મિત્રો, ઘર હોય કે ઓફીસ બંને જગ્યાએ સાવરણી એ એક ખૂબ જ વિશેષ મહત્વ ધરાવે છે. તેને દેવીમાતા લક્ષ્મી નુ પ્રતીક પણ માનવામાં આવે છે પરંતુ, શુ તમે ક્યારેય એવુ જોયુ છે કે, સાવરણી ને કારણે ઘરમા અશુભ ઘટનાઓ ઘટવા લાગે છે. વાસ્તુ મુજબ જો તમે સાવરણી રાખવામા કાળજી ના લો તો ઘર ની સંપૂર્ણ બરકત દૂર થઈ જાય છે.
ના કરો તૂટેલી સાવરણી નો ઉપયોગ :
ઘણી વખત લોકો સાવરણી તૂટી જાય તો પણ તેનો ઉપયોગ કરે છે. વાસ્તુશાસ્ત્ર ના દ્રષ્ટિકોણથી તેને ખુબ જ અશુભ માનવામાં આવે છે. સાવરણી તૂટી જાય, તે પછી તેની સળીઓને ફરી જોડીને ઉપયોગ કરવો અશુભ છે.
ના રાખો અલમારી કે તિજોરી પાસે સાવરણી :
તમારી અલમારી અથવા લોકર ની નીચે અથવા તો બાજુમા ક્યારેય પણ સાવરણી ના રાખવી. આ કાર્ય કરવાથી તમારા વ્યવસાય અને સંપત્તિ પર ખરાબ અસર થાય છે.
ઘર અને ઓફિસમા ના રાખો ઉભી સાવરણી :
ઘર કે ઓફિસમા ક્યારેય પણ ઉભી સાવરણી ના રાખવી જોઈએ, તે ખૂબ જ અશુભ માનવામા આવે છે. સાવરણી હંમેશાં જમીન પર રાખો નહિતર તમારે તમારા જીવનમા આર્થિક નાણાભીડ ની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.
સાંજ ના સમયે ઘરમા સાવરણીથી ના કાઢવો કચરો :
સૂર્યાસ્ત સમયે ઘરમા સાવરણી થી કચરો વાળવો વાસ્તુ ની દ્રષ્ટીએ અશુભ માનવામા આવે છે. જો તમે આ કાર્ય કરો છો તો માતા લક્ષ્મી તમારાથી ખુબ જ ક્રોધિત થાય છે તેથી, તમારે ક્યારેય પણ સાંજના સમયે અથવા તો રાતના સમયે ઘર અથવા ઓફિસની સફાઈ ના કરવી.
પશ્ચિમ દિશામા સાવરણી રાખવુ ગણાય છે શુભ :
જો તમે તમારા ઘરમા પશ્ચિમ દિશામા રાખો છો સાવરણી તો તે ખૂબ જ શુભ અને શ્રેષ્ઠ માનવામાં આવે છે. જો આ દિશામા સાવરણી રાખવામા આવે તો ઘરમા ક્યારેય પણ નકારાત્મક ઉર્જા પ્રવેશતી નથી.
સાવરણી પર ના મુકવો ક્યારેય પણ પગ :
સાવરણીમા દેવીમાતા લક્ષ્મી વાસ કરે છે એવુ લોકો માને છે. તેથી, એ વાત ને હંમેશા ધ્યાને લેવી કે તમારો પગ ક્યારેય તેના પર ના પડે. તે દેવીમાતા લક્ષ્મી નુ અપમાન ગણાય છે અને માતા લક્ષ્મીના અપમાન ના કારણે ઘરમાં અનેકવિધ પ્રકારની આર્થિક સમસ્યાઓ આવી શકે છે.
નવી સાવરણી નો કરવો ઉપયોગ :
જો તમે તમારા ઘર અથવા ઓફિસમાં વપરાયેલી સાવરણી ને બદલવા માંગતા હોવ તો શનિવાર આ માટે શ્રેષ્ઠ દિવસ છે. શનિવારે નવી સાવરણીનો ઉપયોગ કરવો અત્યંત શુભ માનવામાં આવે છે.
આવાજ સરસ લેખો ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
તમે અમને અહિયાં પણ લાઇક અને ફોલો કરી શકો છો.
Facebook: જીગલો ગુજરાતી
Instagram: જીગલો ગુજરાતી
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.- JigloGujarati Team