મિત્રો, બોલીવુડ ફિલ્મજગત ના બાદશાહ અમિતાભ બચ્ચન વર્તમાન સમયના પ્રખ્યાત ટેલીવિઝન ક્વિઝ શો કૌન બનેગા કરોડપતિ ની બારમી સીઝન હોસ્ટ કરી રહ્યા છે અને તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટીવ રહે છે. આ કલાકાર અવારનવાર ટ્વિટર પર વાયરલ વીડિયો શેર કરતા રહેતા હોય છે.
હાલ થોડા સમય પહેલા જ આ અભિનેતા એ ફરી એક વીડિયો ટ્વિટર પર શેર કર્યો છે.આ વીડિયોમા તમને એક પિતા અને પુત્રની જોડી એકસાથે હાર્મોનિયમ વગાડતા ગીત ની પ્રેક્ટિસ કરી રહ્યા હોય તેવુ જોવા મળે છે. આ વીડિયોમા તમે જોઇ શકશો કે, આ બાળક તેના પિતા સાથે સંગીતના સૂરતાલ છેડી રહ્યો છે. આ વિડીયોમા એક જગ્યાએ તમને બાળક તેના પિતાને યોગ્ય રીતે ગાવાનુ કઈ રહ્યો હોય તેવુ દ્રશ્ય પણ જોવા મળશે.
આ વીડિયોમાં સૌથી પહેલા તો બાળક એકલા ગાતા પણ નજરે પડે છે. આ વીડિયો શેર કરતાની સાથે આ દિગ્ગજ કલાકારે પોતાના ટ્વિટરના કેપ્શનમા લખ્યુ છે કે, “બાળક એ માણસનો પિતા છે.” આ દિગ્ગજ કલાકાર દ્વાર શેર કરવામા આવેલ આ વાયરલ વીડિયો પર તેમના ચાહકો હાલ ઘણી ટિપ્પણી કરી રહ્યા છે અને તેમનો યોગ્ય પ્રતિસાદ પણ મળી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, આ દિગ્ગજ કલાકાર વારંવાર આવા વીડિયો ફેન્સ સાથે શેર કરે છે, જે આવતાની સાથે જ હેડલાઇન્સમા આવે છે.
હવે જો તેમના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો આ દિગ્ગજ કલાકારે તાજેતરમા જ નાગઅશ્વિનની દીપિકા પાદુકોણ અને પ્રભાસ સાથેની શીર્ષક વિનાની ફિલ્મ સાઇન કરી છે. આ દિગ્ગજ કલાકાર છેલ્લે ઓનસ્ક્રીન ગુલાબો સીતાબો મા જોવા મળ્યા હતા. તેમની આગામી ફિલ્મોમા અયાન મુખર્જીની બ્રહ્માસ્ત્ર છે જેમાં આલિયા ભટ્ટ અને રણબીર કપૂર પણ તેમની સાથે જોવા મળશે. આ સિવાય ફેસિસ ફિલ્મમાં તે ઈમરાન હાશ્મી સાથે જોવા મળશે અને આ બધાની સાથે તે એક રમત પર આધારિત ફિલ્મમાં પણ જોવા મળી શકે.
આવાજ સરસ લેખો ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “જીગલો ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.- JigloGujarati Team
લોકો તેમના ચહેરાની સુંદરતા વધારવા માટે નવી રીતો અપનાવી રહ્યા છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે…
શાસ્ત્રોમાં ઘણી પદ્ધતિઓ ઉલ્લેખિત છે, જેની મદદથી આપણે દેવ-દેવીઓના આશીર્વાદ મેળવી શકીએ છીએ. તમને જણાવી…
મહાબલી હનુમાનજી ને આ ધરતી ઉપર અજર-અમર દેવ માનવામાં આવે છે.અને એવું પણ માનવામાં આવે…
મિત્રો, જો તમને આ શિયાળાની ઋતુમા તાવ આવે છે, જેનો અર્થ એ છે કે તમને…
મિત્રો, દરરોજ યોગ્ય નાસ્તો કરવો આરોગ્ય માટે મહત્વપૂર્ણ છે. તમે દિવસમાં જે કેલરીનો વપરાશ કરો…
મિત્રો, કારકિર્દીનો નિર્ણય લેવો એ સૌ કોઈના જીવનકાળમા ખુબ જ મહત્વપૂર્ણ કાર્ય છે. ડિગ્રી પ્રાપ્ત…
This website uses cookies.