના બધા ફ્લાઈટ મિશન 2 વર્ષ માટે રદ્દ કરવામા આવ્યા હતા. અને ઈંટરનેશનલ સ્પેસ સ્ટેશનનુ બાંધકામ પણ રોકવામા આવ્યું હતુ. આની સાથોસાથ કલ્પના ચાવલા અને તેમના સાથીઓને શ્રધ્ધાંજલી અર્પણ કરવામા આવી. કલ્પના ચાવલાના નમ પર એક ‘ એસ્ટ્રોઈડ’ નુ નામ પણ રાખવામા આવ્યું છે. સાથોસાથ ભારતના એક સેટેલાઈટનુ નામ પણ તેમના નામ પરથી રાખવામા આવ્યુ છે.
ન્યુયોર્ક શહેરમા, 74 સ્ટ્રીટનું નમ કલ્પના ચાવલા વે ( Kalpana Chawla Way) રાખવામા આવ્યું છે. ઘણી સંસ્થાઓ, કોલેજ અને યુનિવર્સિટીઓ પણ તેમના નામે ખોલવામા આવી છે. નાસાએ પણ એક સુપર કૉમ્પ્યુટરનુ નામ કલ્પના ચાવલાના નામ પર રાખ્યુ હતુ. આ સિવાય મંગળ ગ્રહ પર આવેલ એક પર્વતનુ નામ પણ કલ્પના ચાવલાના નામ પરથી રાખવામા આવ્યુ છે.
આજે પણ ભારતમા બાળકોને કલ્પના ચાવલાની કહાની કહીને, તેમને નવી પ્રેરણા આપવામા આવે છે. સાચે જ, કલ્પના ચાવલાએ ભારત દેશનુ નામ સ્પેસની દુનિયામા ઊંચા આકાશે પહોચાડી દિધુ હતુ.
આવાજ સરસ લેખો ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “જીગલો ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.- JigloGujarati Team
લોકો તેમના ચહેરાની સુંદરતા વધારવા માટે નવી રીતો અપનાવી રહ્યા છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે…
શાસ્ત્રોમાં ઘણી પદ્ધતિઓ ઉલ્લેખિત છે, જેની મદદથી આપણે દેવ-દેવીઓના આશીર્વાદ મેળવી શકીએ છીએ. તમને જણાવી…
મહાબલી હનુમાનજી ને આ ધરતી ઉપર અજર-અમર દેવ માનવામાં આવે છે.અને એવું પણ માનવામાં આવે…
મિત્રો, જો તમને આ શિયાળાની ઋતુમા તાવ આવે છે, જેનો અર્થ એ છે કે તમને…
મિત્રો, દરરોજ યોગ્ય નાસ્તો કરવો આરોગ્ય માટે મહત્વપૂર્ણ છે. તમે દિવસમાં જે કેલરીનો વપરાશ કરો…
મિત્રો, કારકિર્દીનો નિર્ણય લેવો એ સૌ કોઈના જીવનકાળમા ખુબ જ મહત્વપૂર્ણ કાર્ય છે. ડિગ્રી પ્રાપ્ત…
This website uses cookies.