આ દુનિયા મા રોજ બરોજ નવી નવી ઘટનાઓ બનતી રહે છે. જે અંતે કોઈ સમાચાર બની ને આપણી સામે પ્રકાશિત થતા હોય છે. બિહાર રાજ્ય ના ગયા જીલ્લા મા એક એવુ કુટુંબ રહે છે કે જેમા થી કોઈપણ વ્યક્તિઓ ના લગ્ન નથી થઈ શકતા. આલગ્ન ન થવા પાછળ જે સમસ્યા આવી રહી છે એ જાણી ને તમે ચોંકી જશો.
આ કુટુંબ ના વ્યક્તિઓ ના વિવાહ ન થવા પાછળ નુ કારણ એ છે કે આ પરીવાર મા રહેતા તમામ વ્યક્તિઓ ને હાથ તથા પગ બન્ને મા છ છ આંગળીઓ ધરાવે છે. તમે ક્યારેય પણ એવા વ્યક્તિઓ ને નહી મળ્યા હોય કે જે વ્યક્તિ ના બંને હાથો મા છ અને બંને પગો મા પણ છ આંગળીઓ હોય.
image source
હાથ અને પગ મા મળી ને કુલ ૨૪ આંગળીઓ:
બિહાર રાજ્ય ના ગયાઅ જીલ્લા મા રહેનારા કુટુંબ મા કુલ બાવીસ સદસ્યો છે અને આ બાવીસે બાવીસ સભ્યો ના હાથ અને પગ ની છ છ આંગળીઓ ધરાવે છે. આ જ એ કારણ છે કે આ પરીવાર ના કોઈ પણ સભ્યોના વિવાહ નથી થઈ રહ્યા. આ કુદરત ની કરામત થી કુદરત ના બધા જ સભ્યો પણ હેરાન છે. એક જ કુટુંબ ના બધા લોકો ને હાથ અને પગ મા ૨૪ આંગળીઓ હોવી એ ચોંકાવનારી ઘટના છે.
આખા કુટુંબ ની એક જેવી પરીસ્થિતી :
ગયા જીલ્લા ના અતરી પ્રખંડ ના ટેઉસા બજાર મા આ કુટુંબ નિવાસ કરે છે અને તે ઘણા સમય થી અહી રહે છે. આ કુટુંબ મા રહેનારા બધા જ લોકો ને હાથ અને પગ મા છ છ આંગળીઓ આવેલ છે. આ કુટુંબ ના કર્તાહર્તા સુખાડી ચૌધરી નામ ના વ્યક્તિ છે. સુખાડી ચૌધરી ના કુટુંબ ના દરેક સભ્યો મોટા વડીલ હોય કે ઘર ની સ્ત્રીઓ બધા ના હાથ અને પગ મા છ છ આંગળીઓ ધરાવે છે. સુખાડી ચૌધરી ના કુટુંબીઓ મા પણ અમુક એવા લોકો છે કે જેને પણ છ આંગળીઓ હોય.
કુટુંબ મા છ આંગળીઓ નો છે ઈતિહાસ :
આ પરીવાર ના પરદાદા સુખાડી ચૌધરી ના દાદી માનોદેવી ના સમય થી આ છ આંગળી ઓ ની ઘટના શરૂ થઈ ગઈ છે. સૌથી પહેલા માનોદેવી ના હાથ અને પગ ની ૨૪ આંગળીઓ હતી. ત્યાર બાદ તે પછી નો નંબર આવે છે સુખાડી ચૌધરી નો. તે પહેલા એવા વ્યક્તિ હતા કે જેને આ વારસો મળી ગયો હતો. ત્યાર પછી આ વારસો તેના પુત્ર વિષ્ણુ ચૌધરી ને પણ મળ્યો હતો તેને પણ ૨૪ આંગળીઓ હતી.
અવિશ્વસનીય બનાવટ :
આ અવિશ્વસનીય બનાવટ ની સૌથી વધારે અસર છોકરીઓ ને લગ્ન સમયે થાય છે. છોકરા વાળા જ્યારે છોકરી ના હાથ અને પગ મા છ આંગળીઓ જુએ છે ત્યારે તે લગ્ન ની ના કહી ને જતા રહે છે. પગ મા છ આંગળીઓ હોવા થી પગરખા અને બૂટ પહેરવા મા પણ તકલીફ આવે છે. આટલુ જ નહી પણ તેની બહેનપણીઓ પણ તેની મજાક ઊડાવે છે.
આવાજ સરસ લેખો ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
તમે અમને અહિયાં પણ લાઇક અને ફોલો કરી શકો છો
Facebook: જીગલો ગુજરાતી
Instagram: જીગલો ગુજરાતી
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.- JigloGujarati Team