નમસ્કાર મારા વાંચક મિત્રો, આજ ના આ લેખ મા તમારુ હાર્દિક સ્વાગત છે. હાલ શિયાળા ની મોસમ ચાલુ થઈ ગઈ છે અને આ ઋતુ એટલે સ્વસ્થ અને તંદુરસ્ત રહેવા ની મોસમ. આ મોસમ મા આપણે જુદા જુદા પાકો નુ સેવન કરતા હોઈએ છીએ. આ પાકો ને બનાવવા માટે કાચો માલ વપરાય છે તે ખુબ જ ગુણકારી સાબિત થાય છે. ખજુર એ પોષક્તત્વો થી ભરપુર ગણવા મા આવે છે, તેમા ઘણા વિટામિન તથા ખનિજદ્રવ્યો રહેલા હોય છે. ખજૂર એ નાના બાળકો ના વિકાસ માટે આવશ્યક ગણવા મા આવે છે.
ખજૂરમા જોવા મળતુ કેલ્શિયમ તથા મેગ્નેશિયમ, ખનિજો કે જે હાડકાના આરોગ્ય માટે યોગ્ય ગણાય છે. તે ખજૂર મા વિપુલ માત્રા માં મળી રહે છે. તેમાર્હી પ્રાપ્ત થતુ પોટેશિયમ, નાના બાળકો ના મગજનો વિકાસ કરવા તથા સર્વાંગી વિકાસ માટે ઉત્તમ ગણાય છે. નાના બાળકો ઘણી વખત પાચન ને લગતી તકલીફો થી પીડાતા હોય છે. ખજુર નો વપરાશ કરવા થી બાળકો મા જોવા મળતી આશરે બધી જ જાત ની આંતરડા ની તકલીફો માટે અસરકારક ઈલાજ ગણાય છે. ખજૂર ના સેવન થી દાંત મજબૂત બને છે. દાંત નો યોગ્ય વિકાસ જોઈ શકાય છે. જ્યારે બાળકો દાંત ફૂટે છે ત્યારે તેને ખજુર અવશ્ય ખવડાવવો જોઈએ. જો તે ખજુર ને ચાવી ને સેવન કરતા હશે તો તેના પેઢા પણ મજબૂત થાય છે તથા તેઓ ના દાંત આસાની અને જલ્દી આવે છે.
ગેસ્ટ્રોઇંટેસ્ટીનલ જેવી તકલીફો :
આપણામા થી આશરે તમામ વ્યક્તિઓ એ ધ્યાન આપવા જેવી બાબત એ છે કે આપણે એસિડિટી તથા એસિડ રિફ્લક્સ તેમજ અલ્સર જેવા દર્દ થી પીડાતા હોઈએ છીએ. પણ આ ખજુર એ અલ્સર ને દૂર કરવા ની સક્ષતા ધરાવે છે. જો તમે કોઈ તબીબી સારવાર લેતા હોવ તો તમે આ ખજુર ને પોતાની રોજીંદી જીંદગી મા પણ લઈ શકો છો.
કબ્જ ની તકલીફ નો અંત આવે :
નાના બાળકો થી લઈ ને મોટી ઉંમર ના વ્યક્તિઓ મા પણ કબ્જ ની તકલીફ જોવા મળતી હોય છે. આ કબ્જ થી છૂટકારો મેળવવા માટે ખજૂર ખૂબ જ સહાય કરે છે.
જુદી જુદી જાત ના તાવ સામે રક્ષણ આપે :
ખજુર મા એવા ગુણોતત્વો રહેલા છે કે જે જ્વર ને દૂર કરવા મા સહાયતા પુરી પાડે છે. જ્વર આવતા સમયે ટોડલર્સ તથા નાના બાળકો ને આપવા નુ હોય તો તમે દૂધ મા વાટી ને ખજૂર નુ સેવન કરાવો. તે ઝડપ થી તાવ ની તકલીફ ને દૂર કરવા મા સહાયતા કરશે તથા તમારુ બાળક ઝડપ થી પહેલા જેવુ તંદુરસ્ત બની જશે.
આવાજ સરસ લેખો ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
તમે અમને અહિયાં પણ લાઇક અને ફોલો કરી શકો છો
Facebook: જીગલો ગુજરાતી
Instagram: જીગલો ગુજરાતી
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.- JigloGujarati Team