મિત્રો, ઘરમા સૂકામેવા તરીકે ઉપયોગમા લેવામા આવતી ચારોળી એ ફક્ત રસોઇ બનાવવા પૂરતી જ ઉપયોગમા લેવામા આવતી નથી પરંતુ, તેમા અનેકવિધ પ્રકારના પૌષ્ટિક તત્વો સમાવિષ્ટ છે જેમકે, પ્રોટીન, ફાઈબર, કાર્બોહાઈડ્રેટ, કેલ્શિયમ, ફોસ્ફરસ, વિટામિન-સી, વિટામીન બી-૧, વિટામીન બી-૨, આયર્ન વગેરે જેવા પોષકતત્વો સમાવિષ્ટ હોય છે, જે તમારા સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભદાયી સાબિત થાય છે.
તેને આપણે પૌષ્ટિક અને કામશક્તિવર્ધક પણ કહી શકીએ છીએ. જો તમને શરીરમા કોઈ નબળાઈ જણાઈ રહી હોય તો ચારોળીના દસ દાણા અને થોડુ અશ્વગંધાનુ ચૂર્ણ લઈ તેને વાટી લેવા ત્યારબાદ એક ગ્લાસ દૂધમા તેટલી જ માત્રામા પાણી મિક્સ કરીને તેમા આ ક્રશ કરેલુ મિશ્રણ ઉમેરી તેને ઉકાળો. આ મિશ્રણ વ્યવસ્થિત રીતે ઉકળી જાય એટલે તેને ઠંડુ પાડી ત્યારબાદ તેમા સાકર મિક્સ કરીને તેનુ સેવન કરી લો. આ દૂધના સેવનથી તમારી કામશિથિલતા દૂર થઈ જશે અને તમારા શરીરમા ભરપૂર માત્રામા ઉર્જાનો સમાવેશ થશે.
આ વસ્તુ કબજિયાત અને ઝાડાની સમસ્યા માટે રામબાણ ઈલાજ સાબિત થાય છે. મોટાભાગે લોકો પેટ સાથે સંકળાયેલી સમસ્યાઓથી પીડાતા હોય છે. કોઈ કબજિયાતની સમસ્યાથી પીડાતુ હોય છે તો કોઈ ઝાડાની સમસ્યાથી પીડાતુ હોય છે. આ બંને સમસ્યાઓના નિવારણ માટે આ ઘરગથ્થુ ઉપચાર ખુબ જ અસરકારક સાબિત થઈ શકે છે.
ચારોલિ એ એક સુકું ફળ છે, જે કઠોળની જેમ ખૂબ જ નાનુ હોય છે પરંતુ, તે અનેકવિધ પ્રકારના પૌષ્ટિક ગુણતત્વો ધરાવતુ હોય છે, જે તમારી કબજિયાતની સમસ્યાને ક્ષણભરમા જ દૂર કરી શકે છે. આ ઉપરાંત જો તમે આ વસ્તુનુ નિયમિત સેવન કરો તો તમારી પાચનક્રિયા પણ મજબુત બની શકે છે અને તમારી પાચકશક્તિમા પણ સુધારો આવી શકે છે.
તેના નિયમિત સેવનથી આપણા આંતરડાના આંતરિક ભાગની યોગ્ય રીતે સાફ-સફાઈ થાય છે અને નાઇજેલામા સંગ્રહિત ગંદકી અને વિકારોની સમસ્યા પણ સરળતાથી દૂર થઇ શકે છે અને તેની આંતરડાની આંતરિક દિવાલો પણ સ્મૂથ બની રહે છે જેથી, તમને ગેસ, કબજીયાત અને અપચો જેવી સમસ્યાઓ થવાની સંભાવનાઓમા ઘટાડો થઇ જાય છે.
આ વસ્તુનુ નિયમિત સેવન કરવાથી તમને ઝાડાની સમસ્યામા પણ રાહત મળે છે. જો તમે ઝાડા કે કબજીયાતની સમસ્યાથી પીડાઈ રહ્યા હોવ તો ચારોલીનુ તેલ તમારા માટે ખુબ જ અસરકારક સાબિત થઇ શકે છે, તે તમારી આ સમસ્યાને ક્ષણભરમા જ દૂર કરી શકે છે. આ સિવાય જો તમને ઝાડાની સમસ્યા હોય તો તમે આ ચારોલીના ઓઈલમા બનાવેલ ખીચડી અને ઓટમીલનુ પણ સેવન કરી શકો છો જેથી, તમારી ઝાડાની સમસ્યા જડમુળથી દૂર થઇ શકે છે.
આવાજ સરસ લેખો ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
તમે અમને અહિયાં પણ લાઇક અને ફોલો કરી શકો છો
Facebook: જીગલો ગુજરાતી
Instagram: જીગલો ગુજરાતી
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.- JigloGujarati Team