મુંબઈને સપનાઓનુ શહેર કહેવામા આવે છે. અહિ અલગ અલગ પ્રદેશોમાથી યુવાનો તેમના સપનાઓ પુરા કરવા આવે છે. મુંબઈ શહેરમા આવેલી તાજ હોટેલ મુંબઈની શાન છે. તાજ હોટેલ વિશે તો આપ સૌ જાણતા જ હશો. તાજ હોટેલનુ નામ ભારતની સૌથી મોંઘી હોટેલોમા સામેલ છે. તાજ હોટેલ એક 5 સ્ટાર હોટેલ છે. તાજ હોટેલનુ નિર્માણ જમશેદજી ટાટા એ 1903 મા કર્યુ હતુ. તાજ હોટલ 117 વર્ષ જુની ઈમારત છે.
તાજ હોટેલ ભારત સિવાય, વિદેશોમા પણ પ્રખ્યાત છે. ત્યારે તો અહી, મોટી મોટી હસ્તિઓ અહી જમવા માટે આવે છે. કેટલીક વાર અહી મોટા મોટા બિઝનેસ મેન પણ અહી આવે છે. આમ કહીએ તો, મધ્યમ વર્ગીય માણસો માટે અહી જમવુ તે એક સ્વપ્ન જેવુ જ છે. આ અહેવાલમા અમે તમને તાજ હોટેલ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. તાજ હોટેલમા એક રાત્રી રોકાવાનુ ભાડુ કેટલુ છે? ત્યાના સ્ટાફનો પગાર શુ છે? તો ચાલો જાણીએ…
તો ચાલો જાણીએ તાજ હોટેલમા કામ કરવાવાળા વેઈટરની સેલેરી વિશે.
તાજ હોટેલને મુંબઈની સૌથી હોટેલમાથી એક ગણવામા આવે છે. અહી કામ કરનાર વેઈટરની સેલેરી, અન્ય હોટલો કરતા વધુ હોય છે. અહી કામ કરનાર વેઈટરની માસિક સેલેરી 1.3 લાખથી 1.5 લાખ સુધી હોય છે. અહી કેટલીક વાર એવા લોકો પણ આવે છે, જે અહીના જમવા વિશે કઈ જાણતા હોતા નથી. આવામા હોટેલના વેઈટર જ તેમને મદદ કરે છે. આ સિવાય તેઓ હોટેલમા આવેલી સ્પેશિયલ જગ્યાથી પણ અવગત કરાવે છે. સાથે સાથે તેઓ અહીના ફૂડ વિશે પણ સંપૂર્ણ માહિતી આપે છે. એટલે તેમને સેલેરી મેળવવા માટે ઘણી મહેનત કરવી પડે છે.
હવે જાણીએ તાજ હોટલના કૂકની સેલેરી વિશે. તાજ હોટેલના કૂકની માસિક સેલેરી 80000 થી લઈને 11 લાખ સુધીની હોય છે. અહીં કામ કરતા ગાર્ડની સેલેરી પણ અન્ય હોટેલ કરતા ઘણી વધારે હોય છે. તાજ હોટેલના ગાર્ડની માસિક સેલેરી 50000 થી 1 લાખ સુધીની હોય છે.
આ તો હતી ત્યાના સ્ટાફ વિશેની અને તેમની સેલેરી અંગેની માહિતી, હવે આપણે જાણીશુ ત્યાના ફૂડ વિશેની માહિતી. ત્યાનુ ફૂડ કેટલુ મોંઘુ હોય છે અને શુ ત્યાનુ ફૂડ એક મધ્યમ વર્ગના માણસને પોસાય તેવુ છે? ચાલો જાણીએ.
તાજ હોટેલ પેલેસમા, શામિયાના, સી લૉન્જ, મસાલા ક્રાફ્ટ, સ્ટાર બક્સ અને હાર્બર બાર જેવા રેસ્ટોરંટ આવેલા છે. તાજ હોટેલમા આવેલા આ બધા રેસ્ટોરંટમા શામિયાના ખુબ જ પ્રખ્યાત છે. આ રેસ્ટોરંટમા વેજ ડિશની કિંમત 2000 રુપિયા રાખવામા આવી છે. અહી 1 પ્લેટ આલુ પરાઠાની કિંમત 585 રુપિયા છે. અહી 2 વ્યક્તિઓનો જમવાનો ખર્ચ 4500-5000 રુપિયા જેટલો થાય છે.
હવે જો વાત કરીએ સી લૉન્જની તો, આ રેસ્ટોરંટ શામિયાના કરતા થોડું મોંઘુ છે. અહી 2 લોકોના જમવાનો ખર્ચ 6000-8000 રુપિયા જેટલો હોય છે. તાજ હોટેલની એક કપ ચાની કિંમત પણ 500 રુપિયા છે.
હવે આપણે જાણીશુ કે, અહી 1 રાત્રી રોકવાનો ખર્ચ કેટલો હોય છે. તાજ હોટેલમા 560 નોર્મલ રુમ અને 40 સ્પેશિયલ રુમ છે. નોર્મલ રુમમા રોકાવાનુ ભાડુ 9000 થી 15000 રુપિયા સુધીનુ હોય છે. જ્યારે સ્પેશિયલ રુમમા રહેવાનુ ભાડુ 1 લાખથી 2 લાખ સુધી હોય છે. અહી આવેલ ટાટા સ્વીટ સૌથી મોંઘો અને લક્ઝરીયસ છે. જેનુ એક દિવસનુ ભાડુ 10 લાખ રુપિયા જેટલુ છે.
તાજ હોટેલની 1 વર્ષની કમાણી 4174 કરોડ રુપિયા છે. તાજ હોટેલની 100 થી વધુ બ્રાંચ છે. તાજ હોટેલ વિદેશોમા પણ ઘણી પ્રખ્યાત છે. તે ભારત સિવાય ભૂટાન, મલેશિયા, માલદિવ્સ, દુબઈ, નેપાલ, સાઉથ આફ્રિકા, શ્રીલંકા, યુ.એ.ઈ. , યુ.કે. , યુ.એસ.એ. પણ આવેલી છે.
આવાજ સરસ લેખો ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “જીગલો ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.- JigloGujarati Team