જડમૂળમાંથી બીમારીઓ દૂર કરવી હોય તો શિયાળામા મૂળા ના પાન નુ સેવન કરો

મિત્રો અને સજ્જનો આ વાત એકદમ સાચી છે કે સ્વસ્થ જીવનશૈલી એ સફળતાની ચાવી માનવામાં આવે છે. જો મનુષ્ય સ્વસ્થ જીવનશૈલી હોય તો તે પોતાના દરેક કાર્યમાં સારી રીતે કામ કરી ને આગળ વધે છે.પરંતુ માનવનાં શરીરમાં ઘણા પ્રકારનાં બેક્ટેરિયા મળી આવતા હોય છે. જેમાં અમુક સારા તો અમુક ખરાબ હોય છે. આપણે જ પૌષ્ટિક આહારનું સેવન કરીએ છીએ તો આપણી અંદર રહેલા ખરાબ બેક્ટેરિયાનો નષ્ટ થઈ જાય છે અને સારા બેક્ટેરિયામાં વધારો થાય છે. આવી ઘણી બધી ખાવા-પીવાની ચીજો છે જેનું સેવન કરવાથી આપણને ખરાબ બેક્ટેરિયાનો નાશ કરી તેનાથી મુક્તિ અપાવે છે. તો ચાલો જાણીએ તેના વિશે.

Image Source

જેવી ઠંડી પડવાની શરૂઆત થાય છે કે, બજારમા મૂળા આવવા લાગે છે. તેનુ સેવન કરવાથી એક નહીં પરંતુ અનેક ફાયદા થાય છે. ઘણા બધા એવા લોકો હોય છે. ઘણા લોકો તેને સલાડના રૂપમાં ખાવાનું પસંદ કરે છે તો કેટલાક લોકો તેના પરાઠા બનાવીને પણ તેનું સેવન કરે છે. સાથે સાથે તેના પાનનું પણ સેવન કરી શકાય છે અને તે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી માનવામાં છે. તેમા ફાઈબરનો સ્ત્રોત ભરપુર હોય છે. જો તેનું સેવન કરવામાં આવે તો પેટ સંબંધિત બીમારીઓમાંથી છુટકારો મળે છે.

Image Source

જે લોકો અવારનવાર કબજિયાતની સમસ્યાથી પીડાતા હોય છે. મૂળાનુ નિયમિત સેવન કરવાથી તમારી પાઈલ્સની સમસ્યા દૂર થાય છે. જો તમે મૂળાનુ સેવન કરો છો તો તેનાથી તમારા શરીરમાં જમા થયેલ ખરાબ બેક્ટેરિયા નષ્ટ થઈ જાય છે અને સારા બેક્ટેરિયામા વધારો થાય છે. સ્થૂળતા ઘટાડવા માટે મૂળા નુ સેવન ખૂબ જ લાભદાયી સાબિત થઇ શકે છે. જો તમે પોતાના વાળને ખૂબ જ જલ્દી લાંબા અને ઘાટા કરવા માંગો છો તો તેના માટે પણ મૂળા નો રસ લાભદાયી સાબિત થાય છે.

Image Source

જે પણ લોકોને ડાયાબિટીસની સમસ્યા છે તેમણે મૂળાનું સેવન જરૂર કરવું જોઈએ. ડાયાબિટીસના દર્દીઓ માટે મૂળા ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. મૂળાનું સેવન કરવાથી પાચનક્રિયા તંદુરસ્ત અને મજબુત રહે છે. તે બ્લડપ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. જો તમને શરદી અને ખાંસીથી બચવું હોય તો તમારે મુળા નું સેવન અવશ્ય કરવું જોઈએ જેનાથી તમને અવશ્ય છુટકારો મળશે.

Image Source

ઠંડીની ઋતુમા મૂળાનુ સેવન વધુ પ્રમાણમા કરવુ જોઈએ કારણકે, તેના કારણે શરદી અને ખાંસી જેવી સમસ્યા ઉત્પન્ન થવાની સંભાવના રહેલી છે. ભલે મુળાની તાસીર ગરમ હોય પરંતુ સાંજ પશ્ચાત મુળાની તાસીર બદલી જાય છે. જેના કારણે શરીરને ઠંડક પહોંચાડે છે આમ આ કારણે રાત્રિના સમયે મૂળાનું સેવન કરવાનું ટાળવું જોઈએ. તમે રાત્રિના સમયે મૂળાના પાન અથવા મૂળાનાં શાકનું સેવન કરી શકો છો.

Image Source

મિત્રો જે વસ્તુના ફાયદા હોય છે તે વસ્તુનું નુકસાન પણ હોય જ છે માટે જો તમે મૂળાનું સેવન કરી રહ્યા છો તો તમારે તે વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે શરદી, કફ, ખાંસી, પેટમાં દુખાવો થવા પર તમારે મૂળાનું સેવન ન કરવું જોઈએ. કારણ કે આ દરમિયાન મૂળા ખાવાથી ઘણાં પ્રકારની બીમારીઓ વધવાની સંભાવના રહેલી છે. જો તમે મૂળાનું સેવન આ બધી વાતોને ધ્યાનમાં રાખીને કરો છો, તો તેનાથી તમારા આંતરડાની સફાઈ થાય છે અને સ્વાસ્થ્ય સાથે સંબંધિત ઘણા બધા ગુણકારી ફાયદા પણ મળે છે.આમ મુળા આપણા શરીર માટે ખુબજ ફાયદાકારક સાબિત થાય છે.

Image Source

આવાજ સરસ લેખો ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

તમે અમને અહિયાં પણ લાઇક અને ફોલો કરી શકો છો

Facebook: જીગલો ગુજરાતી

Instagram: જીગલો ગુજરાતી 

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.- JigloGujarati Team

Leave a Comment