નવરાત્રીના ઉપવાસ દરમિયાન સારા સ્વાસ્થ્ય માટે કરો આ વસ્તુનું સેવન, વ્રત કરનારાઓ ખાસ જુએ….

આ વખતે આસો નવરાત્રી 17 ઓક્ટોબરથી 25 ઓક્ટોબર સુધી છે. હિન્દુ ધર્મમાં નવરાત્રીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. વર્ષમાં બે વાર નવરાત્રી આવે છે. જેને ચૈત્ર નવરાત્રી અને આસો નવરાત્રી તરીકે ઓળખવામાં આવે છે. નવરાત્રીમાં દેવી દુર્ગાની પૂજા કરવામાં આવે છે. આ નવ દિવસમાં તેમના નવ જુદા જુદા સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. મોટાભાગના લોકો નવરાત્રી દરમિયાન વ્રત રાખે છે અને ઉપવાસ દરમિયાન શું ખાવું જેથી તમારા સ્વાસ્થ્ય પર કોઈ અસર ના થાય આ પ્રશ્ન બધાને સૌથી મૂંઝવતો હોય છે. તો ચાલો અમે તમને જણાવી દઈએ કે નવરાત્રીના ઉપવાસ દરમિયાન તમારે યોગ્ય ડાયટ ચાર્ટ બનાવવો જોઈએ. જેથી તમને પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન અને પોષક તત્વો મળી રહે. ઉપવાસ દરમિયાન પાણીનો શક્ય તેટલો ઉપયોગ કરવો જોઈએ જેથી પાણીની ઉણપ ન રહે. તો ચાલો તમને જણાવીએ કે નવરાત્રીમાં શું ખાવું છે.

દિવસની શરૂઆત

નવરાત્રીના ઉપવાસ દરમિયાન ગ્રીન ટી અને કેટલીક ખજૂર સાથે તમારા દિવસની શરૂઆત કરો. આ તમને દિવસભર ફ્રેશ રાખવામાં મદદ કરી શકે છે.

સવારનો નાસ્તો:

નાસ્તામાં તમારે ફળો અને સુકા ફળોનો લેવા જોઇએ. આ તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

બપોરે:

નવરાત્રીના વ્રત દરમિયાન બપોરે નાળિયેર પાણી, રસ અને ખીરનો ઉપયોગ કરવો ફાયદાકારક માનવામાં આવે છે. આનાથી તમને નબળાઈનો અનુભવ થશે નહીં.

બપોરે જમવાના સમયે:

બપોરના ભોજન દરમિયાન તમે સાબુદાણાની ખિચડી, દૂધીનું શાક ખાઈ શકો છો. આ ઉપવાસ કરનારાઓ માટે શ્રેષ્ઠ લંચ માનવામાં આવે છે.

મધ્ય બપોર:

મધ્યાહ્ન અને સાંજના ઉપવાસ દરમિયાન કેટલાક ફળો અને દહીંનું સેવન કરવું જોઈએ. આનાથી તમને અશક્તિ નહીં લાગે અને તમેં પોતાની જાતને ઉર્જાથી ભરેલ અનુભવશો.

સાંજે નાસ્તો:

નવરાત્રીના ઉપવાસ દરમિયાન તમે સાંજના નાસ્તામાં બટાટા વેફર અથવા બટાકાની ચાટ વગેરેથી બનેલા નાસ્તાનો ઉપયોગ કરી શકો છો. કારણ કે હળવી ભૂખ માટે તે શ્રેષ્ઠ નાસ્તો માનવામાં આવે છે.

રાત્રે:

જે લોકો રાતના સમયે વ્રત રાખે છે તેઓ દૂધીની શાકભાજી, ગાજરનો હલવો, શિંગોડાના લોટથી બનેલી પુરીનું સેવન કરી શકે છે. જેથી તમે બીજા દિવસે અશક્તિ ન અનુભવો.

રાતે સૂવાના પહેલાં:

દૂધ પીવું એ બધા માટે ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે દૂધ પીવાથી કેલ્શિયમની ઉણપ રહેતી નથી. દૂધ આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. નવરાત્રીના વ્રત દરમિયાન, રાત્રે સુતા પહેલા એક ગ્લાસ ગરમ દૂધ પીવું જોઈએ.

આવાજ સરસ લેખો ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “જીગલો ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.- JigloGujarati Team

Leave a Comment