મિત્રો, શિયાળાની ઋતુમા ભૂખ વધારે લાગે અને નવુ-નવુ ખાવાની ઈચ્છા અને મન પણ વધારે થાય પરંતુ, આ શિયાળો થોડો જુદો છે કારણકે, કોરોના ની સમસ્યાએ હજુ સુધી આપણો હાથ છોડયો નથી. ઠંડીમા ફક્ત વાયુ પ્રદૂષણ જ નહિ ધુમ્મસ પણ વધશે અને આ સ્થિતિના કારણે કોરોનાવાઈરસ ની સમસ્યાનુ જોખમ પણ વધી જશે. આવી સ્થિતિમાં લોકોને કોરોના સિવાય અન્ય બીમારીઓનું પણ જોખમ વધારે રહે છે.
શિયાળામા ઈમ્યુનિટી વધારવાની ખુબ જ જરૂર છે. ઈમ્યુનિટી મજબૂત હશે તો કોરોના ની સાથે અન્ય બીમારીથી પણ બચી શકાશે. ઠંડી ની ઋતુમા ઈમ્યુનિટી વધારવા અને બીમારીથી બચવા માટે શું ખાવુ જોઈએ તે વિશે આજે આપણે વાત કરીશુ?
કાજુ :
ઠંડી ની ઋતુમા કાજૂ નુ સેવન ખુબ જ લાભદાયી ગણાય છે, તે પેટ ના રોગો અને ચામડી ના રોગ ના નિદાન માટે ફાયદાકારક સાબિત થાય છે.
બદામ :
આ ઉપરાંત બદામ ની તાસીર ગરમ છે પણ તે પુષ્કળ તાકાત આપે છે. તેને હમેંશા ચાવીને ખાવી જોઈએ. જો તેને ચાવીને ખાવામા ના આવે તો તેનો પુરેપુરો લાભ મળતો નથી.
પિસ્તા :
આ વસ્તુ પચવામા ખુબ જ ભારે છે પરંતુ, તે શરીરને ખુબ જ ગરમી આપે છે. પિત્ત પ્રકૃતિ ધરાવતા લોકોએ આ વસ્તુ નુ શક્ય તેટલુ ઓછુ સેવન કરવુ જોઈએ.
અખરોટ :
આ વસ્તુ પણ પચવામા ખુબ જ ભારે પડે પરંતુ, તે પણ શરીર ને ઈમ્યુનિટી આપે છે અને ભૂખ વધારે છે. જે લોકોને કફ વધારે રહેતો હોય તે લોકોએ અખરોટ ઓછા ખાવા જોઈએ.
ચારોળી :
આ વસ્તુ પણ ઘણી રીતે શક્તિ પ્રદાન કરે છે. જો કે, તે ખાવામા ઠંડી છે અને પચવામા ભારે તેથી બીમાર લોકોએ તેને ખાવી જોઈએ. જે લોકોની પાચન શક્તિ મજબૂત હોય તે લોકોએ ખાવી જોઈએ.
સૂંઠ અને તલ :
ઠંડી ની ઋતુમા સૂંઠ , ગોળ અને ઘી ની ગોળીઓ બનાવીને ખાવી. તે નાનાં બાળકોથી લઈને મોટા લોકો પણ ખાઈ શકે છે. તે ઈમ્યુનિટી વધારવા માટે સૌથી બેસ્ટ છે. તે ઉપરાંત તલ શક્તિવર્ધક છે અને તે શરીરને ગરમી આપે છે તેથી, તમે ઠંડીની ઋતુમા તલ નુ પણ સેવન કરી શકો છો.
કોપરુ અને ગોળ :
આ બંને વસ્તુઓ ઠંડીની ઋતુમા ઘણા લોકો ખાતા હોય છે કારણકે, તે શરીરને તાકાત આપવાની સાથે રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે. શિયાળામા બોડી ડિટોક્સ થાય તે માટે અને ઈમ્યુનિટી વધારવા માટે આ બંને વસ્તુઓનુ સેવન તમારા માટે ખુબ જ લાભદાયી સાબિત થાય છે.
આવાજ સરસ લેખો ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
તમે અમને અહિયાં પણ લાઇક અને ફોલો કરી શકો છો.
Facebook: જીગલો ગુજરાતી
Instagram:જીગલો ગુજરાતી
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.- JigloGujarati Team