ચંદ્ર પર પ્રથમ પગ મૂકનાર નીલ આર્મસ્ટ્રોંગનો આજે જન્મદિવસ છે.

neil-armstrong-hero

Image Source

અમેરિકાને ‘જગત જમાદાર‘ તરીકે નકારનાર નીલની કાબેલિયતે એપોલો મિશનમાં પસંદ કરવા માટે મજબૂર કર્યા. બે વર્ષની બાળવયે પિતા સાથે ક્લેવલેન્ડ એર રેસીસ જોઈ ત્યારથી આકાશને આંબવાના સપનાં જોઈ લીધાં હતાં. ફોર્ડ ટ્રીમોટરની પાંચ વર્ષની કરેલી આકાશી સફરે આ સપનાનાં દીવામાં પછી જાણે તેલ પૂર્યુ હોય એમ પાછું વળીને જોયું નથી. સ્કાઉટ સાથે જોડાયેલા નીલે 16 વર્ષની ઉંમરે સ્ટુડન્ટ ફ્લાઇટ સર્ટિફિકેટ મેળવી લીધું હતું.

neil-armstrong-navy-pilot

Image Source

પછીથી એરોનોટિકલ એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએશન પુરું કર્યું. અમેરિકાની નેવીમાં નેવલ એવિએટર તરીકે જોડાયાં ત્યારે એવું કોઈએ વિચાર્યું નહીં હોય કે આ એક અવકાશયાત્રી બની ઈતિહાસ રચશે.

Image Source

પણ આ ક્ષેત્રે જોડાયાં બાદ અવનવી સિદ્ધિઓ મેળવતાં ગયાં અને છેક નાસા સુધી પહોંચી ગયાં. એમાં યુ.એસ . એરફોર્સની ‘મેન ઈન સ્પેસ સુનેસ્ટ‘ અને ‘x-20 ડાયનાસોર હ્યુમન ફલાઈટ‘ જેવાં પ્રોગામમાં જોડાઈને સ્થાન પાક્કું કરી લીધું. પછી નીલે પાછળ વળીને જોયું નથી.

neil-armstrong-on-moon

Image Source

20 જૂલાઇ 1969ના એ દિવસે કે જ્યારે તેઓ ચંદ્ર પર પગ મૂક્યો એ વિશે તેઓ બોલી ઉઠ્યાં, ” તે એક માણસ માટે નાનું પગલું છે પણ માનવજાત માટે કૂદકો છે.કેટલું લાંબુ વૈચારિક બયાન છે એમનું !

neil-armstrong-professor

Image Source

આ સફળતાઓ બાદ પણ એમની કૂચ જારી રહી અને 1971ના નાસાનાં રાજીનામાં બાદ 1979 સુધી University of Cincinnati માં પ્રોફેસર તરીકે સેવા આપી. કોરોનરી આર્ટરી ડિસીઝનાં લીધે એમનું 25 ઑગસ્ટ 2012 નાં રોજ એમનું અવસાન થયું.

આખુય જીવન કંઈક કરી છૂટવાની ભાવના અને સાથે ભાવિ લોકોના જનકલ્યાણના સપનાં જોનારી આ વિભૂતિ ખરેખર એક મિશાલ છે. આજે એમના જન્મદિવસે એમને ખૂબ ખૂબ વંદન.. !

– વિશાલ દંતાણી

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.- JigloGujarati Team

Leave a Comment