શુ તમને પણ રહે છે માથાનો દુ:ખાવો? તો હોય શકે છે આ બીમારી

મિત્રો અને સજ્જનો કેટલીક વાર તમે જોયું હશે કે તમારી આજુબાજુ કે આસપાસ ઘણા એવા લોકો કે સગા સંબંધી રેહતા હોય છે જેવો ને વારંવાર માથું દુખતું હોય છે. તેઓ આ બીમારીથી ખુબજ પરેશાન રેહતા હોય છે. જેને લોકો ગુજરાતી માં “આધાશીશી” પણ કહેવામાં આવે છે. જ્યારે ડોકટરો તેને માઈગ્રેન ની તકલીફ કહે છે. તો આજે આપણે વાત કરવાના છીએ આધાશીશી કેવી રીતે થાય છે? તેના કારણ અને તેની સારવાર કઈ રીતે કરવી? તો ચાલો જાણીએ તેના વિશે.

Image Source

માનવશરીરની અંદર અનેકવિધ પ્રકારના હોર્મોન્સ સમાવિષ્ટ છે જેમા સેરોટોનિન અને ઈસ્ટ્રોજન આ બે હોર્મોન્સ માઈગ્રેનની સમસ્યા માટે જવાબદાર છે. જેમાં સેરોટોનિન તત્વના કોઈ કારણસર વધારે માત્રાના કારણે તણાવ આવે તથા મગજ અંદરની લોહીની નળીઓને સાંકડી થાય અને તેનાથી સરદર્દ ની સમસ્યા અનુભવાય છે. ઇસ્ટ્રોજન એ સામાન્ય રીતે સ્ત્રીઓમાં વધારે જોવા મળે છે. આ જ રીતે ઇસ્ટ્રોજન નું પ્રમાણ કોઈપણ કારણસર વધે અથવા ઘટે તો સરદર્દ ની સમસ્યા અનુભવાય છે.

Image Source

લક્ષણો :

જો તમારા ધબકારા વારંવાર વધી જતા હોય તો તેનાથી પણ માથામાં દુખાવો થાય છે. જેને પલસેટિંગ પેઈન કહેવામાં આવે છે. જ્યારે દર્દીને મગજની નસોના ધબકારા વધારે માત્રામાં અનુભવાય ત્યારે માથાનો દુખાવો થાય છે કેટલાક કેસમાં એવું થાય છે કે, માથાનો દુ:ખાવો એ ગરદનના પાછળના ભાગેથી ચાલુ થઈ આંખ સુધી આવે છે. આ દુ:ખાવો ડાબી કે જમણી કોઈપણ એક જ બાજુથી થતો હોય છે. આ પ્રકારના દર્દીઓ લાઈટ અને અવાજ સહન કરી શકતા નથી તેમજ તેમને ઊલટી-ઊબકા નો એહસાસ વારંવાર થતી હોય છે, જેના કારણે કમજોરી આવે છે અને સ્વભાવ ચીડિયો થાય છે.

Image Source

કારણો :

મિત્રો, માઈગ્રેનની સમસ્યા થવા પાછળ મોશનલ , ફિઝિકલ અને ખોરાક ના કારણે થાય છે. તો ચાલો આ વિશે થોડી માહિતી મેળવીએ.

ઈમોશનલ માનસિક :

આ બીમારી વધારે પડતી ચિંતા કરવાથી કે કોઈ એવા ઈમોશનલ ન્યુઝ એટલે કે શોક જેવા સમાચાર સાંભળવાથી આ પ્રકારનો માથા નો દુખાવો થઇ શકે છે.અને આવા સમાચાર સાંભળી તેવો શોક માં જતા રહે છે અને તેને કારણે તેવો ચિંતિત થય જાય છે અને તેને માથાનો દુખાવો થાય છે.

Image Source

ફિઝિકલ શારીરિક :

મિત્રો તમે વધારે પડતો મહેનત વાળું કે પરિશ્રમ વાળું કામ કરવાનું હોય કે લાંબો સમય સુધી કોમ્પ્યુટર પર બેસી રહેવાનું હોય ત્યારે ગરદનના અને પીઠના સ્નાયુઓને થાકીને કમજોર પડી જાય છે. તેમજ કોઈ કારણસર શરીરમાં શુગરનું પ્રમાણ ઓછું થવાથી કે ઘણીવાર ઊંઘ પૂરતા પ્રમાણ માં ન લેવામાં આવે તો તમને માઈગ્રેન થાય છે જેના પરણામે તમને માથાનો દુખાવો થાય છે.

Image Source

ખોરાક:

તમે વધારે પડતાં ચા-કોફી કે આલ્કોહોલ જેવા ઝેરી દ્રવ્યો સેવન વધારે માત્રામાં કરવામાં આવે તેમજ ચાઈનીઝ ફૂડ અને ચોકલેટ વધારે માત્રા માં ખાવાથી તમને માથાનો દુખાવો થય શકે છે.

Image Source

ઉપાયો :

તમને ઉપર જણાવ્યા અનુસાર આ રોગ બચીને રહેવું હોય તો તમારે આ ઉપાયો ઉપયોગ કરવાથી તમે બશી શકો છો. તમારે અતિશય માત્રામાં સ્ટ્રેસ કે ચિંતા કરવી નહીં, સમયસર સારું ભોજન કરવું જેથી લોહીમાં સુગર ની ઉણપ ઉભી થાય નહીં. તેમજ ઝેરી દ્રવ્યોનું સેવન ઓછું કરવું અને ચાઈનીઝ ફુડ કે જંકફૂડ નો ઉપયોગ ખુબજ ઓછા પ્રમાણમાં કરવો. આમ આટલું કરવાથી આ રોગ સામે બચી શકાય છે. તેમજ માઈગ્રેન ના દર્દી ને આઠ કલાક ની પૂરતી ઊંઘ લેવી અને વધારે સ્ટ્રોંગ સ્મેલ વાળા પર્ફ્યુમ, તીવ્ર અવાજ કે લાઇટિંગ માં જવું નહીં.

Image Source

હોમિયોપેથીક સારવાર :

હોમિયોપેથીની સારવાર માટે ઘણી બધી દવાઓ આવેલી છે. જે લાંબો સમય લેવાથી માઈગ્રેન ની પરેશાનીથી કાયમી છુટકારો મેળવી શકાય છે. અમુક વિશેષ દવાઓ તમારા હોમેઓપથિક તબીબ ની સલાહ અનુસાર લેવાથી સરદર્દ ની સમસ્યામા કાયમી રાહત મેળવી શકાય છે. અલોપેથિક દવામા પૈનકીલેર દવાનો ઉપયોગ કરી સરદર્દમા રાહત મેળવી શકાય છે.પરતું તે લાંબો સમય લેવાથી કીડની તે નુકસાન કરી શકે છે. તેથી અલોપેથિક દવા વાપરતી વખતે તમારે ડોક્ટરની સલાહ અચૂક લેવી.

Image Source

આવાજ સરસ લેખો ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

તમે અમને અહિયાં પણ લાઇક અને ફોલો કરી શકો છો

Facebook: જીગલો ગુજરાતી

Instagram: જીગલો ગુજરાતી 

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.- JigloGujarati Team

Leave a Comment