શિયાળા નુ આગમન થઇ ગયું છે અને બજાર મા ખુબ સરસ ધાણાભાજી પણ જોવા મળી રહ્યા છે આપણે ધાણાભાજી નો ઉપીયોગ રસોઇ સજાવટ માટે તો કરિએ જ છીએ સાથે સાથે ચાલો આજે જાણીએ ધાણાભાજી ના બીજા જબરદસ્ત ફાયદા વીષે.
ધાણાભાજી ના ફાયદા
આપણે ભોજન મા ધાણા સુક્કી તેમજ લીલી બન્ને રીતે વાપરીએ છીએ, બન્ને રીતે ધાણા ખુબ ફાઇદાકારક હોય છે. લીલી ધાણા ને ધાણાભાજી કહેવાય છે. ધાણાભાજી મા એન્ટીઓક્સીડેન્ટ સારા પ્રમાણ મા હોય છે. તેમજ વિટામીન-બી૧૬, વિટમીન-બી, વિટમીન-સી, વિટમીન-કે, વિટમીન-એ, કેલ્શીયમ, પોટેશીયમ, મેગનીજ, આયરન પણ હોય છે.
image source
1. ડાયાબિટીસ માટે ફાયદાકારક:
ધાણાભાજી આપણા શરીરમા બલ્ડશુગર ને નિયંત્રિત કરતા ઇંસ્યુલીના સ્તર ને અનુકુળ રાખવા તથા બલ્ડશુગર ને કંટ્રોલ રાખવા માટે ઉપયોગી છે. ધાણાભાજી મા હાજર એન્ટીઓક્સીડેન્ટ તેમજ બીજા પોષક તત્વો બલ્ડશુગર ને કંટ્રોલ કરવા મદદ કરે છે.
image source
2. વજન ધટાડવા માટે ઉપયોગી:
ધાણાભાજી મા રહેલ પોષક તત્વો વજન ધટાડવા માટે ખુબ જ ઉપયોગી છે. જો ધાણાભાજી ના રસ મા લીંબુ તથા પાણી ઉમેરી રોજ સવારે ખાલી પેટે પીવામા આવે તો વજન ઉતરે છે.
image source
3. પાચનતંત્ર માટે ફાયદાકારક:
ધાણાભાજી મા રહેલ એશેન્સીયલ ઓઇલ ચયાપચય ની ક્રીયા મા ખુબ ફાયદાકારક છે. જો ધાણાભાજી ના જ્યુસ નુ નીયમીત સેવન કરવા મા આવે તો સોજો, ઉલ્ટી, ગેસ્ટ્રીક ની તકલીફ મા રાહત મળે છે. તેમજ તેમા રહેલ ડાયેટ્રી ફાઇબર લીવર માટે ફાયદાકારક છે.
image source
4. હૃદય માટે ફાયદાકારક:
ધાણાભાજી એન્ટીઓક્સીડેન્ટ તેમજ ફાઇબર નુ ઉત્તમ સોર્સ છે. એન્ટીઓક્સીડેન્ટ તેમજ ફાઇબર આપણ શરીર મા ખરાબ કોલેસ્ટ્રોલ ને ઘટાડવા માટે ઉપીયોગી છે. તથા ધાણાભાજી મા રહેલા કોપર, આયરન, તેમજ અન્ય પોશક તત્વો રક્તકણો ની માત્રા વધારે છે. તેમજ મેટાબોલીજમ પણ સારુ કરે છે.
image source
5. આંખ માટે ઉપીયોગી:
ધાણાભાજી નુ સેવન આંખ ને તંદુરસ્ત રાખવા ઉપીયોગી છે. ધાણાભાજી મા આંખ માટે જરૂરી એવુ વીટામીન-એ સારી માત્રા મા હોય છે. માટે ધાણાભાજી આંખ ને તંદુરસ્ત રાખવા તેમજ સારી દ્રષ્ટિ માટે ખુબ મદદ રૂપ છે.
image source
આવાજ સરસ લેખો ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
તમે અમને અહિયાં પણ લાઇક અને ફોલો કરી શકો છો
Facebook: જીગલો ગુજરાતી
Instagram: જીગલો ગુજરાતી
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.- JigloGujarati Team