મિત્રો, ૪૦ વર્ષની વય પછી વજનમા વધારો થવો એ કુદરતી ઘટના છે. વજનમાં વધારો હોર્મોન્સના બદલાવથી થાય છે. જો તમે પણ ૪૦ ના દાયકામાં પ્રવેશ કર્યો છે અને વધતા જતા વજન અંગે ચિંતિત છો તો આ વજન ઘટાડવા માટેની ટીપ્સ તમારા માટે ખુબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. વધતી ઉંમર સાથે વજન વધવુ એ ખૂબ જ સામાન્ય બની ગયુ છે. જેમ-જેમ શારીરિક પ્રવૃત્તિમા ઘટાડો થાય છે તેમ-તેમ મેદસ્વીતામા વધારો થાય છે.
image source
જો કે, એ જરૂરી નથી કે, ઉમરની સાથે વધતા વજનને ઘટાડીને નિયંત્રણમા ના લઇ શકાય. અમુક ચોક્કસ પદ્ધતિઓ અપનાવીને તમે તમારો વજન ચોક્કસપણે ઘટાડી શકો છો. જો કે, આ થોડું મુશ્કેલ હોય શકે છે પરંતુ, અશક્ય નથી. તમારે ફક્ત તમારા દૈનિક ક્રિયાઓ અને આહાર તરફ ધ્યાન આપવાની જરૂર છે. તમે કેટલીક ટીપ્સ અપનાવીને તમારા વજનને સરળતાથી નિયંત્રિત કરી શકો છો. આજે આ લેખમાં અમે તમને કેટલીક ટીપ્સ જણાવીશુ, જેના દ્વારા તમે તમારુ વજન ઘટાડી શકો છો અને તેને નિયંત્રિત પણ કરી શકો છો. તો ચાલો જાણીએ.
image source
ભોજનમા કાર્બ્સનું પ્રમાણ ઘટાડવુ :
કાર્બોહાઇડ્રેટ એ વજન વધારવા અથવા ઘટાડવામાં સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. વજન વધવા પાછળનુ સૌથી મોટુ કારણ એ કાર્બ્સ છે. ખાસ કરીને, જ્યારે તમે એવી ઉંમરે પહોંચશો જ્યાં તમારી શારીરિક પ્રવૃત્તિ ખુબ જ ઓછી થઈ ગઈ છે અને હોર્મોન્સમા ત્વરિત પરિવર્તન આવી રહ્યુ છે ત્યારે તમારે તમારા ભોજન પર ધ્યાન આપવુ અત્યંત આવશ્યક બને છે. ઘણા લોકો પોતાનુ વજન ઘટાડવા માટે ખોરાકમાથી કાર્બ્સને સંપૂર્ણપણે દૂર કરે છે પરંતુ, તે તમારા માટે એકદમ નુકસાનકારક સાબિત થઇ શકે છે.જો તમે તમારા વજનને નિયંત્રણમા રાખવા ઈચ્છતા હોવ તો તમારા ભોજનમા કાર્બોહાઇડ્રેટ્સનું પ્રમાણ ઓછુ કરો પરંતુ, તેને તમારા ભોજનમાંથી સંપૂર્ણપણે દૂર કરશો નહીં.
image source
લીલી સબ્જીનુ વધુ પ્રમાણમા સેવન કરો :
તમારા ભોજનમા લીલા પાંદડાવાળા સબ્જીનો સમાવેશ કરવાનુ ભૂલશો નહી. તે ફક્ત વજન ઘટાડવા માટે જ નહી પરંતુ, સ્વસ્થ રહેવા માટે પણ લાભદાયી સાબિત થઇ શકે છે. તેમા પુષ્કળ માત્રામા પોષકતત્વો સમાવિષ્ટ છે અને કેલરીની માત્રા પણ ખૂબ જ ઓછી છે. આ ઉપરાંત તે તમારા બ્લડસુગરના સ્તરને નિયંત્રિત કરવા માટે પણ ખૂબ જ સહાયરૂપ સાબિત થઇ શકે છે. જો તમે તમારી કેલરીનુ પ્રમાણ નિયંત્રિત રાખવા માંગતા હોવ તો ભોજનમા લીલી સબ્જીનો સમાવેશ કરવાનુ ભૂલશો નહી.
image source
આલ્કોહોલ મિશ્રિત ચીજવસ્તુઓના સેવનને ટાળો :
આલ્કોહોલ એ તમારા વજનમાં વધારો કરી શકે છે. ખાસ કરીને જેમની ઉંમર ૪૦ વર્ષથી વધુ છે, તે જો પોતાનુ વજન નિયંત્રિત કરવા માંગતા હોય અથવા વજન ઓછું કરવા માંગતા હોય તો પછી શક્ય તેટલુ આલ્કોહોલથી અંતર બનાવી રાખવુ. આલ્કોહોલમા ઉચ્ચ પ્રમાણમા કેલરી સમાવિષ્ટ હોય છે, જેના કારણે તેમના વજનમા વધારો થઇ શકે છે. તેથી, પોતાની જાતને આલ્કોહોલયુક્ત ચીજોથી દૂર રાખવાનુ ભૂલશો નહીં.
image source
શારીરિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા રહો :
જેમ-જેમ ઉંમર વધે છે લોકો પાસે પોતાના માટે ઓછો સમય મળતો હોય છે અને તેમની શારીરિક પ્રવૃત્તિમા પણ ઘટાડો થતો જોવા મળે છે. આ કિસ્સામા વજન ઝડપથી વધે છે. તેથી, તમારી જાતને શારીરિક પ્રવૃત્તિઓથી જરાપણ દૂર ના રાખશો અને કસરત કરવા માટે થોડો સમય અવશ્ય ફાળવવો. વજન ઘટાડવા માટે ચાલવું, યોગા કરવું, દોડવું, જોગિંગ, મોર્નિંગ વોક અને સાયકલિંગ જેવી શારીરિક પ્રવૃત્તિઓ માટે તમારે સમય કાઢવો ખૂબ જ મહત્વપૂર્ણ છે.
image source
પુષ્કળ ઊંઘ મેળવો :
અનિદ્રા અને સ્થૂળતા એ વજનમા વધારો કરી શકે છે. કેટલાંક અધ્યયનમાં એ પણ બહાર આવ્યું છે કે ઓછી ઊંઘ માત્ર ચયાપચયને અસર કરતી નથી પરંતુ, મેદસ્વીપણુ પણ વધારે છે. તેથી, પૂરતી ઊંઘ લેવી એ ખૂબ જ મહત્વપૂર્ણ છે.
image source
તણાવમુક્ત રહો :
શક્ય તેટલુ પોતાની જાતને તણાવથી દૂર રાખવાનો પ્રયાસ કરો. સારું અને આરોગ્યપ્રદ ભોજન અને શારીરિક પ્રવૃત્તિ તમને આમા ઘણી મદદ કરી શકે છે. ફક્ત ૪૦ વર્ષથી ઉપરના લોકો જ નહી પરંતુ, તમામ ઉંમરના લોકો તણાવને કારણે વજન વધારવાનુ જોખમ ધરાવે છે. તમારી નબળી જીવનશૈલી તણાવના સ્તરમા મોટા પ્રમાણમા વધારો કરી શકે છે. તેથી તમારે તમારા નિત્યક્રમને અનુસરવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરવો.
image source
આવાજ સરસ લેખો ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
તમે અમને અહિયાં પણ લાઇક અને ફોલો કરી શકો છો
Facebook: જીગલો ગુજરાતી
Instagram: જીગલો ગુજરાતી
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.- JigloGujarati Team