જો બીટ પસંદ નથી તો પણ આજથી જ ખાવાનું શરુ કરી દેજો

મિત્રો, બીટનુ સેવન મોટાભાગે લોકો સલાડ સ્વરૂપે કરતા હોય છે. આ ફળમા પુષ્કળ માત્રામા હિમોગ્લોબીન સમાવિષ્ટ હોય છે, જે આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભદાયી સાબિત થાય છે પરંતુ, લોકોને એ ખ્યાલ નથી કે બીટના સેવનથી ફક્ત આ એક જ લાભ નથી થતો પરંતુ, અન્ય અનેકવિધ લાભ પ્રાપ્ત થાય છે તો ચાલો આજે આ લેખમા આ લાભ વિશે જાણીએ.

image source

જો તમે વજન ઘટાડવાનુ વિચારી રહ્યા છો તો આ ફળનુ સેવન તમારા માટે ખુબ જ ફાયદાકારક સાબિત થશે. આ ફળના જ્યૂસમા વિટામિન-સી, ફાઇબર, નાઇટ્રેટ્સ, બેટાનિન જેવા પોષકતત્વો સમાવિષ્ટ હોય છે, જે તમારા પેટની વધારાની ચરબી ઘટાડે છે. આ ફળને તમે બાફી અથવા તો શેકીને પણ ખાઇ શકો છો, જોકે તેને બાફતા કે શેકતા સમયે તેમા રહેલા પોષકતત્વોનુ પ્રમાણ ખુબ જ ઓછુ થઇ જાય છે એટલા માટે બીટના જ્યૂસનુ સેવન તમારા માટે વધારે ફાયદાકારક સાબિત થઇ શકે છે.

image source

આ ફળના જ્યુસમા કેલરીનુ પ્રમાણ ખુબ જ નિમ્ન હોય છે અને આ જ્યૂસના સેવનથી તમને ભરપૂર માત્રામા એનર્જી મળી રહે છે. આ ફળમા પુષ્કળ માત્રામા મેગ્નેશીયમ સમાવિષ્ટ હોય છે. આ તત્વ એક એવુ ખનિજ છે, જે વજન ઘટાડવા માટે સહાયરૂપ સાબિત થાય છે. આ ફળ હૃદય માટે ખુબ જ ફાયદાકારક છે. આ ફળનુ જ્યૂસ તમને હાઇપરટેન્શન અને હૃદય સાથે સંકળાયેલી સમસ્યાઓથી દૂર રાખે છે.

image source

આ ઉપરાંત આ ફળના જ્યૂસનુ નિયમિત સેવન કરવાથી વ્યકિતના શરીરમા લોહીનુ પરિભ્રમણ ખુબ જ સારી રીતે થાય છે. આ સિવાય જો તમે પણ હાઇ બ્લડપ્રેશરની સમસ્યાથી પીડાતા હોવ તો આ જ્યૂસ પીવાથી ફક્ત એક જ કલાકમા તમારુ શરીર સામાન્ય થઇ જાય છે. ફાઈબરથી ભરપૂર આ ફળ તમારી પાચન સીસ્ટમને મજબુત બનાવે છે અને પેટ સાથે સંકળાયેલ તમામ બિમારીઓ સામે લડવામા તમને મદદરૂપ થાય છે.

image source

આ ફળ તમારા ચહેરા પર પડતી કરચલીઓની સમસ્યા પણ દૂર કરી શકે છે, તેમા સમાવિષ્ટ એન્ટિ-ઓક્સિડન્ટ તમારા ચહેરા પર પડેલી કરચલીઓને દૂર કરવામા સહાયરૂપ સાબિત થાય છે. આ સમસ્યા દૂર કરવા નિયમિત બીટનો રસ તમારા ચહેરા પર લગાવો. પોષકતત્વોથી ભરપૂર આ ફળમા પ્રાકૃતિક સુગર સમાવિષ્ટ હોય છે. આ સિવાય તેમા ભરપૂર માત્રામા કેલ્શિયમ, મિનરલ્સ, મેગ્નેશિયમ, લોહતત્વ, સોડિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ, ક્લોરિન, આયોડીન અને અન્ય મહત્વપૂર્ણ વિટામિન મળી જાય છે. આ માટે ઘરમા બાળકોને બીટ સલાડ કે જ્યૂસના રૂપે અવશ્યપણે ખવડાવો.

image source

આવાજ સરસ લેખો ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

તમે અમને અહિયાં પણ લાઇક અને ફોલો કરી શકો છો

Facebook: જીગલો ગુજરાતી

Instagram: જીગલો ગુજરાતી 

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.- JigloGujarati Team

Leave a Comment